Xમાં મળ્યું નવુ ફીચર, યૂઝર્સ હવે લાંબા આર્ટિકલ પોસ્ટ કરી શકશે, જાણો પ્રક્રિયા
હવે એક્સના પ્રીમિયમ યૂઝર્સ લાંબા લખાણવાળા આર્ટિકલ્સ પણ શેર કરી શકાશે
એલન મસ્ક (Elon Musk) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યૂઝર્સ માટે સતત નવા- નવા ફીચર લાવી રહ્યા છે. જેમા કંપનીએ ગત શુક્રવારના રોજ આર્ટિકલ (Articles) ફીચર રજુ કર્યુ, આ ફોર્મેટ લાંબા લખાણવાળા કન્ટેન્ટ શેર કરવાની નવી રીત છે. પ્રીમિયમ યૂઝર્સ અને એક્સની સર્વિસ માટે પેમેન્ટ ચૂકવનારા દરેક યૂઝર્સ હવે આ પ્લેટફોર્મ પર શૈલીયુક્ત ટેક્સ્ટ, એમ્બેડ કરેલા ફોટાઓ અને વીડિયો સાથે આર્ટિકલ્સ પોસ્ટ કરી શકશે.
પ્રીમિયમ યૂઝર્સ અને વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સુધી સીમિત
કંપનીના કહેવા પ્રમાણે લાંબા લખાણવાળા આર્ટિકલ્સ હવે એક્સ પર શેર કરવાની આ નવી રીત છે. આર્ટિકલ્સ પ્રકાશિત કરવા પ્રીમિયમ+ યૂઝર્સ અને વેરિફાઈડ સંસ્થાઓ માટે આ સુવિધા આપવામાં આવી છે.
આર્ટિકલ્સમાં ફોટાઓ, વીડિયો, GIF,પોસ્ટ્સ અને લિંકનો સમાવેશ
ટેક્સ્ટ સિવાય આર્ટિકલ્સમાં ફોટાઓ, વીડિયો, GIF, પોસ્ટ્સ અને લિંક્સનો સમાવેશ થાય છે. તમે ટેક્સ્ટના હેડિંગ્સ, સબહેડિંગ્સ, બોલ્ડ, ઈટાલિક (ત્રાંસા), સ્ટ્રાઇકથ્રુ, ઇન્ડેન્ટેશન, સંખ્યાત્મક અને બુલેટેડ લિસ્ટ સાથે આપી શકો છો.
X- પર કેવી રીતે આર્ટિકલ્સ કંપોઝ કરવા
- સાઈડ નેવિગેશન પેનલ દ્વારા લેખ ટેબ પર જાઓ.
- આર્ટિકલ્સ તૈયાર કરવા માટે Write પર ક્લિક કરો.
- તૈયાર થઈ ગયેલા આર્ટિકલ્સને પ્રકાશિત કરવા માટે Done પર ક્લિક કરો, ત્યાર બાદ તમારા X પ્રોફાઇલના આર્ટિકલ્સ પર જોવા મળશે.
X- પર આર્ટિકલ્સને એડિટ કેવી રીતે કરવા
- આર્ટિકલ્સ શોધવા માટે, આર્ટિકલ્સ ટેબ પર ક્લિક કરો
- થ્રી-ડોટ મેનૂને ટેપ કરો અને Edit Article પર ક્લિક કરો.
- Editને કંફર્મ કરો, એટલે તે આર્ટિકલ્સને અસ્થાયી રૂપે અનપબ્લિશ કરી નાખશે.
- જરૂરી ફેરફારો કરો અને આર્ટિકલ્સ ફરીથી પ્રકાશિત કરી શકાય છે
X- પર આર્ટિકલ્સ Delete કેવી રીતે કરવા
- આર્ટિકલ્સ ટેબમાં જઈને તે આર્ટિકલ્સ શોધો જેને તમે Delete કરવા માંગો છો.
- થ્રી-ડોટ મેનૂ પર ક્લિક કરો અને ત્યાં Delete પર ક્લિક કરો.
- સિલેક્ટ કરેલો આર્ટિકલ પ્લેટફોર્મ પરથી Delete થઈ જશે.