Get The App

પૃથ્વી અને મંગળ વચ્ચે 24 લાખ વર્ષ જૂના સંબંધ, ક્લાઈમેટને કરે છે અસર, રિસર્ચમાં થયો ઘટસ્ફોટ

સંશોધન માટે સમુદ્રના તળિયા પર કરવામાં આવ્યાં 370 કાણાં

બે ગ્રહોની વચ્ચે થતી આ ક્રિયાને ‘રેઝોનન્સ’ કહેવામાં આવે છે.

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
પૃથ્વી અને મંગળ વચ્ચે 24 લાખ વર્ષ જૂના સંબંધ, ક્લાઈમેટને કરે છે અસર, રિસર્ચમાં થયો ઘટસ્ફોટ 1 - image
Image Envato 

Connection Between Mars And Earth Revealed : આપણી પૃથ્વી અને મંગળ વચ્ચે ભલે 140 મિલિયન માઈલનું અંતર હોય, પરંતુ વિજ્ઞાનીઓએ આ બંને ગ્રહો વચ્ચેનું ખાસ કનેક્શન શોધી કાઢ્યું છે. યૂનિવર્સિટી ઓફ સિડનીના સંશોધકોએ આપણા ગ્રહના ઊંડા સમુદ્રોમાં ચાલી રહેલા 24 લાખ વર્ષ જૂના વિશાળ વમળના ચક્રને શોધી કાઢ્યું છે.

ધરતીને દર કેટલાક કરોડ વર્ષેમાં સુર્યની નજીક ખેચે છે

સંશોધકોનું કહેવું છે કે, આ ચક્ર 4 કરોડ વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. આ પાણીની અંદર સર્કુલેશનનું કનેક્શન ધરતી અને મંગળ વચ્ચે થતાં ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા સાથે જોડાયેલું છે. આ ગ્રહ આપણી ધરતીને દર કેટલાક કરોડ વર્ષેમાં સુર્યની નજીક ખેચે છે.

સંશોધન માટે સમુદ્રના તળિયા પર કરવામાં આવ્યા 370 કાણાં

આ બંને ગ્રહો વચ્ચેનો તાલમેલ ધરતીના વાતાવરણને અસર કરે છે. આ શોધમાં સંશોધકોને જાણવા મળ્યું કે આ સાયકલ દરમિયાન સૌર ઊર્જામાં વધારો થયો છે અને હવામાનમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ધરતી અને મંગળનું કનેક્શન શોધવા માટે સંશોધકોએ ધરતી પરના વિવિધ સમુદ્રોમાં ઊંડા 370 કાણાં પાડ્યા હતા. 

સમુદ્રના તળિયાના સેમ્પલમાં સામે આવી આ માહિતી

સમુદ્રના તળિયા પરના કાંપનું વિશ્લેષણ કરવા માટે લેવામાં આવેલા કેટલાક સેમ્પલના ચક્રોને નબળા અને મજબૂત હોવાનું જોવા મળ્યું. તેનાથી સંકેત મળે છે કે, ઊંડાઈમાં કેટલું જોરદાર સર્કુલેશન ચાલી રહ્યું છે. આ જોતા સંશોધક ડૉ. એડ્રિયાનાએ કહ્યું કે, અમને આ જોઈને ઘણો આશ્ચર્ય થયો. 

આ ક્રિયાને ‘રેઝોનન્સ’ કહેવામાં આવે છે

તેમણે કહ્યું કે, તેને સમજાવવા માટે માત્ર એક જ રસ્તો છે, આ સૂર્યની આસપાસ ફરતા મંગળ અને પૃથ્વી વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ચક્ર સાથે જોડાયેલા છે.  બે ગ્રહોની વચ્ચે થતી આ ક્રિયાને ‘રેઝોનન્સ’ કહેવામાં આવે છે. તેનો મતલબ એ થયો કે, સૂર્યની પરિક્રમા કરતી બે વસ્તુઓ ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરતાં એકબીજા તરફ ખેંચાય છે.

કોઈ ગ્રહ સાથે કનેક્શન હોય તેવું પહેલીવાર જાણવા મળ્યું

તમને જણાવી દઈએ કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે જ દરિયામાં ભરતી અને ઓટ આવે છે, પરંતુ આ સંશોધનમાં પહેલીવાર જાણવા મળ્યું કે કોઈ ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ પણ ધરતીને અસર કરી રહ્યું છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ શોધ કેટલાય રહસ્યોને ઉકેલવામાં મદદ કરશે. સંશોધકોના જણાવ્યા અનુસાર પ્રાચીન સમયમાં સમુદ્રો ગરમ થવા પાછળ આ વમળોની મહત્ત્વની ભૂમિકા હતી.


Google NewsGoogle News