Get The App

James Webbનો કમાલ! અવકાશમાં દેખાઈ 'આઈન્સ્ટાઈન રિંગ', જેમાં 6500 કરોડ સૂર્ય સમાઈ શકે

આ રીંગની ગુરુત્વાકર્ષણ શક્તિ ખૂબ જ વધારે

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
James Webbનો કમાલ! અવકાશમાં દેખાઈ 'આઈન્સ્ટાઈન રિંગ', જેમાં 6500 કરોડ સૂર્ય સમાઈ શકે 1 - image


Einstein ring image : અવકાશમાં 2100 કરોડ પ્રકાશવર્ષ દૂર એક ગાઢ આકાશગંગા છે. તેની ચારેકોર વિકૃત પ્રક્શીય વલયો છે. ટ્વિસ્ટેડ એટલે છે કારણ કે તે હંમેશા સમાન આકારમાં રહેતું નથી. ફરતી-ફરતી તૂટતી રહે છે. તેથી જ તેને 'આઈન્સ્ટાઈન રિંગ' પણ કહેવામાં આવે છે. આ એક રહસ્યમય આકાશગંગા છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપે પાડી તસવીરો 

તાજેતરમાં જ NASAના જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ (James Webb Space Telescope)એ તેની તસવીર લીધી હતી. પહેલી આટલી દૂર આવેલી આઈન્સ્ટાઈન રિંગની આટલી ક્લીયર તસવીર પાડવામાં આવી છે. તેને આઈન્સ્ટાઈન રિંગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ફેઈ વખત તેની શોધ અલબર્ટ આઈન્સ્ટાઈન દ્વારા કરવામાં આવી હતી.

James Webbનો કમાલ! અવકાશમાં દેખાઈ 'આઈન્સ્ટાઈન રિંગ', જેમાં 6500 કરોડ સૂર્ય સમાઈ શકે 2 - image

રીંગની ગુરુત્વાકર્ષણ શક્તિ ખૂબ જ વધારે 

આ એક ખૂબ જ દુર્લભ નજરો છે. આ રીંગની ગુરુત્વાકર્ષણ શક્તિ ખૂબ જ વધારે છે. જેના કારણે તેને ગ્રેવિટેશનલી લેન્સ્ડ ઓબ્જેક્ટ પણ કહેવામાં આવે છે. આ નજરો ત્યારે બને છે જયારે શક્તિશાળી આકાશગંગા અથવા બ્લેક હોલ પોતાની આસપાસના સ્પેસ ટાઇમને બાંધી લે છે. ત્યાંથી નીકળતો પ્રકાશ ચારેબાજુ વર્તુળ જેવો આકાર બનાવે છે.   

નજીક આવતી તમામ વસ્તુઓને ખેંચીલે છે આ રીંગ

આ રિંગ્સ તેમની આસપાસની અન્ય આકાશગંગાઓ, સુપરનોવા અથવા નજીકમાંથી પસાર થતી કોઈપણ વસ્તુને ખેંચીલે છે અથવા તે તેની પાસેથી ત્રાંસુ થઇને પસાર થાય છે. કારણ કે આ રિંગની ગુરુત્વાકર્ષણ એટલી શક્તિશાળી છે કે નજીકથી પસાર થતી વસ્તુનો આકાર બદલાઈ જાય છે. 

James Webbનો કમાલ! અવકાશમાં દેખાઈ 'આઈન્સ્ટાઈન રિંગ', જેમાં 6500 કરોડ સૂર્ય સમાઈ શકે 3 - image

અત્યાર સુધીમાં 5 લાખથી વધુ આકાશગંગાની શોધ 

હાલમાં જ  એક જગ્યા એ આ ફોટો સંબંધિત અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં રિંગ્સને લઇ આ વાતને સ્વીકારવામાં આવી હતી. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ આકાશગંગાની શોધ કરી છે. ઉપરાંત તેને તેમના નકશાઓ પણ બનાવ્યા છે. જેને કોસ્મોસ વેબ સર્વે કહે છે.

અત્યાર સુધીની સૌથી દૂર શોધાયેલી ગેલેક્સી 

આઈન્સ્ટાઈન રીંગ પૃથ્વીથી 1700 કરોડ પ્રકાશવર્ષ દૂર છે. જ્યારે તેની ગેલેક્સી 400 કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલી છે. અત્યાર સુધી અંતરિક્ષમાં જો કોઈ દૂરની વસ્તુ મળી હોય તો તે 1470 કરોડ પ્રકાશવર્ષના અંતરે હતી. જ્યારે બ્રહ્માંડની ઉંમર 1370 કરોડ વર્ષ માનવામાં આવે છે. બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. આ આઈન્સ્ટાઈન રીંગનું વજન આપણા સૂર્ય જેવા 6500 કરોડ સૂર્ય ભેગા થાય એટલું છે.  


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News