ઇ-કેવાયસી : પેપરલેસ અને ઓફલાઈન .
- ykÄkhÚke R-fuðkÞMkeLke «r¢Þk {kxu nðu fkøk¤Lkk ËMíkkðuòu Ãkh ykÄkh hk¾ðku Ãkzþu Lknª
પાછલાં થોડાં વર્ષોમાં એક મુદ્દો આપણે ત્યાં બહુ ગાજ્યો - આધાર. સૌથી પહેલાં
તો આધાર કાર્ડ મેળવવા આપણે બહુ મોટી કસરત કરવી પડી એનો ખાસ્સો ચણભણાટ થયો. આપણી અગવડના કકળાટમાં, સવા અબજ લોકો માટે આવી, સલામત વ્યવ્સ્થા ઊભી કરવાનું
કામ કેટલું કપરું હતું એ આપણે ભૂલી ગયા.
એ પછી, આધાર માટે આપણે આપેલા ડેટાની
ચિંતા જાગી. એમ થવું સ્વાભાવિક હતું કેમ કે નામ-સરનામા, મોબાઇલ નંબર ઉપરાંત આમાં તો ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનો ડેટા પણ મેળવવામાં
આવ્યો.
એ બધા વિવાદો પછી, હવે આધારથી આપણાં ઘણાં કામ
સહેલાં બન્યાં છે તેનો આપણને આનંદ પણ છે! આધારની મદદથી આપણી ઓળખ સાબિત કરવાનું વધુ
ને વધુ સહેલું બનાવવાના પ્રયાસો સતત થતા રહે છે, જોકે અહીં જે ફેરફારની વાત કરી છે, તેના અમલ માટે બંને પક્ષે
ઉત્સાહ જરૂરી છે.
હાલમાં આપણે કોઈ બેંકમાં આપણા ખાતા માટે કે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં
સિમકાર્ડ મેળવતી વખતે કે અન્ય, ખાસ કરીને નાણા સંંબંધિત
એકાઉન્ટ્સ માટે નો યોર કસ્ટમર (કેવાયસી) તરીકે ઓળખાતી પ્રક્રિયા કરવાની હોય છે.
આમ તો આપણે કોઈ પણ જગ્યાએ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવા માટે પોતાના પાનકાર્ડ
કે પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટની કોપી આપી શકીએ છીએ. પરંતુ આપણી ઓળખ સાબિત કરવા
માટેના, કાગળ પરના કોઈ પણ દસ્તાવેજમાં
બનાવટ થઈ શકે છે. ઉપરાંત આવી કાગળ પરની કોપીની આપલે ઓફલાઇન રહેતી હોવાથી, તેની સહેલાઈથી અને તરત ખરાઈ શકતી નથી. આમ
યૂઝરની ઓળખ સાબિત કરવા માગતી કંપનીએ યૂઝર તરફથી જે દસ્તાવેજ આપવામાં આવે તે
સાચા જ હશે તેવું માની લેવું પડે છે
ઇ-કેવાયસીની નવી વ્યવસ્થા શી છે?
આ પ્રક્રિયા સહેલી બનાવવા માટે આધારનું સંચાલન કરતી યૂનિક આઇડેન્ટિફિકેશન
ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ ઇલેકટ્રોનિક કેવાયસી સર્વિસ લાંબા સમયથી લોન્ચ કરી છે. ઇ-કેવાયસી તરીકે ઓળખાતી આ પદ્ધતિની મદદથી યૂઝર
તરીકે આપણી ઓળખ વધુ ઝડપથી અને ઓછી ખર્ચાળ રીતે સાબિત થઈ હોઈ શકે છે. આ પદ્ધતિમાં
આપણી ફિંગરપ્રિન્ટ મેળવીને તેને આધારના ડેટાબેઝ સાથે સરખાવવામાં આવે છે
પરંતુ આ પદ્ધતિ સંપૂર્ણપણે ઇન્ટરનેટ આધારિત છે એ તેની સૌથી મોટી મર્યાદા છે. આપણે
જ્યાં પોતાની ઓળખ સાબિત કરવા માટે કેવાયસી પ્રક્રિયા કરવાની હોય તે બધી જગ્યાએ
ઇ-કેવાયસી માટેની સવલતો અને વિશ્વાસપાત્ર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન પણ હોય. ઉપાય
તરીકે યુઆઇડીએઆઇએ આધર પેપરલેસ ઓફલાઇન ઇકેવાયસી નામે એક નવી વ્યવસ્થા લોન્ચ કરી છે.
નવી પદ્ધતિના કેવા ફાયદા છે?
આ નવી વ્યવસ્થામાં આપણી પ્રાયવસી, ડેટાની સિક્યોરિટી જળવાઈ રહે
છે તેમ જ કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ તેનો ઉપયોગ કરી શકે છે.
