અવકાશમાં વિજ્ઞાનની અનોખી શોધ, મળી આવ્યો નવો ગ્રહ, પૃથ્વી કરતાં બમણી ઘનતા અને આયર્નથી ભરપૂર

Gliese 367B નામનો અલ્ટ્રાશોર્ટ પિરિયડ ગ્રહ શોધાયો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News


અવકાશમાં વિજ્ઞાનની અનોખી શોધ, મળી આવ્યો નવો ગ્રહ, પૃથ્વી કરતાં બમણી ઘનતા અને આયર્નથી ભરપૂર 1 - image

અવકાશમાં દિવસેને દિવસે અવનવી શોધો થતી રહે છે. તાજેતરમાં જ એક ગ્રહની શોધ કરવામાં આવી છે જે સંપૂર્ણ રીતે લોખંડથી બનેલો હોવાનું માનવામાં આવે છે. આ ગ્રહનું કદ લગભગ પૃથ્વી જેટલું છે. તેનું નામ Gliese 367B છે. તે અલ્ટ્રાશોર્ટ પીરિયડ (USP) ગ્રહ છે.

શું છે અલ્ટ્રાશોર્ટ પિરિયડ ગ્રહ?

અલ્ટ્રાશોર્ટ પિરિયડ ગ્રહ એટલે કે તે તેના સૂર્ય એટલે કે તારાની આસપાસ માત્ર 7.7 કલાકમાં એક પરિભ્રમણ કરે છે. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં 5 હજારથી વધુ એક્સોપ્લેનેટ શોધી કાઢ્યા છે. જેમાંથી 200 અલ્ટ્રાશોર્ટ પીરિયડ ગ્રહો છે. Gliese 367B ફક્ત આને કારણે જ નહીં અનોખો નથી પરંતુ તે પૃથ્વી કરતાં બમણી ઘનતા ધરાવતો ગ્રહ છે.

આ ગ્રહમાં આયર્નની મોટી માત્રા

આ ગ્રહ આયર્નની મોટી માત્રા છે જેના લીધે એવું માનવામાં આવે છે કે તે શુદ્ધ આયર્નના જથ્થાથી ભરેલો હોય શકે છે. તેને તાહાયના નામથી પણ બોલાવવામાં આવે છે. આ શોધવા માટે, TESS એટલે કે ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) ની મદદ લેવામાં આવી હતી. આ અંગેની માહિતી ઘ એસ્ટ્રોફિજિકલ જનરલના એક નવા અભ્યાસમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

તેના માપન માટે HARPS સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કરાયો 

વૈજ્ઞાનિકોએ આ ગ્રહના સમૂહ અને ત્રિજ્યાને માપવા માટે હાઈ-એક્યુરેસી રેડિયલ વેલોસિટી પ્લેનેટ સર્ચર (HARPS) સ્પેક્ટ્રોગ્રાફની મદદ લીધી. પછી ખબર પડી કે, ગ્લોબ પૃથ્વીના કદના 72 ટકા છે. તેનો અર્થ એ કે તે થોડો નાનો છે. તેનું વજન પૃથ્વીના વજનના 55 ટકા છે. પરંતુ તેની ઘનતા બે ગણી વધારે છે. 

તમામ સુપર-મર્ક્યુરિયન્સમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ

Gliese 367 B એ અત્યાર સુધી મળેલા તમામ સુપર-મર્ક્યુરિયન્સમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ છે. આ સિવાય વધુ બે ગ્રહો તેના તારાની આસપાસ ફરે છે. જેમના નામ Gliese 367 C અને D છે. તેઓ 11.4 અને 34 દિવસમાં તેના તારાની આસપાસ ફરે છે. તેમનું વજન Gliese 367B કરતા ઓછું છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News