મસ્ક પર લાગ્યો ચીટિંગનો આરોપ, ગેમ રમવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનો આરોપ
Elon Musk Accused of Cheating: ઇલોન મસ્ક પર હાલમાં જ ચીટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પર ચીટિંગનો આરોપ લાગે, ત્યારે એ માનવામાં આવી શકે એવી વાત નથી હોતી. પરંતુ અહીં વાત પૈસાની કે પછી પ્રેમમાં ચીટિંગની નથી. વાત અહીં એક એવી વસ્તુની છે જે દુનિયાના સૌથી પૈસાદાર અને સૌથી વધુ કામ કરતો વ્યક્તિ એ માટે સમય કાઢે એ થોડી નવાઈની વાત છે.
ચીટિંગનો આરોપ
ઇલોન મસ્ક હાલમાં જ ‘પાથ ઓફ એક્સાઇલ 2’ ગેમ રમતા હતા. આ ગેમ રમતી વખતે, તેને વીડિયો ગેમના સર્વર પરથી કાઢી નાખવામાં આવ્યા હતા. તે ગેમમાં ચીટિંગ કરી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. ઇલોન મસ્ક આ સાથે જ અન્ય એક ગેમ ‘ડાયબ્લો 4’ રમી રહ્યા હતા. આ ગેમના લીડરબોર્ડ પર ઇલોન મસ્ક ટોપ પર આવ્યા હતા, તેથી તેને અન્ય ગેમમાંથી કાઢી નાખવામાં આવ્યા.
દુનિયાના ટોપ 20માં સ્થાન
ઇલોન મસ્ક ડાયબ્લો 4 રમી રહ્યા હતા ત્યારે તેમના ખૂબ જ પોઇન્ટ્સ હતા. આ ગેમ દુનિયામાં 60 લાખથી વધુ લોકો રમી રહ્યાં છે અને એ તમામમાંથી ઇલોન ટોપ 20માં હતા. ઇલોન મસ્કે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે નવેમ્બરમાં બે મિનિટની અંદર 150 પોઇન્ટ્સ કલેક્ટ કર્યા હતા.
કેમ ચીટિંગનો આરોપ લાગ્યો?
ડાયબ્લો 4 બાદ ઇલોન મસ્કે પાથ ઓફ એક્સાઇલ 2 રમવાનું શરૂ કર્યું હતું. આ ગેમ રમતા જ એવા મેસેજ આવ્યા કે તેમને સર્વર પરથી કાઢવામાં આવે છે કારણ કે, તમે એક જ સેકન્ડમાં ઘણી બધી એક્શન કરી રહ્યા છો. મસ્કે કહ્યું હતું કે ‘હું ગેમ રમવા માટે કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ નહોતો કરતો. એક મિનિટમાં અમુક ક્લિકથી વધુ ક્લિક થતી હોવાના કારણે મને ગેમમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.’
આ વિશે મજાકમાં ઇલોન મસ્કે કહ્યું હતું કે "એક સેકન્ડમાં તમે એક કરતાં વધુ ક્લિક કરો તો તમને તરત બેન કરવામાં આવી શકે છે."
આ પણ વાંચો: ફોલ્ડેબલ આઇફોન અને આઇપેડ પર કામ કરી રહ્યું છે એપલ: 2026માં કરી શકે છે લોન્ચ
X કરશે નવી પહેલ?
પહેલા ટ્વિટર તરીકે જાણીતું X હવે ગેમ પણ બનાવશે એવા એંધાણ છે. ઇલોન મસ્કે જે ગેમ રમી રહ્યા હતા, તેમાં ટોપ 20માં ફક્ત બે અમેરિકન હતા અને બાકીના એશિયન પ્લેયર્સ હતા. ઇલોન મસ્ક દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું છે કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે ગેમ ઇન્ડસ્ટ્રીને ચેલેન્જ કરવા માટે તૈયાર છે. તે ફરીથી ગેમ્સને દરેક લોકો માટે રમવા લાયક બનાવવા માગે છે.