પ્રાઇવસી: કેવાયસી માટેની આ વ્યવસ્થામાં આપણે પોતાનો ડેટા સામેની કંપનીને
આપીએ ત્યારે તે વિશે યુઆઇડીએઆઈને પણ કોઈ જાણ થતી નથી.
આ પદ્ધતિમાં આપણો આધાર નંબર પણ શેર થતો નથી. માત્ર તેનો એક રેફરન્સ આઇડી શેર
થાય છે.
આ પ્રકારના વેરિફિકેશનમાં આપણે પોતાની ફિંગરપ્રિન્ટ કે આંખની કીકીની આઇરિસ
જેવી બાયોમેટ્રિક વિગતો આપવાની જરૂર રહેતી નથી.
આ વ્યવસ્થામાં આપણે ઇચ્છીએ તેટલો જ ડેટા શેર કરી શકીએ છીએ.
સિક્યોરિટી: આપણે જે ડેટા શેર કરીએ તે યુઆઇડીએઆઈ દ્વારા ડિજિટલી સાઇન્ડ હોય
છે. આથી ડેટાની ખરાઈ સાબિત થઈ શકે છે, તેમજ તેની સાથે કોઈ ચેડાં થાય
તો તે પરખાઈ આવે છે.
તમારી આધાર વિગતો કેવી રીતે મેળવશો અને શેર કરશો?
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે એપલ આઇફોનમાં એમઆધાર (mAadhaar, Unique Identification
Authority of India) એપ ડાઉનલોડ કરો, જો પહેલેથી આ એપ ઇન્સ્ટોલ કરી
હોય તો તેને અપડેટ કરી લો.
આ એપ ઘણા ફોનમાં ડાઉનલોડ કરી શકાતી નથી. એવું હોય તો તમે https://resident.uidai.gov.in/offline-kyc
પર જઈને આ પ્રક્રિયા
કરી શકો છો.
એપ/સાઇટ પર તમારા આધારમાં રજિસ્ટર્ડ ફોન નંબરની મદદથી લોગઇન થાઓ અને ફોનમાં
આવેલા ઓટીપીની મદદથી તમારા એકાઉન્ટનું ઓથેન્ટિકેશન કરો.
એપના સ્ક્રીન પર નીચે આપેલી સર્વિસિસ ટેબમાં જાઓ અને તેમાં આધાર સર્વિસિસ હેઠળ પેપરલેસ ઓફલાઇન ઇ-કેવાયસીનો વિકલ્પ શોધી કાઢો.
હવે તમારે પોતાનો આધાર નંબર આપવાનો રહેશે અને સિક્યોરિટી કેપ્ચાની મદદથી તમે
મશીન નહીં પણ માણસ છો એ સાબિત કરવાનું રહેશે. ફરી ઓટીપીની પ્રક્રિયા કરીને પોતાના
જ આધાર નંબર સંબંધિત વિગતો મેળવી રહ્યા છીએ તેની ખરાઈ કરવાની રહેશે.
આ સમયે આપણે જે ફાઇલ ડાઉનલોડ કરી રહ્યા છીએ તેને પાસવર્ડ પ્રોટેક્ટ કરવા માટે
એક પાસકોડ નક્કી કરવાનો રહેશે.
આ રીતે આપણને આધાર એપ/સાઇટ દ્વારા અન્યોને શેર કરવા માટે એક ઝિપ ફાઇલ મળશે.
આપણે વોટ્સએપ કે ઇમેઇલ જેવી કોઈ પણ રીતે આ ઝિપ ફાઇલ અન્ય વ્યક્તિ કે સંસ્થાને
મોકલી શકીશું.
ટેક્નોલોજીની કરામત
જે કોઈ સર્વિસ પ્રોવાઇડર કંપની જેમ કે બેંક કે મોબાઇલ સર્વિસ કંપની આધાર
ડોક્યુમેન્ટ્સ દ્વારા આપણી ઓળખની સાબિતી માગતી હોય તેની સાથે આપણે આધાર એપમાંથી
મળેલી ઝિપ ફાઇલ શેર કરી શકીશું. હવે ટેકનોલોજીની મજા જુઓ. સર્વિસ પ્રોવાઇડર
કંપનીને મળતી ઝિપ ફાઇલમાં એન્ક્રિપ્ટેડ એક્સએમએલ (eXtensible Markup Language)પ્રકારની ફાઇલ હશે. સર્વિસ
પ્રોવાઇડર કંપનીના એક્ઝિક્યુટિવને આપણે પહેલેથી નક્કી કરેલો પાસકોડ આપીશું એટલે
તેઓ પેલી ઝિપ ફાઇલમાંની એક્સએમએલ ફાઇલની વિગતો ઓપન કરી શકશે. આ એક્સએમએલ ફાઇલમાં
આપણું નામ, આધાર નંબરનો રેફરન્સ નંબર
(મૂળ આધાર નંબર નહીં), જન્મ તારીખ, લિંગ અને સરનામા જેવી વિગતો સામેલ હશે. તેમાં આપણો ફોટોગ્રાફ તેમજ ઇમેઇલ
એડ્રેસ અને મોબાઇલ નંબર પણ હશે. આમાંની સંવેદનશીલ વિગતો હેશ તરીકે ઓળખાતી એક પદ્ધતિથી
સલામત રાખવામાં આવશે.
