રિસર્ચમાં થયો ખુલાસો: ધરતીની ગતિ ધીમી પડી, તો શું નહીં થાય દિવસ-રાત, આ મુસીબત માટે કોણ જવાબદાર?

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
earth


Climate Change: એક રિસર્ચ અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વીનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જેના કારણે પૃથ્વીની તેની ધરી પર પરિભ્રમણની ગતિ પણ બદલાઈ ગઈ છે. તેમજ ક્લાઈમેટ ચેન્જની અસર હવે પૃથ્વીના કેન્દ્ર સુધી પહુંચી ગઈ છે. 

પૃથ્વી પર એક દિવસમાં અંદાજે 86,400 સેકન્ડ હોય છે. પરંતુ ચોક્કસ ગણતરીઓ કરી શકાતી નથી. કારણ કે પૃથ્વીનું દરેક પરિભ્રમણ અમુક મિલીસેકન્ડથી બદલાય છે. આ ટેક્ટોનિક પ્લેટોમાં હલનચલન, પૃથ્વીના કોર અને ચંદ્ર સાથેના ગુરુત્વાકર્ષણના ખેંચાણ તેમજ ક્લાઈમેટ ચેન્જના કારણે છે. 

ક્લાઈમેટ ચેન્જના કારણે દિવસના સમયમાં ફેરફાર 

માનવીના કારણે થતા ક્લાઈમેટ ચેન્જના લીધે પૃથ્વી પરના દિવસના સમયમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. જો આ ફેરફારની વાત કરીએ તો દિવસ લાંબો થઈ રહ્યો છે. આ ક્લાઈમેટ ચેન્જના કારણે આવેલી આ અસરનું પરિણામ આગામી કેટલાક વર્ષોમાં સ્પષ્ટપણે જોવા મળશે. 

પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાક દાયકાઓમાં પૃથ્વીના ધ્રુવીયપ્રદેશોમાં ખાસ કરીને ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં બરફ પીગળવાનો દર વધ્યો છે. જેથી દરિયાની સપાટી પણ ઉંચી આવી રહી છે. ધરતી પર જે પણ વધારાનું પાણી આવી રહ્યું છે તે વિષુવવૃત્ત રેખાની આસપાસ એકઠું થઈ રહ્યું છે. જેનાથી પૃથ્વી પરના મહાસાગર મોટા થતા જાય છે અને તેનું સંતુલન ઓછું થઇ જાય છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કરવામાં આવ્યું રિસર્ચ

પૃથ્વી પર પાણી વધવાથી તેની ગતિ પર અસર પડે છે અને તે ઘટતી જાય છે. આથી પૃથ્વીની ગતિ ઘટતા દિવસ લાંબો થતો જાય છે. PNAS જર્નલમાં પ્રકાશિત આ બાબતમાં વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીના બધા ડેટાનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લીધો છે. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે પૃથ્વીના પરિભ્રમણનો સમય સતત વધતો રહે છે. એક દિવસ એવો આવશે કે પૃથ્વી પરિભ્રમણ કરવાનું બંધ કરી દેશે અને લોકોના સૂવા અને જાગવાનો સમય પણ બદલાશે.

આ પણ વાંચો: NASA હવે ચંદ્ર પર નહીં મોકલે 'રોવર', જાણો આખરે કેમ કેન્સલ કરવામાં આવ્યું આ મિશન

છેલ્લા ત્રણ દાયકાથી પૃથ્વીની ગતિ ધીમી પડી રહી છે

એક અહેવાલ મુજબ, વધતી ગરમીને કારણે, ગ્લેશિયર્સ પીગળવાથી પૃથ્વીના વિષુવવૃત્તની નજીક વધુ પાણી એકઠું થઈ રહ્યું છે. જેની અસર પૃથ્વીની ગતિ પર પડી રહી છે અને તેથી પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરી શકતી નથી. પૃથ્વીના મેગ્નેટિક પોલ પર પણ અસર થઈ રહી છે. જેથી છેલા ત્રણ દાયકાથી પૃથ્વીની ગતિ ધીમી પડી રહી છે.

રિસર્ચમાં થયો ખુલાસો: ધરતીની ગતિ ધીમી પડી, તો શું નહીં થાય દિવસ-રાત, આ મુસીબત માટે કોણ જવાબદાર? 2 - image


Google NewsGoogle News