ઈલોન મસ્કે કર્યું સૌથી મોટા ફીચરની જાહેરાત, 'X' પર હવે કરી શકશો ઓડિયો-વીડિયો કૉલ
- જેમણે X બ્લૂને સબ્સક્રાઈબ કર્યું છે તે જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે
Image Source: Twitter
લાંબા સમય રાહ જોયા બાદ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટું ફીચર લોન્ચ કર્યું છે. લાંબા સમયથી આ ફીચરની રાહ જોવાઈ રહી હતી. ઘણા મહિનાથી X પર ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું અને હવે તેને Android યુઝર્સ માટે જારી કરવામાં આવી રહ્યું છે.
એક અહેવાલ પ્રમાણે X એ ધીમે-ધીમે Android યુઝર્સ માટે ઓડિયો અને વીડિયો કોલ ફીચર જારી કરવાનું શરૂ કરી દીધુ છે. કેટલાક યુઝર્સને આ નવા ફીચરનું અપડેટ મળી ચૂક્યુ છે અને કેટલાક યુઝર્સને આગામી થોડા દિવસોમાં મળી જશે.
જો તમે પણ X યુઝર્સ છો અને આ ફીચર ઈચ્છો છો તો પોતાની એપને અપડેટ કરવી. જોકે, આ નવા ફીચર સાથે એક મોટી સમસ્યા એ છે કે, તે માટે X ના પ્રીમિયમ યુઝર્સ માટે જ છે એટલે કે, જેમણે X બ્લૂને સબ્સક્રાઈબ કર્યું છે તે જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.
X પર ઓડિયો અને વીડિયો કોલ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પોતાની એપ અપડેટ કરવી. ત્યારબાદ સેટિંગમાં પ્રાઈવેસી અને સેફ્ટીમાં જઈને ડાયરેક્ટ મેસેજિંગ એપ (Settings > Privacy and Safety > Direct Messages) ફીચર ઓન કરવું. કોલિંગના ત્રણ ઓપ્શન મળશે કે, કોણ તમને કોલ કરી શકે અને કોણ નહીં. તેના માટે ત્રણ ઓપ્શન કોન્ટેક્ટ લિસ્ટ, ફોલોઅર્સ અને વેરિફાઈડ મળશે.