પૃથ્વી પર મળ્યો 8મો ખંડ 'ઝીલેન્ડિયા', 375 વર્ષોના ઈન્તેજારનો અંત, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો

વૈજ્ઞાનિકોએ તેમની રિસર્ચમાં નોંધ્યું કે આ 8મો ખંડ 49 લાખ ચો.કિ.મી.માં ફેલાયેલો છે

એક્સપર્ટની માનીએ તો આ ખંડનો 94 ટકા હિસ્સો પાણીમાં ડૂબેલો છે, માત્ર 6 ટકા હિસ્સો જ જમીન પર છે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
પૃથ્વી પર મળ્યો 8મો ખંડ 'ઝીલેન્ડિયા', 375 વર્ષોના ઈન્તેજારનો અંત, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો 1 - image

જો માનવી એવું વિચારે છે કે તેમણે પૃથ્વી (earth) ના દરેક ખૂણાં વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આ પૃથ્વી પર કોઈ વસ્તુ નથી રહી જે તેમનાથી છુપાયેલી હોય તો તે ખોટાં છે. આજે પણ આ પૃથ્વી પર ઘણું બધું છે શોધવા માટે (science News). તાજેતરમાં જ તેનું ઉદાહરણ જોવા મળ્યું જ્યારે 375 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ વૈજ્ઞાનિકોને ધરતી પર 8મો ખંડ મળી આવ્યો. આ 8મા ખંડ (8th continent) ઝીલેન્ડિયા (Zealandia) તરીકે ઓળખાય છે. આ ખંડ એટલો મોટો છે કે તેમાં નાના-નાના ઘણાં દેશો સમાઈ જશે. ચાલો તમને આ ખંડ વિશે થોડીક માહિતી આપીએ. 

તેની શોધ કેવી રીતે થઈ? 

આ ખંડ વિશે કહેવાય છે કે તે હંમેશાથી છુપાયેલું હતું. 2017 સુધી તો તેના વિશે કોઈને જાણકારી પણ નહોતી. પણ આ વર્ષે જ્યારે અમુક વૈજ્ઞાનિકોએ તેને લઈને વાત કરવાની શરૂઆત કરી તો આખી દુનિયાનું ધ્યાન તેની તરફ આકર્ષાયું. વૈજ્ઞાનિકોએ તેમની રિસર્ચમાં નોંધ્યું કે આ 8મો ખંડ 49 લાખ ચો.કિ.મી..માં  ફેલાયેલો છે. જોકે તેના અસ્તિત્વને લઈને વૈજ્ઞાનિકો કહે છે કે તે આશરે 55 કરોડ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હશે. 

  પૃથ્વી પર મળ્યો 8મો ખંડ 'ઝીલેન્ડિયા', 375 વર્ષોના ઈન્તેજારનો અંત, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો 2 - image

આ ખંડની કહાની શું છે? 

એક્સપર્ટની માનીએ તો આ ખંડનો 94 ટકા હિસ્સો પાણીમાં ડૂબેલો છે. જોકે માત્ર 6 ટકા હિસ્સો જ જમીન પર છે. તે દેખાવમાં ન્યૂઝીલેન્ડ જેવો લાગે છે. આ ખંડને સૌથી ખાસ બનાવે છે તેનું બેઝમેન્ટ, બેસિન અને વોલ્કેનિક રોક. આ ત્રણેય વસ્તુઓ પૃથ્વીના બીજા કોઈ ખંડ પાસે નથી. વૈજ્ઞાનિકો અનુસાર અહીં મળી આવતા પ્રાણીઓ અને જીવ બાકીની દુનિયાથી થોડાક અલગ રહ્યા હશે. એવું એટલા માટે કેમ કે અહીં મળી આવેલા જીવોના શેલ્સ અને છોડના પોલેન સોર્સ મળ્યા છે. આ વસ્તુઓ જણાવે છે કે આ મહાદ્વીપ કેટલો અનોખો અને રહસ્યોથી ભરેલો રહ્યો હશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દુનિયામાં સાત ખંડો ઉપલબ્ધ હતા. જેના વિશે આપણે સાતમા-આઠમા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News