Get The App

મસ્કે માન્યો ભારત સરકારનો આભાર: સેટેલાઇટ સ્પેકટ્રમ ફિક્સ ભાવે વેંચવામાં આવતાં જિયોને તગડી ટક્કર આપશે સ્ટારલિંક

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
મસ્કે માન્યો ભારત સરકારનો આભાર: સેટેલાઇટ સ્પેકટ્રમ ફિક્સ ભાવે વેંચવામાં આવતાં જિયોને તગડી ટક્કર આપશે સ્ટારલિંક 1 - image


Musk On Satellite Spectrum: ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ ભારત સરકારનો આભાર માનવામાં આવ્યો છે. ઇલોન મસ્ક અને મુકેશ અંબાણી વચ્ચેનો ઇશ્યુ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. બન્ને માર્કેટમાં પોતાનું નામ બનાવવા માટે કોશિશ કરી રહ્યા છે. તેમનું વિવાદ કરતું મુદ્દા છે સેટેલાઇટ સ્પેકટ્રમ. આ માટે ભારત સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે એ મહત્ત્વનું હતું અને સરકારે કહ્યું છે કે તેઓ સેટેલાઇટ સ્પેકટ્રમને એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિએ ફાળવે.

મુકેશ અંબાણીનું શું કહેવું છે?

જિયોના માલિક મુકેશ અંબાણીનું કહેવું છે કે ભારતમાં સેટેલાઇટ સ્પેકટ્રમને હરાજી દ્વારા ફાળવવામાં આવે. આ રીતે દરેક કંપનીને માર્કેટમાં ટકી રહેવાનો અને ફાઇટ કરવાનો સમાન હક્ક મળે છે. આ માટે મુકેશ અંબાણી લોબી ચલાવી રહ્યા હતાં કે સ્પેકટ્રમની હરાજી થાય. જો હરાજી કરવામાં આવે તો જે કંપની વધુ પૈસા ખર્ચી શકે એ સ્પેકટ્રમ મેળવી શકે. જોકે જિયો અને ઇલોન મસ્ક બન્ને આ માટે સક્ષમ છે. જોકે સ્ટારલિંક ચોક્કસ કિંમત કરતાં વધુ ઇનવેસ્ટમેન્ટ ભારતમાં ન કરે એ શક્ય છે, કારણ કે આ કંપની હજી પગપેસારો કરી રહી છે. બીજી તરફ, જિયો ગમે એટલા પૈસા આ પાછળ ખર્ચવા તૈયાર છે કારણ કે આ તેનો હિસ્સો છે.

ઇલોન મસ્કનો વિરોધ

ઇલોન મસ્ક પોતાની સ્ટારલિંક કંપની દ્વારા ભારતમાં પ્રવેશી રહ્યા છે. આ કંપની સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડશે. ભારતમાં હાલમાં સૌથી મોટું નેટવર્ક જિયો અને એરટેલનું છે. જોકે સ્ટારલિંકની સેટેલાઇટ સર્વિસ સાથે, તે ભારતના દરેક ખૂણામાં એ સર્વિસ પહોંચાડી શકશે. જિયો હાલમાં ભારતના કેટલાક પર્વતીય વિસ્તારોમાં નથી. જ્યારે સ્ટારલિંકની સર્વિસ ત્યાં પણ પહોંચશે, કારણ કે તે સેટેલાઇટ દ્વારા સર્વિસ પૂરી પાડે છે. આ સર્વિસ માટે તેને સ્પેકટ્રમ ખરીદવા પડે છે. આ માટે મસ્કે એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિનો ઉપયોગ કરવા કહ્યું હતું. મસ્કે કહ્યું કે જો હરાજી કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા બનાવેલા નિયમનો ભંગ થશે. આથી આ નિયમને અનુસરવું જોઈએ. જો કે, મુકેશ અંબાણીએ તેનો વિરોધ કર્યો હતો.

મસ્કે માન્યો ભારત સરકારનો આભાર: સેટેલાઇટ સ્પેકટ્રમ ફિક્સ ભાવે વેંચવામાં આવતાં જિયોને તગડી ટક્કર આપશે સ્ટારલિંક 2 - image

એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિ શું છે?

હરાજી એટલે કે સ્પેકટ્રમ માટે બોલી લગાવવી પડે અને જેની બોલી વધુ હોય તેને મળે છે. એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિ એટલે કે પહેલેથી નક્કી કરેલા ભાવમાં જ સ્પેકટ્રમ ખરીદવું. ઉદાહરણ માટે, કોલ્ડપ્લેના કોનસર્ટની ટિકિટ હરાજીથી નથી વેચતા, પરંતુ ફિક્સ ભાવમાં જ મળે છે.

ભારતનો આભાર

ભારત સરકાર દ્વારા આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે સેટેલાઇટ સ્પેક્ટ્રમને એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિએ જ ફાળવવામાં આવશે. આ નિર્ણય બાદ મસ્કે X પર પોસ્ટ કરી કે ‘ઘણો આભાર. સ્ટારલિંક દ્વારા અમે ભારતના લોકોને સારી સેવા પૂરી પાડવાના પ્રયાસમાં છીએ.’

આ પણ વાંચો: સેમસંગની નવી યોજના: મોબાઇલમાં હવે સેટિંગ્સ એપ્લિકેશન જોવા નહીં મળે એવી ચર્ચા, એની જગ્યા લેશે AI

માર્કેટ પર અસર

આ નિર્ણયને કારણે સ્ટારલિંક ભારતમાં આવવાના ચાન્સ વધી ગયા છે. આથી જિયોને જોરદાર ટક્કર આપનારી કંપની આવી રહી હોવાથી યુઝર્સને ઇન્ટરનેટ સર્વિસ સસ્તી મળવાની શક્યતા છે. જિયો દ્વારા હાલમાં જ ઇન્ટરનેટના ભાવ વધારવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં તેમાં ફરી ઘટાડો જોવા મળે એવી આશા છે.


Google NewsGoogle News