Get The App

દુનિયાના સૌથી મોટા 'લાલ રણ'નું રહસ્ય ઉકેલાયું, 13000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું

આ રણ સહારા મરુથલનો એક ભાગ છે અને આફ્રિકાના મોરક્કોમાં આવેલું છે

આ રણ લગભગ 100 મીટર ઊંચું અને 700 મીટર પહોળું છે

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
દુનિયાના સૌથી મોટા 'લાલ રણ'નું રહસ્ય ઉકેલાયું, 13000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું 1 - image
Image Twitter 

Earth Largest Desert Mystery Solved By Scientists: વિજ્ઞાનીઓએ દુનિયાના સૌથી મોટા ‘લાલ રણ’ નું રહસ્ય ઉકેલી કાઢ્યું છે. તેની ઉંમરને લઈને ચોકાવનારી માહિતી સામે આવી છે. આ રણ સહારા મરુથલનો એક ભાગ છે અને આફ્રિકાના મોરક્કોમાં છે. મોરેક્કોમાં તેને લાલા લલિયાની ટેકરી પણ કહેવામાં આવે છે.  

આ રણ આશરે 13 હજાર વર્ષ પહેલા બન્યું હતું

પૃથ્વીના આ સૌથી મોટા અને જટિલ રણની ઉંમરની ગણતરી વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવી છે. આ રણ લગભગ 100 મીટર ઊંચું અને 700 મીટર પહોળું છે. તેની ઉંમર વિશે વિજ્ઞાનીઓનું કહેવું કે, આ રણ આશરે 13 હજાર વર્ષ પહેલા બન્યું હોવુ જોઈએ. શરુઆતના 8 હજાર વર્ષમાં આ એકસરખુ જ હતું, પરંતુ તે પછી તેનો આકાર ઝડપથી વધવા લાગ્યો હતો.  

વિપરીત પવનના કારણે બને છે રણ

એબરિસ્ટવિથ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જ્યોક ડુલર અને બિર્કબેક વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ચાર્લ્સ બ્રિસ્ટો બંને સાથે મળીને આ સંશોધન કર્યું હતું. સંશોધનના અહેવાલ પ્રમાણે રણનું નામ 'લાલા લલિયા' તેના આકારને જોઈને રાખવામાં આવ્યું હતું. આ રીતે રણ આફ્રિકા, એશિયા અને ઉત્તરી અમેરિકા સિવાય મંગળ ગ્રહ પર પણ આ પ્રકારના રણ જોવા મળે છે.  

આ રણ દર વર્ષે લગભગ 50 સેન્ટિમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે

આ રણનું નિર્માણ દિશા બદલતી હવાઓના કારણે થાય છે. લાલા લલિયાએ મોરક્કોની સ્થાનિક ભાષામાં સર્વોચ્ચ પવિત્ર બિંદુ કહેવામાં આવે છે. સંશોધનમાં જાણવા મળ્યું કે, આ રણ દર વર્ષે લગભગ 50 સેન્ટિમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. વિજ્ઞાનીઓએ તેની ઉંમર જાણવા માટે લ્યુમિનેસેન્સ ડેટિંગ નામની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. 



Google NewsGoogle News