Get The App

બેનથી બચવાની કોશિશ કરી રહ્યું છે ટીકટોક: અમેરિકાનું યુનિટ ઇલોન મસ્કને વેચી શકે છે ચીનની કંપની

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
બેનથી બચવાની કોશિશ કરી રહ્યું છે ટીકટોક: અમેરિકાનું યુનિટ ઇલોન મસ્કને વેચી શકે છે ચીનની કંપની 1 - image


Elon Musk May Buy TikTok USA: ટીકટોકને ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે અને એને અમેરિકામાં પણ બેન કરવામાં આવે એવી ડિમાન્ડ કરવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ટીકટોક કંપનીના અમેરિકાના યુનિટને વેચી દેવા માટે ચીન વિચારી રહી છે. ચાઇનિઝ કંપનીનું વિચારવું છે કે સંપૂર્ણપણે બેન થઈ જાય એના કરતાં એ કંપની કોઈને વેચીને એ દેશમાં પણ કામ કરે એ વધુ મહત્ત્વનું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની નજર

ડોનાલ્ડ ટ્રમ્પની સપથ વિધી નજીક આવી રહી છે તેમ તેમ ઘણાં દેશ અને કંપનીઓ પર તણાવ વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણાં દાવા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ચીન વિરુદ્ધ કડક પગલાં ઉઠાવશે. ત્યારથી ચીન અને ચીનને સપોર્ટ કરતાં ઘણાં દેશ તણાવમાં છે. અમેરિકા તેની ટ્રેડ પોલીસીમાં પણ બદલાવ કરશે. આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે. ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઇલેક્શન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરવામાં નહોતો આવ્યો એવું તેમનું માનવું છે. તેમ જ તેમના ન્યુઝને બ્લોક કરી દેવામાં આવતાં હતાં. આથી ગૂગલ અને મેટા કંપની સહિત ચીનની પણ કંપનીઓ ટેન્શનમાં છે.

અમેરિકામાં ટીકટોક થશે બેન?

ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેરન્ટ્સ અને સ્કૂલનો વિરોધ છે. તેમના બાળકો પર આ પ્લેટફોર્મને કારણે ઘણી આડઅસર પડે છે. આથી એ વિશે કેટલાક કેસ પણ ચાલી રહ્યાં છે. આ સાથે જ ટીકટોકને કારણે અમેરિકાની પોલીસી અને સિક્યોરિટી પર પણ સવાલો ઊભા થયા છે. આ કારણસર એને બેન કરવાની ચર્ચા ચાલી રહી છે.

બેનથી બચવાની કોશિશ કરી રહ્યું છે ટીકટોક: અમેરિકાનું યુનિટ ઇલોન મસ્કને વેચી શકે છે ચીનની કંપની 2 - image

અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કેસ

ટીકટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ છે. આ કંપની હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કંપનીને 19 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ટીકટોકના યુનિટને વેચી દેવા અથવા તો બેન માટે તૈયાર રહેવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. બાઇટડાન્સ પૂરેપૂરી કોશિશ કરી રહી છે કે અમેરિકાનું ટીકટોક યુનિટ પણ તેમની પાસે જ રહે. જોકે તેઓ દરેક કોશિશમાં અસફળ રહે તો કંપની માટે છેલ્લો ઓપ્શન એ યુનિટને વેચી દેવું છે.

ઇલોન મસ્ક પહેલી પસંદ

ચીનની કંપનીની પહેલી પસંદ ઇલોન મસ્ક છે. ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ સારા ફ્રેન્ડ છે. ઇલોન મસ્કને ફર્સ્ટ બડી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આથી ચીન ઇલોન મસ્કને કંપની વેચવાનું વિચારી રહી છે. અમેરિકાની યુનિટ જો ઇલોન મસ્કે વેચી દેવામાં આવે તો એને બેન થતાં અટકાવી શકાય છે. જો કંપની બેન ન થાય તો જ એના માટે એ પ્રોફિટ કરી શકશે. આથી છેલ્લો ઓપ્શન ઇલોન મસ્ક છે.

આ પણ વાંચો: મેટા કંપની પર મુસીબત: માર્ક ઝકરબર્ગને ઇલેક્શન વિશેની કમેન્ટ બાદ મળી શકે છે પાર્લિયામેન્ટરી સમન

સોશિયલ મીડિયામાં છે ઇલોન મસ્કને રસ

ઇલોન મસ્કને સોશિયલ મીડિયામાં પહેલેથી રસ છે. આ ખૂબ જ મોટી કંપની છે. એના દ્વારા પ્રોફિટ પણ ઘણું કરી શકાય છે. ઇલોન મસ્ક દ્વારા ટ્વિટરને ખરીદી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે ટ્વિટરનું નામ X રાખ્યું છે. ઇલોન મસ્ક હાલમાં xAI ગ્રોક પર કામ કરી રહ્યાં છે. ઇલોન મસ્કે તેના સોશિયલ મીડિયાના પોર્ટફોલિયોમાં ટીકટોકનું નામ ઉમેરવા માટે ઉત્સુક હશે.


Google NewsGoogle News