સર્વિસ પ્રોવાઇડર કંપની આપણી પાસેથી આપણો મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ મેળવશે
અને તેનો પેલી એક્સએમએલ ફાઇલમાંની વિગતો સાથે તાળો મેળવશે. સમગ્ર એક્સએમએલ ફાઇલ ડિજિટલી સાઇન્ડ હશે જેથી એ
ફાઇલ આધારની મૂળ વ્યવસ્થા યુઆઇડીએઆઇ દ્વારા જનરેટ થઈ હોવાની ખાતરી થશે. આપણે જે પણ સર્વિસ પ્રોવાઇડર કંપનીને પોતાની
આધાર વિગતો સાથેની ઝિપ ફાઇલ શેર કરીએ તે કંપની અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે એ ઝિપ
ફાઇલ, તેમાંની એક્સએમએલ ફાઇલ, તેમાંની વિગતો કે શેર કોડ અન્ય કોઈ સાથે શેર કરી શકશે નહીં. જો એમ કરવામાં આવે
તો તે વિવિધ કાયદા હેઠળ સજાને પાત્ર ગુનો બનશે.
ykÄkhÚke
fuðkÞMkeLke nk÷Lke ÃkØrík
અત્યાર સુધી અને હાલમાં આપણે બેંકમાં કે મોબાઇલ કંપનીના સર્વિસ સેન્ટરમાં આપણી ઓળખ સાબિત કરવાની હોય ત્યારે બેંક કે કંપનીના એક્ઝિક્યુટિવ આપણા દસ્તાવેજોનાં કાગળિયાં મેળવે છે અને પછી આપણો અંગૂઠો માગે છે! આ રીતે ફિંગરપ્રિન્ટથી આધારના ડેટાેબઝમાં આપણી વિગતો સાથે તાળો મેળવવામાં આવે છે. આધાર નંબર આપી, મોબાઇલ નંબર પર ઓટીપી મેળવીને પણ આપણી ઓળખ સાબિત થાય છે. હવે આ માટે, નીચે મુજબ કાગળ વિનાની - પેપરલેસ પદ્ધતિ પણ ઉપયોગ થશે.
R-fuðkÞMkeLke
Lkðe ÃkuÃkh÷uMk MðiÂåAf ÃkØrík
આ નવી પદ્ધતિનાં સ્ટેપ્સ બરાબર સમજી લઈએ તો તેનો ઉપયોગ સહેલો છે, ફક્ત આપણે જ્યાં કેવાયસી પ્રક્રિયા કરવાની છે, તે એજન્સી આ પદ્ધતિ માટે તૈયાર હોવી જોઈએ!
પેપરલેસ ઇ-કેવાયસી માટે, યૂઝર તરીકે આપણે આધારના
પોર્ટલ કે મોબાઇલ એપમાંથી પોતાની આધાર સંબંધિત વિગતોની એક ખાસ પ્રકારની એક્સએમએલ ફોર્મેટની ફાઇલ જનરેટ કરીશું.
એ સમયે આપણે પોતાની પસંદગીનો પાસકોડ નક્કી કરવાનો રહેશે. આ પછી જ્યાં આપણે પોતાની કેવાયસી પ્રોસેસ કરવાની હોય તે
જગ્યાએ પહોંચીશું, જેમ કે બેંક કે મોબાઇલ
કંપનીનું સપોર્ટ સેન્ટર.
જે તે કંપનીના એક્ઝિક્યુટિવને આપણે પોતાની પાસેની એક્સએમએલ ફાઇલ વોટ્સએપ કે ઇમેલના
એટેચમેન્ટ તરીકે શેર કરી શકીશું. આ સમયે આપણે પોતે નક્કી કરેલો પાસકોડ પણ આપવાનો
રહેશે.
આપણે કેવાયસી માટે રૂબરૂ ગયા હોઈશું,
આથી પેલી એક્સએમએલ ફાઇલ અને તેનો પાસકોડ શેર
કરવા ઉપરાંત આપણે પોતાના મોબાઇલ નંબર જેવી વિગતો આપવાની રહેશે.
કંપનીના એક્ઝિક્યુટિવ આપણે આપેલા કોડને આધારે એક્સએમએલ ફાઇલને ઓપન કરી શકશે અને આપણા
આધાર સંબંધિત વિગતોનો તાળો, આપણે જાતે આપેલી વિગતો સાથે
મેળવી શકશે.
જો બંને બાબતનો તાળો મળતો હોય તો આપણી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂરી થશે. આમ આપણે
કાગળના દસ્તાવેજ કે ફિંગરપ્રિન્ટ આપવી નહીં પડે અને છતાં, આપણી વિગતો સાચી હોવાની ખાતરી રહેશે.