પેટ્રોલ, ડીઝલ નહીં પણ EV પર્યાવરણ માટે વધુ ખતરનાક, અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ, ડીઝલ નહીં પણ EV પર્યાવરણ માટે વધુ ખતરનાક, અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો 1 - image

image : Envato 



Electric vehicles Particle Pollution: ઉત્સર્જન ડેટા (emissions data) નું વિશ્લેષણ કરતી કંપની એમિશન એનાલિટિક્સ દ્વારા તાજેતરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં વધુ કણોનું પ્રદૂષણ (Particle Pollution) ફેલાવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ઈલેક્ટ્રિક વાહનો (EV) ના  બ્રેક્સ અને ટાયર 1,850 ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે.

અભ્યાસ શું કહે છે?

જેમ જેમ લોકોની ક્લાઈમેટ ચેન્જને લઇને ચિંતા વધી રહી છે તેમ તેમ પર્યાવરણને અનુકૂળ પરિવહનના વિકલ્પોમાં પણ લોકોનો રસ વધી રહ્યો છે. ઘણા લોકો એવું માને છે કે પરંપરાગત પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર્યાવરણ માટે વધુ સારા હોય છે, કારણ કે તે ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. જો કે, ઉત્સર્જન ડેટાનું વિશ્લેષણ કરતી કંપની એમિશન એનાલિટિક્સનો તાજેતરનો અભ્યાસ આ ધારણાને ખોટી સાબિત કરે છે. વોલ સ્ટ્રીટ જર્નલ ઓપ-એડમાં પ્રકાશિત અભ્યાસ ઈલેક્ટ્રિક અને ગેસોલિનથી ચાલતી બંને કારમાં બ્રેક અને ટાયરને કારણે થતા કણોના પ્રદૂષણની સમસ્યા તરફ ધ્યાન દોરે છે.

આ કારણ જણાવ્યું 

અભ્યાસના મુખ્ય તારણ એ છે કે EVs તેના ભારે વજનને કારણે, કાર્યક્ષમ એક્ઝોસ્ટ ફિલ્ટરવાળા આધુનિક ગેસ સંચાલિત વાહનોની તુલનાએ બ્રેક અને ટાયરમાંથી વધારે માત્રામાં હાનિકારક કેમિકલ છોડે છે. અભ્યાસમાં દાવો કરાયો છે કે આ હાનિકારક કેમિકલ પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોની તુલનાએ ઈવીમાં 1850 ગણું વધારે મુક્ત થાય છે. ટાયરનો ઘસારો પણ ચિંતા વધારે છે. એમિશન એનાલિટિક્સના અહેવાલ અનુસાર EVsનું ભારે વજન ટાયરને નુકસાન પહોંચાડે છે જેના લીધે હાનિકારક રાસાયણિક કણો હવામાં ફેલાય છે. એવું એટલા માટે કેમ કે મોટાભાગના ટાયર ક્રૂડ ઓઈલમાંથીમ ળી આવતા સિંથેટિક રબરમાંથી બને છે. 

બેટરી ઉપર પણ અભ્યાસ કરાયો 

અભ્યાસ બેટરીના વજન ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક વાહનોમાં સામાન્ય રીતે પરંપરાગત ગેસોલિન એન્જિન કરતાં વજનમાં ભારે બેટરી હોય છે. આ વધારાનું વજન બ્રેક્સ અને ટાયર પર ભારણ વધારે છે, જેનાથી નુકસાન વધી જાય છે. રિપોર્ટમાં ટેસ્લા મોડલ વાય અને ફોર્ડ એફ-150 લાઈટનિંગના ઉદાહરણો અપાયા હતા. બંનેની બેટરીનું વજન આશરે 1,800 પાઉન્ડ છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અડધા ટન જેટલું વજન ધરાવતી બેટરીવાળા ઈલેક્ટ્રિક વાહનોના ઘસારાથી ઉત્સર્જન આધુનિક ગેસોલીન કારથી નીકળતા ઉત્સર્જનથી 400 ગણું વધારે હોઈ શકે છે. 

પેટ્રોલ, ડીઝલ નહીં પણ EV પર્યાવરણ માટે વધુ ખતરનાક, અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો 2 - image


Google NewsGoogle News