Get The App

રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે યુદ્ધ: વાઇરલ વીડિયોને કારણે ભવિષ્યમાં યુદ્ધ કેવું હશે એને લઈને ઉઠ્યાં સવાલ

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે યુદ્ધ: વાઇરલ વીડિયોને કારણે ભવિષ્યમાં યુદ્ધ કેવું હશે એને લઈને ઉઠ્યાં સવાલ 1 - image


Machine Fight: સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક ફાઇટ જોવા મળી છે. આ ફાઇટ કોઈ બે વ્યક્તિ વચ્ચેની નથી, પરંતુ ટેક્નોલોજી વચ્ચે છે. ચીનમાં એક યુઝરે વીડિયો શેર કર્યો છે, જેમાં રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે ફાઇટ થઈ રહી છે. આ બન્ને મશિન સાથે ફટાકડા રાખવામાં આવ્યાં હતાં. આ બન્ને મશિન ફટાકડાને એક બીજા પર ફોડતાં હતાં જેમ કે બન્ને એકબીજા સાથે બંદૂક અને રોકેટ દ્વારા હૂમલો નહીં કરી રહ્યાં હોય. આથી ભવિષ્યમાં કેવા યુદ્ધ થશે એની એક ઝલક જોવા મળી હતી. જોકે એના કારણે ઘણાં યુઝર્સના વિવિધ રિએક્શન પણ જોવા મળ્યા હતા.

વાઇરલ વીડિયોની ચર્ચા જોરમાં

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં લાખો વ્યૂઝ અને હજારો લાઇક મળી છે. આ સાથે જ એને ઘણાં લોકોએ રીશેર પણ કર્યા છે. આ વીડિયોમાં ડ્રોન હવામાં ઊડી રહ્યું છે અને જમીન પરના રોબોટ ડોગને પોતાના લેન્ડિંગ ગિયર દ્વારા ફટાકડાઓ વડે હુમલો કરી રહ્યું છે. યુનિટ્રી રોબોટિક્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલો રોબોટિક ડોગ પણ જોવા મળી રહ્યો છે. આ ડોગ, પોતાની સિસ્ટમનો ઉપયોગ કરીને, ડ્રોનને ટાર્ગેટ કરે છે અને ફટાકડા લોન્ચ કરે છે. આ બન્ને મશિન એકમેકના પર જે રીતે હુમલો કરે છે અને પોતાને હુમલાથી બચાવે છે એને લઈને ઘણાં લોકોએ ચિંતા વ્યક્ત કરી છે, તો ઘણાં લોકોને મજા પણ આવી છે.

ભવિષ્યમાં કેવી રીતે યુદ્ધ થઈ શકે છે?

આ વીડિયોને કારણે, ભવિષ્યમાં જે પ્રકારે યુદ્ધ થવાનું છે એની એક ઝલક જોવા મળી છે. ભવિષ્યમાં કોઈ પણ યુદ્ધમાં હવે મનુષ્ય જોવા નહીં મળે. ફક્ત મશિનનો ઉપયોગ કરવામાં આવશે અને ફક્ત મશિનનનો ઉપયોગ હોવા છતાં એ યુદ્ધ ખૂબ જ ભયાનક સાબિત થશે. આ વીડિયોમાં જે ડોગ અને ડ્રોન જોવા મળ્યા હતા એ મિલિટરીમાં ઉપયોગ કરવામાં આવે એવા નથી. એમ છતાં, એ બન્ને મશિનની ક્ષમતા જોઈને ટેક્નોલોજી કઈ દિશા તરફ જઈ રહી છે એ કહેવું મુશ્કેલ નથી.

ટેક્નોલોજીની યુદ્ધ પર અસર

આ વીડિયોને લઈને ઘણાં લોકો ભવિષ્ય ભાંખી રહ્યા છે કે યુદ્ધમાં હવે મશિનનો ગેરકાયદેસર રીતે પણ ઉપયોગ થવાની શક્યતા છે. મશિનનો ઉપયોગ કરવા માટે પણ કેટલાક નિયમ હોવા જોઈએ અને જો એ નિયમ ન હોય, તો એ યુદ્ધ ક્યાંય જઈને ઊભી કરશે એનું કોઈ અંદાજ નહીં આવે. મનુષ્ય જ્યારે યુદ્ધ કરતાં હોય છે ત્યારે એક સમય બાદ તેઓ થકી જાય છે અને તેમને ઊંઘ અને ભોજનની પણ જરૂર પડે છે. છતાં, મશિન નોન-સ્ટોપ ચાલે છે અને એના કારણે દિવસ-રાત યુદ્ધ થઈ શકે છે અને એનો કોઈ અંત નહીં રહે.

લોકોની પ્રતિક્રિયા

સોશિયલ મીડીયા પર આ વિડિયોને બે રીતે લેવામાં આવે છે. એક પક્ષ એવો છે કે તેમને ખૂબ જ મજા આવી છે, અને બીજો પક્ષ એવો છે કે તેમણે આ વિડિયો જોઈને ખૂબ જ ડર લાગ્યો છે. મશીન હવે યુદ્ધમાં મનુષ્યની જગ્યા લઈ રહી છે એ દરેક માટે ચિંતાનો વિષય છે. કેટલાક યૂઝર્સ કહી રહ્યા છે કે ‘માનવતા કઈ તરફ જનારી છે’ તો કેટલાક કહી રહ્યા છે ‘ભવિષ્યમાં આ રીતે જ યુદ્ધ જોવા મળશે.’ એક યૂઝરે એવું પણ કહ્યું કે ‘એ દિવસ દૂર નથી જ્યારે આકાશમાં ડ્રોન જ દેખાશે અને એ તમામ હુમલો કરશે.’

આ પણ વાંચો: ભારતમાં 44 ટકા વધ્યા સાઇબર અટેક્સ, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ પર

કંપનીઓની પ્રતિક્રિયા

આ ડ્રોન જે કંપનીનું છે એ DJI છે અને રોબોટ ડોગ યુનિટ્રી રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બન્ને કંપનીઓનું કહેવું છે કે તેઓ પોતાની પ્રોડક્ટ માનવિય રીતે ઉપયોગ કરવા માટે બનાવે છે. એમના કેટલાક નિયમો હોય છે. આ રીતે ઉપયોગ કરવા માટે તેઓ ક્યારેય પણ યૂઝર્સને પ્રોત્સાહિત નથી કરતા. આ રીતે તેમના પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની પણ તેઓ ટીકા કરી રહ્યા છે.


Google NewsGoogle News