Get The App

તમારો પાસવર્ડ પણ થોડા સેકન્ડમાં થઈ શકે છે હેક, જો આ દસમાંથી એક પાસવર્ડ હોય તો તરત બદલી નાખો...

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
તમારો પાસવર્ડ પણ થોડા સેકન્ડમાં થઈ શકે છે હેક, જો આ દસમાંથી એક પાસવર્ડ હોય તો તરત બદલી નાખો... 1 - image


Most Common Password: નોર્ડપાસ, એક પોપ્યુલર પાસવર્ડ મેનેજર, દર વર્ષે સૌથી સામાન્ય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડનું લિસ્ટ જાહેર કરે છે. સતત બીજીવાર, 123456 પાસવર્ડ ટોચ પર છે. છેલ્લા છ વર્ષમાં આ પાસવર્ડ પાંચ વખત પહેલા ક્રમે રહ્યો છે. 2022માં આ લિસ્ટમાં ટોપ પર 'password' નો સમાવેશ થયો હતો. દિન-પ્રતિદિન છેતરપિંડીના કેસ સામે આવતા હોવા છતાં, લોકો હજી પણ આ પ્રકારના સામાન્ય પાસવર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જે હેકર્સ માટે ફક્ત થોડી જ સેકન્ડમાં હેક કરવા જેટલું સરળ છે.

ટોપ ટેન પાસવર્ડ

2024માં નોર્ડપાસ દ્વારા જાહેર કરવામાં આવેલા ટોપ ટેન પાસવર્ડમાં '123456', '123456789', '12345678', 'password', 'qwerty123', 'qwerty1', '111111', '12345', '123123' અને 'secret' નો સમાવેશ થાય છે. આ પાસવર્ડ હેકર્સ તો બાજુમાં રહે, પરંતુ સામાન્ય માણસ પર સરળતાથી ધારી શકે છે. આ લિસ્ટ 2.5 ટેરાબાઇટ્સના જાહેરમાં ઉપલબ્ધ સોર્સનો ઉપયોગ અને ડાર્ક વેબ ડેટાનો સહારો લઈને બનાવવામાં આવ્યું છે.

પાસવર્ડ ટ્રેન્ડ

નોર્ડપાસ દ્વારા આ વખતે એક નવો ટ્રેન્ડ જોવામાં આવ્યો છે. ઘણા લોકો તેમના અંગત રસના વિષય અને નામનો ઉપયોગ પણ પાસવર્ડમાં કરી રહ્યા છે. આ લિસ્ટમાં 'iloveyou', 'pokemon', 'naruto', 'samsung' અને 'minecraft' જેવા પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ તેમના પોતાના નામ અથવા તો અન્ય વ્યક્તિના નામનો પણ ઉપયોગ પાસવર્ડમાં કર્યો છે. આ ટ્રેન્ડ છતાં, ઘણા પાસવર્ડ એવા છે જે દેખાવમાં વિચિત્ર લાગે છે, પરંતુ તેઓને થોડી જ સેકન્ડમાં ક્રેક કરી શકાય છે, જેમકે 'P@ssw0rd'.

તમારો પાસવર્ડ પણ થોડા સેકન્ડમાં થઈ શકે છે હેક, જો આ દસમાંથી એક પાસવર્ડ હોય તો તરત બદલી નાખો... 2 - image

દેશના હિસાબે પાસવર્ડ

પાસવર્ડના ટ્રેન્ડમાં ઘણા દેશના લોકો પોતાના દેશના રાજ્ય અથવા તો શહેરના નામ પરથી પાસવર્ડ રાખી રહ્યા છે. યુ.કે.માં ઘણા લોકોએ 'liverpool' પાસવર્ડ રાખ્યો છે. ઓસ્ટ્રેલિયામાં 'lizottes' ને પાસવર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. હંગેરીમાં 'password' નો અર્થ તેમની ભાષામાં 'salasana' અને 'jelszo' થાય છે, તેથી તે પાસવર્ડ તરીકે રાખવામાં આવ્યા છે. આ સિવાયના દેશોમાં ઉપરના લિસ્ટના પાસવર્ડ ખૂબ જ પોપ્યુલર છે.

આ પણ વાંચો: 2025માં સ્માર્ટફોનની કિંમતોમાં વધારો: AI ફીચર્સ અને 5G પાર્ટ્સના કારણે વધુ ખર્ચા કરવા પડશે

સ્ટ્રોન્ગ પાસવર્ડ કેવી રીતે રાખવો?

પાસવર્ડમાં હંમેશાં કેપિટલ અને સ્મોલ લેટર, નંબર અને સ્પેશ્યલ કેરેક્ટરનો ઉપયોગ કરવો. આ સાથે જ આઠથી બાર કેરેક્ટરનો પાસવર્ડ હોવો જોઈએ. કોઈ પણ ફિલ્મનો ડાયલોગ અથવા તો કોઈ કહેવતનો પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ હંમેશાં એ યાદ રાખવું કે એ સરળતાથી ધારી શકાય એવો ન હોવો જોઈએ. એમાં કોઈ પણ જગ્યાએ સ્પેશ્યલ કેરેક્ટર અથવા તો નંબરનો ઉપયોગ કરી શકાય છે. પોતાનું નામ અને બર્થ ડેટ અથવા તો એનિવર્સરી જેવી તારીખનો ઉપયોગ ટાળવો. વધુ પડતી સિક્યોરિટીની જરૂર હોય તો હંમેશાં પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરી સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવો, જે પાસવર્ડ મેનેજર જાતે જનરેટ કરે છે. એપલ અને એન્ડ્રોઇડ બન્ને આ પ્રકારનું ફીચર પૂરા પાડે છે. આ સાથે જ અન્ય એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકાય છે.


Google NewsGoogle News