Get The App

આજથી ધરતીથી દેખાશે બે ચંદ્ર! મિની મૂન બે મહિના સુધી કરશે ભ્રમણ, જાણો કેવી રીતે જોઈ શકશો

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
આજથી ધરતીથી દેખાશે બે ચંદ્ર! મિની મૂન બે મહિના સુધી કરશે ભ્રમણ, જાણો કેવી રીતે જોઈ શકશો 1 - image

New Mini Moon 2024 PT5 : તમે બધાએ અવકાશમાં ચંદ્રને તો જોયો જ હશે, પરંતુ હવે ટૂંક સમયમાં પૃથ્વીને બીજો નવો ચંદ્ર મળવા જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ તેને 2024 PT5 નામ આપ્યું છે. જો કે તે ચંદ્રની જેમ પૃથ્વી સાથે કાયમ રહેશે નહીં. આ એસ્ટરોઇડ એક મીની ચંદ્ર હશે, જે લગભગ બે મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. અને તે પછી તે તેના મૂળ ગુરુત્વાકર્ષણ પર પાછો ફરી જશે. નાસાએ આ એસ્ટરોઇડ પૃથ્વી પરથી ક્યારે દેખાશે તે અંગે માહિતી આપી છે.

'મિની મૂન'

કેટલાક લોકો આ નવા ચંદ્રને 'મિની મૂન' નામ આપી રહ્યા છે. જો કે, ખગોળશાસ્ત્રીઓએ તેને 2024 PT5 નામ આપ્યું છે. હકીકતમાં તે અત્યાર સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં હતું નહી. પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણે તેને પોતાની તરફ ખેંચયુ છે. જેમ લોકો સંમોહન તરફ ખેંચાય છે, તેજ રીતે આ પૃથ્વી તરફ ખેંચાતું આવી રહ્યું છે. તે 29 સપ્ટેમ્બરથી પૃથ્વીની આસપાસ ફરવાનું શરૂ કરશે અને 56 દિવસ 25મી નવેમ્બર સુધી પૃથ્વી સાથે રહેશે. 

એસ્ટરોઇડ 2024 PT5 શું છે?

આ વર્ષે 7 ઓગસ્ટના રોજ 2024 PT5 નાસાની નજરમાં આવ્યો હતો. તે અર્જુન એસ્ટરોઇડ પટ્ટામાંથી નીકળે છે. તે પૃથ્વી જેવા ખડકો ધરાવે છે. તે લગભગ 33 ફૂટ પહોળું છે. પરંતુ તે પૃથ્વીની આસપાસ એક સંપૂર્ણ ચક્કર નહીં લગાવે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તે આગળ વધે તે પહેલાં તેની ભ્રમણકક્ષામાં થોડો ફેરફાર થશે. તેની ઝડપ લગભગ 3,540 કિલોમીટર/કલાક છે.

તેનું કદ અને આકાર કેવો હશે?

સૌપ્રથમ ખગોળશાસ્ત્રીઓએ તેને 7 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાની એક લેબોરેટરીમાં પૃથ્વી તરફ આવતા જોયો હતો. આ એક નાનકડો ચંદ્ર છે. જેને એસ્ટરોઇડ પણ કહેવામાં આવી રહ્યો છે. તેને "અર્જુન એસ્ટરોઇડ" તરીકે ઓળખવામાં આવે છે. તેનું કદ એક મોટા ઓરડા જેટલું એટલે કે લગભગ 11 મીટર અથવા 37 ફૂટ જેટલું હોવાનું કહેવાય રહ્યું છે. તેનો આકાર ઘોડાની નાળ જેવું હશે. જો કે, તેનું સંપૂર્ણ કદ જ્યારે તે પૃથ્વીના સંપર્કમાં આવશે ત્યારે ખબર પડશે. આ પછી તે સૂર્યની ભ્રમણકક્ષામાં પરત ફરી જશે. જેને હેલીયો સેન્ટ્રીક ઓર્બીટ કહેવામાં આવે છે.

શું તેણે નરી આંખે જોઈ શકાય છે?

આ નવા ચંદ્રને તમે નરી આંખે જોઈ શકશો નહી. તે ખૂબ જ નાનો છે. અને અગ્નિકૃત ખડકોનો બનેલો છે. તેને આ ઘરેલું ટેલિસ્કોપથી જોવો પણ મુશ્કેલ છે. તેણે જોવા માટે ખગોળીય સાધનોની જરૂર પદે છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ફક્ત વ્યાવસાયિક ટેલિસ્કોપ દ્વારા જ તેને જોઈ શકાય છે. નાસાના જણાવ્યા અનુસાર, આ એસ્ટરોઇડની તસવીરો 29 સપ્ટેમ્બરે બપોરે 3.54 વાગ્યે (અમેરિકાનો સ્થાનિક સમય)થી મળવાની શરૂ થશે અને 25 નવેમ્બરે રાત્રે 11.43 વાગ્યા સુધી તને જોઈ શકાશે.

આવું પહેલીવાર નથી થઈ રહ્યું

પૃથ્વી પર બે ચંદ્ર હોય તેવું આ પહેલીવાર નથી બની રહુય. અગાઉ આવી જ ઘટના 1981 અને 2022 માં એસ્ટરોઇડ 2022 NX1 સાથે જોવા મળી હતી. અને ફરીથી હવે 2051માં  દેખાશે.


Google NewsGoogle News