Get The App

સોશિયલ મીડિયા કમાણીમાં મુશ્કેલી: મસ્કના નવા નિયમો

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
સોશિયલ મીડિયા કમાણીમાં મુશ્કેલી: મસ્કના નવા નિયમો 1 - image


X Monetization Rule Change: ઇલોન મસ્ક દ્વારા X પર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે હવે કંપનીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવામાં ઘણી તકલીફ પડશે. કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે, પૈસા કમાવવા માટે સોશિયલ મીડિયા એકમાત્ર પ્લેટફૉર્મ છે. ઇન્સ્ટાગ્રામની સાથે X પર પણ ઘણા લોકો પૈસા કમાય છે. આ કમાણી કરવા માટે ખૂબ જ સારું પ્લેટફૉર્મ હતું, પરંતુ હવે એક એવો બદલાવ થયો છે જેના કારણે ઘણા લોકોની કમાણી બંધ થઈ શકે છે.

ઇલોન મસ્કનું એલાન

ઇલોન મસ્ક દ્વારા તેની કંપનીમાં નિયમો બદલવામાં આવ્યા છે. આ નિયમ હેઠળ, પૈસા કમાવવા માટે હવે પહેલા કરતાં વધુ શરતો માનવી પડશે. આ શરતોમાં પ્રીમિયમ યુઝર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે, પૈસા કમાવવા માટે હવે તે વ્યક્તિ અથવા તો કંપનીને 500 કે તેથી વધુ પ્રીમિયમ યુઝર્સ ફોલો કરતાં હોવા જરૂરી છે. X પર ફ્રી અને પ્રીમિયર યુઝર્સ એમ બે પ્લાન છે, જેથી ફ્રી યુઝર્સની સાથે હવે પ્રીમિયમ યુઝર્સ પણ ફોલો કરતાં હોવા જોઈએ.

આ પણ વાંચો: ટિકટોકમાં છટણી: AIને કારણે લોકોને નોકરીમાંથી કરવામાં આવી રહ્યાં છે છૂટા

શું છે અન્ય શરતો?

યુઝર પછી કન્ટેન્ટ ક્રિએટર્સ હોય કે કંપની તેનું એકાઉન્ટ પણ પ્રીમિયમ હોવું જરૂરી છે. આ સાથે જ છેલ્લા ત્રણ મહિનામાં યુઝર્સને પાંચ મિલિયન ઇમ્પ્રેશન્સ મળેલી હોવી જોઈએ. આ ઇમ્પ્રેશન્સ ઓર્ગેનિક હોવી જોઈએ. જો તેમાં કોઈ પણ શંકા દેખાય, તો તેને કંપની દ્વારા ગણવામાં નહીં આવે. 

રેવેન્યુમાં બદલાવ

X દ્વારા પહેલાં એડ્સમાંથી કમાણી કરવામાં આવતી હતી, પરંતુ હવે એડ્સ કરતાં વધુ ફોક્સ પ્રીમિયમ યુઝર્સ પર કરવામાં આવી રહ્યો છે. Xનું રેવેન્યુ મોડલ બદલાઈ રહ્યું હોવાથી તેમણે આ નિયમમાં ફેરફાર કર્યો છે. યુઝર્સ જેટલો વધુ પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરશે, એટલા પૈસા વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ જનરેટ કરી શકશે અને કંપનીને પણ એ પ્રીમિયમથી ફાયદો થશે.


Google NewsGoogle News