સ્ટીલ્થ ડ્રોન બનશે ભારતની તાકાત, DRDO એ કર્યું કમાલ !ચીન-પાકિસ્તાન ધ્રૂજી જશે
કર્નાટકના ચિત્રદુર્ગમાં બનેલા ડ્રોનની ખાસિયત એ છે કે તે ચુપચાપ ટાર્ગેટ પૂરો કરીને જાતે જ લેન્ડ કરી જશે
આ ટેકનોલોજી અમેરિકાએ આપવાની ના કહેતા ભારતે પોતે જ આ મહાવિનાશક ડ્રોન બનાવ્યું
India Made High Speed Drone In Karnataka: DRDOએ સ્વદેશી બનાવટના સ્ટીલ્થ ડ્રોનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ શ્રેણીમાં, સ્વદેશી હાઇ-સ્પીડ ફ્લાઇંગ વિંગ UAV કેટેગરીના ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર ડ્રોને બીજી વખત કર્ણાટકના ચિત્રદુર્ગથી ઉડાન ભરી હતી. આ પૂંછડી વિનાના રૂપરેખાંકન ડ્રોનની સફળ ઉડાન સાથે, ભારત એવા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે જેમણે ફ્લાઈંગ વિંગ કન્ફિગરેશનમાં નિપુણતા મેળવી છે. આ UAV ને DRDO ના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE), બેંગલુરુ દ્વારા ડિઝાઇન કરવામાં તેમજ વિકસાવવામાં આવ્યું છે.
શું છે ખાસિયત ?
આ ડ્રોને તેની પહેલી ઉડાન જુલાઈ 2022માં ભરી હતી. ત્યારબાદ અન્ય તબક્કામાં બે ઇન-હાઉસ બિલ્ટ પ્રોટોટાઇપનો ઉપયોગ કરીને છ ફ્લાઇટ પરીક્ષણો કર્યા હતા. અમેરિકાના B-2 બોમ્બર ડ્રોન જેવું દેખાતું આ એરક્રાફ્ટ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. ડ્રોનની ખાસિયત એ છે કે તે ચુપચાપ તેના ટાર્ગેટને પૂરો કરશે અને ઓટોમેટિક લેન્ડ થઇ જશે. માનવરહિત વિમાનના વિકાસની દિશામાં ચાવીરૂપ ટેક્નોલોજીને સાબિત કરવામાં એક મોટી સિદ્ધિ છે. જે દેશના સંરક્ષણ બાબતે પણ એક મોટું પગલું છે.
આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ
બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) દ્વારા બનાવવામાં આવેલું આ ડ્રોન નાના ટર્બોફેન એન્જિનથી ઉડે છે. પ્લેન માટે ઉપયોગમાં લેવાતા એરફ્રેમ, અંડરકેરેજ, સંપૂર્ણ ફ્લાઈટ કંટ્રોલ અને એવિઓનિક્સ સિસ્ટમ્સ સ્વદેશી છે. આ મહત્વપૂર્ણ સૈન્ય પ્રણાલીઓના સ્વરૂપમાં 'આત્મનિર્ભર ભારત' માટેનો માર્ગ પણ મોકળો કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ ફ્લાઈટ ટેસ્ટીંગ માટે DRDO અને સશસ્ત્રબળને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે સ્વદેશીરૂપે આવી મહત્ત્વપૂર્ણ ટેકનીકના સફળ વિકાસથી ભારતીય સશસ્ત્રબળ વધુ મજબુત થશે.