ઈલોન મસ્ક બન્યા 12મા બાળકના પિતા, ન્યૂરાલિંકની ડિરેક્ટર છે શિવોન ઝિલી છે બાળકની માતા
Image Source: Twitter
Elon Musk Children: Tesla, SpaceX અને Xના માલિક ઈલોન મસ્ક 12મા બાળકના પિતા બની ગયા છે. ન્યૂરાલિંકની ડિરેક્ટર છે શિવોન ઝિલીની સાથે આ તેમનું ત્રીજુ બાળક છે. મસ્કે કહ્યું કે, આ બાળક કોઈ સીક્રેટ નહોતું. મારા મિત્રો અને પરિવારના લોકોને આ બાળક અંગે જાણકારી હતી.
ઈલોન મસ્કે બાળકના નામ અને લિંગ અંગે કોઈ જાણકારી નથી આપી. તેમણે બાળક અંગે ફેલાવવામાં આવી રહેલી એ જાણકારીનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે, મસ્કે બાળકની માહિતીને સીક્રેટ રાખી હતી.
ઈલોન મસ્કે શું કહ્યું?
આ અંગે માહિતી આપતા મસ્કે કહ્યું કે, બાળકની માહિતી સીક્રેટ રાખવાની વાત ખોટી છે. મારા તમામ મિત્રો અને પરિવારના લોકોને તેની જાણકારી હતી. આ અંગે કોઈ પ્રેસ રિલીઝ જાહેર ન કરવી એ અજીબ હોઈ શકે છે પરંતુ તેનો એ અર્થ નથી કે, આ કોઈ સીક્રેટ છે.
ઈલોન મસ્ક અને શિવોન ઝિલીનું આ ત્રીજું બાળક છે. આ પહેલા શિવોન ઝિલીએ વર્ષ 2021માં મસ્કના જુડવા બાળકો Strider અને Azureને જન્મ આપ્યો હતો. શિવોન ઝિલી મસ્કની બ્રેન ઈમ્પ્લાન્ટ ફર્મ ન્યૂરાલિંકની ડિરેક્ટર છે.
મસ્કે પ્રથમ લગ્ન વર્ષ 2000માં જસ્ટિન વિલસન સાથે કર્યા હતા. જસ્ટિન અને મસ્કના 5 બાળકો છે. બંનેએ વર્ષ 2008માં ડિવોર્સ લઈ લીધા હતા. ત્યારબાદ મસ્કે 2010માં Tululah Riley સાથે લગ્ન કર્યા હતા અને બંને 2016માં અલગ થઈ ગયા હતા.
વધુ બાળકોને જન્મ આપવાના પક્ષમાં બોલતા આવ્યા છે મસ્ક
2018માં મસ્કે કેનેડિયન મ્યૂઝિશિયન ગ્રીમ્સને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેને ત્રણ બાળકો છે. આ કપલ વર્ષ 2021માં અલગ થઈ ગયું હતું. મસ્ક ઘણી વખત ઘટી રહેલા જન્મદર પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેમણે આ અંગે કહ્યું કે, ઘણા દેશો પહેલાથી જ રિપ્લેસમેન્ટ રેટથી પાછળ છે અને આ ટ્રેન્ડ દર્શાવે છે કે દરેક સાથે આવું થશે. આ સિમ્પલ ફેક્ટ છે.
તેમણે કહ્યું કે, 2.1 બાળકો રિપ્લેસમેન્ટ રેટ છે અને ટૂંક સમયમાં દુનિયા આ રેટથી નીચે પહોંચી જશે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી. જુલાઈ 2022માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મસ્કે કહ્યું હતું કે હું એક મોટો પરિવાર ઈચ્છું છું.