Get The App

ટેક્સીનું ભવિષ્ય : ટેસ્લાએ લોન્ચ કરી સાઇબરકેબ, ફુલ્લી ઓટોમેટિક કારમાં સ્ટિયરિંગ અને બ્રેક પણ નથી

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ટેક્સીનું ભવિષ્ય : ટેસ્લાએ લોન્ચ કરી સાઇબરકેબ, ફુલ્લી ઓટોમેટિક કારમાં સ્ટિયરિંગ અને બ્રેક પણ નથી 1 - image



RoboTaxi CyberCab: ઇલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા રોબોટેક્સીને લોન્ચ કરવામાં આવી છે. આ રોબોટેક્સીની ઘણી લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ ટેક્સીનું ખાસિયત એ છે કે એમાં ડ્રાઇવરની જરૂર નથી અને એથી જ એમાં સ્ટિયરિંગ પણ આપવામાં નથી. અમેરિકાના લોસ એન્જલસમાં આવેલા વોર્નર બ્રોસ ડિસ્કવરી સ્ટુડિયોમાં ‘વી, રોબોટ ઇવેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ઈલોન મસ્ક દ્વારા કારને લોન્ચ કરવામાં આવી હતી.


ટેક્સીનું ભવિષ્ય


ટેસ્લા દ્વારા લોન્ચ કરવામાં આવેલી રોબોટેક્સીનું નામ ટેસ્લા સાઈબરકેબ આપવામાં આવ્યું છે. ટેક્સીને આપણે જે રીતે જોતા હતા તે હવે બદલાઈ ગયું છે. કાળી-પીળી ટેક્સીની જગ્યાએ હવે રોબોટેક્સિનો જમાનો આવી ગયો છે. જો કે, ભારતમાં આ ટેક્સી શક્ય નથી, પરંતુ દુનિયાના ઘણી બધી જગ્યાઓએ એ શક્ય થઈ રહ્યું છે.


ફુલ્લી ઓટોમેટિક કાર


આ ટેક્સીને સંપૂર્ણ રીતે ઓટોમેટિક બનાવવામાં આવી છે. એમાં સ્ટિયરિંગ, એક્સિલેટર અથવા બ્રેક નથી. આ ટેક્નોલોજી ટેક્સીના ભવિષ્યમાં નવી રાહ બતાવે છે. આ ટેક્સીમાં બ્રેક મારવી, ચલાવવી કે ટર્ન મારવું દરેક વસ્તુ ઓટોમેટિક છે. આ ટેક્સીનું લોન્ચિંગ તો થઈ ગયું છે, પરંતુ અમુક નિયમનકારી મંજૂરીની જરૂર પડશે.

ટેક્સીનું ભવિષ્ય : ટેસ્લાએ લોન્ચ કરી સાઇબરકેબ, ફુલ્લી ઓટોમેટિક કારમાં સ્ટિયરિંગ અને બ્રેક પણ નથી 2 - image


ફ્યુચરિસ્ટિક ડિઝાઇન


ટેસ્લા સાઈબરકેબનું ડિઝાઇન બહુ જ ભવિષ્યવાદી છે. સાઈબરટ્રકની જેમ આ સાઈબરકેબનું આગળનું ભાગ સરખું છે. લાઈટ પણ એનાથી પ્રેરિત છે. રૂફલાઇન પણ ખાસ છે અને દરવાજા પર હેન્ડલ પણ નથી. ઓટોમેટિક દરવાજા હોવાથી હેન્ડલની જરૂર પડતી નથી. આ કારમાં ફક્ત બે જ વ્યક્તિ બેસી શકે છે. ડેશબોર્ડ પર સ્ક્રીન પણ છે.

ટેક્સીનું ભવિષ્ય : ટેસ્લાએ લોન્ચ કરી સાઇબરકેબ, ફુલ્લી ઓટોમેટિક કારમાં સ્ટિયરિંગ અને બ્રેક પણ નથી 3 - image


પ્રોડક્શન 2026માં શરૂ થવાની શક્યતા


શરૂ થવાની શક્યતા ઈલોન મસ્કના જણાવ્યા અનુસાર આ કારનું ઉત્પાદન 2026માં શરૂ થઈ શકે છે. જો કે, તમામ પરવાનગી મલતાં જલદી પણ શરૂ થઈ શકે છે. અગાઉ સાઈબરટ્રક અને અન્ય ટેસ્લા કારનું ઉત્પાદન મોડું થયું હતું.


આ પણ વાંચો: સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સના ડેટા માર્કેટમાં વેચાવા મૂકાયા: 3.1 કરોડ વ્યક્તિના ડેટા પર છે રિસ્ક, જાણો શું થયું...


વાયરલેસ ચાર્જિંગ


ટેસ્લા દ્વારા ઘણી વખત વાયરલેસ ચાર્જિંગની ચર્ચા કરવામાં આવી હતી. આ સાઈબરકેબ પહેલી વાયરલેસ ચાર્જિંગ કાર બની શકે છે. ચાર્જ કરવા માટે કોઈ વાયર પોર્ટ નથી.


સરકારી બસ કરતાં સસ્તું


સાઈબરકેબની કિંમત 30,000 અમેરિકન ડોલરની આસપાસ હશે. સરકારી બસના 1 માઇલની સરખામણીમાં સાઈબરકેબ ફક્ત 0.2 ડોલરમાં ચલાવવામાં આવશે.


Google NewsGoogle News