DRDOનો આ ખાસ પેઇન્ટ ચીન-પાકિસ્તાનના રડારને બનાવશે નિષ્ફળ, ભારતની સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધી
ફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, જોધપુર દ્વારા એક પેઈન્ટ તૈયાર કરવામાં આવ્યો
જે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશની રડારમાં નહિ આવે
DRDO Developed Radar Absorbing Paint: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, જોધપુરની ડિફેન્સ લેબોરેટરીએ ખૂબ જ ખાસ પેઇન્ટ તૈયાર કર્યો છે. આ ખાસ પેઇન્ટ ન માત્ર દુશ્મનના રડારથી બચી શકે છે. ચીનની રડાર હોય કે પાકિસ્તાનની રડાર, દુશ્મનોને પોતાના વિસ્તારમાં ઘુસીને તેના પર હવાઈ હુમલા અથવા હવાઈ દેખરેખ કરવામાં આનાથી ઘણી મદદ મળશે.
લડાયક પરિસ્થિતિમાં નહિ થઇ શકે ફાઈટર એરક્રાફ્ટની ઓળખ
સૌથી મહત્વની વાત એ છે કે આ પેઇન્ટ રડારના કિરણોને એવી રીતે શોષી લેશે કે તે કયું વિમાન છે તે જાણી શકાશે નહીં. પેઇન્ટના કારણે ફાઇટર પ્લેન સંપૂર્ણપણે બદલાઇ જશે. જેના કારણે લડાયક પરિસ્થિતિમાં ફાઈટર એરક્રાફ્ટની ઓળખ થઇ શકશે નહિ. તેનો ઉપયોગ મિસાઈલમાં પણ થઈ શકે છે. આનાથી દુશ્મન ઓળખી શકશે નહીં કે તેમની તરફ આવતી વસ્તુ કઇ છે.
DRDO’s DLJ developed Radar Absorbing Paint applied on Mig-29, can use in other aircraft's too.Results r very encouraging. RAP can apply in missiles & bombs too,in pic Brahmos & Garuv. Such paints are available in other advanced countries but they do not share such items.
— Varun Karthikeyan (@Varun55484761) November 19, 2023
ANI pic.twitter.com/8PPcr5GH1h
મિગ-29 ફાઇટર પ્લેનમાં કરવામાં આવ્યો આ પેઇન્ટનો ઉપયોગ
જોધપુરની ડિફેન્સ લેબોરેટરીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.આર. નાગરાજને જણાવ્યું કે ભારતીય વાયુસેનાના મિગ-29 ફાઇટર પ્લેનમાં આ પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની અસર અદ્ભુત હતી. ડૉ. આર નાગરાજને જણાવ્યું કે વિશ્વના ઘણા દેશો પાસે આ પ્રકારનો પેઇન્ટ છે પરંતુ તેઓ તેને શેર કરતા નથી. આવી સ્થિતિમાં આ સિદ્ધિ ખૂબ જ ખાસ બની જાય છે. તેનો ઉપયોગ ભારતીય વાયુસેના સાથે ઘણી ઉત્તમ ડિફેન્સ સંપત્તિઓમાં થઈ શકે છે.