Get The App

વોટ્સએપમાં મેસેજ વંચાયો હોવાનું ટિક દેખાતું નથી ?

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
વોટ્સએપમાં મેસેજ વંચાયો હોવાનું ટિક દેખાતું નથી ? 1 - image


- ðkuxTMkyuÃk{kt ykÃkýu {kuf÷u÷ku {uMkus Mkk{uLke ÔÞÂõíkyu ykuÃkLk fÞkuo fu Lknª íku Ëþkoðíkk rxf {kfoLkk ykxkÃkkxk òýeyu

આપણા સૌનો વોટ્સએપનો ઉપયોગ સતત વધ્યા પછી, તેમાં મેસેજ સાથે જોવા મળતા ટિકમાર્કના અર્થ મોટા ભાગના લોકો જાણે છે. જો તમે એ વિશએ હજી ગૂંચવણો હોય તો મેસેજનું સ્ટેટસ દર્શાવતા વિવિધ ટિક માર્ક વિશે થોડી વધુ સ્પષ્ટતા કરી લઇએ. એ પછી, આવા ટિક માર્ક ક્યારેય ન દેખાય તેની પણ વાત કરીએ.

સિંગલ ગ્રે ટિકઃ આપણે મોકલેલો મેસેજ આપણા ફોનમાંથી આગળ વધી ગયો છે, પરંતુ સામેના છેડા સુધી હજી પહોંચ્યો નથી.

ડબલ ગ્રે ટિકઃ મેસેજ આપણા ફોનમાંથી ચાલ્યો ગયો, સામેની વ્યક્તિના ડિવાઇસમાં પણ ડિલિવર થઈ ગયો પરંતુ તેમણે હજી તેને ઓપન કર્યો નથી.

ડબલ બ્લૂ ટિકઃ સામેના છેડા પરની વ્યક્તિએ આપણો મોકલેલો મેસેજ ઓપન કરી લીધો છે.

ક્લોકઃ આપણો મેસેજ કાં તો હજી મોકલાયો નથી અથવા સામેના છેડે ડિલિવર થયો નથી. તેનું સંભવિત કારણ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોઈ શકે.

આપણે પોતાનું વોટ્સએપ એકાઉન્ટ ઓપન કરીએ એ સાથે મેસેજ સંબંધિત વિવિધ ‘રીડ રિસિપ્ટ’ના ટિક માર્ક બાય ડિફોલ્ટ ઓન થાય છે. આપણે ઇચ્છીએ તો વોટ્સએપના સેટિંગ્સમાં પ્રાઇવસીમાં જઇને તેને બંધ કરી શકીએ. પરંતુ આપણે પોતાને માટે આવી રીડ રિસિપ્ટ’ બંધ કરીએ તો આપણે મોકલેલા મેસેજ માટે પણ આવા ટિક માર્ક મળવાનું બંધ થશે.

હવે, તમારો અનુભવ હશે કે આપણે રીડ રિસિપ્ટ્સનો ઓપ્શન ઓન રાખ્યો હોય, તેમ છતાં, ઘણી વાર આપણને બ્લુ ટિક જોવા મળતા નથી. આવું જુદાં જુદાં ઘણાં કારણોસર થઈ શકે છે.

સામાન્ય રીતે સામેની વ્યક્તિ આપણો મેસેજ જોઇ લે એ સાથે, તેમણે રીડ રિસિપ્ટ ઓપ્શન ઓન રાખ્યો હોય તો આપણને બ્લૂ ટિક દેખાવું જોઇએ. તેમણે એ ઓપ્શન બંધ રાખ્યો હોય તો આપણને બ્લૂ ટિક દેખાશે નહીં.

ગ્રૂપમાં મોકલેલા મેસેજ માટે બ્લૂ ટિક ત્યારે જ દેખાય, જ્યારે એ ગ્રૂપમાંની બધી વ્યક્તિએ આપણો મેસેજ જોઈ લીધો હોય. જો ગ્રૂપમાંની એક વ્યક્તિએ પણ આપણો મેસેજ જોયો ન હોય તો મેસેજ માટે બ્લૂ ટિક દેખાશે નહીં.

આપણે કોઈ વ્યક્તિ કે ગ્રૂપને મેસેજ મોકલીએ, એ વ્યક્તિ કે ગ્રૂપમાંની તમામ વ્યક્તિ મેસેજ જોઇ લે, એ કારણે આપણને આપણા મેસેજ પર બ્લૂ ટિક જોવા મળે, એ પછી પણ બ્લૂ ટિક ગાયબ થઈ શકે છે!

જો આપણે મેસેજ મોકલ્યા પછી તેને એડિટ કરીએ તો આવું થઈ શકે છે. મેસેજ એડિટ કરવાને કારણે તેની રીડ રિસિપ્ટ રીસેટ થાય છે. આથી સામેની વ્યક્તિ કે ગ્રૂપમાંની તમામ વ્યક્તિ એ઼ડિટ કરેલો મેસેજ ફરીથી જોઈ ન લે ત્યાં સુધી બ્લૂ ટિક માર્ક જોવા મળતો નથી.

આપણે કોઈ વ્યક્તિને મેસેજ મોકલીએ અને તેણે આપણો નંબર બ્લોક કરી દીધો હોય તો આપણો મેસેજ એમને પહોંચશે નહીં અને એ કારણે બ્લૂ ટિક જોવા મળશે નહીં.

ક્યારેક આપણા કે સામેના છેડાની વ્યક્તિના ફોનમાં ડેટ અને ટાઇમ સંબંધિત સેટિંગ્સમાં કંઈક ગરબડ ઊભી થઈ હોય તો બ્લૂ ટિક ન દેખાય એવું બની શકે છે.

હવે સૌથી મહત્ત્વના બ્લૂ ટિકની વાત! વોટ્સએપમાં આપણે કોઈ બિઝનેસ એકાઉન્ટ સાથે ચેટિંગ કરતા હોઈએ ત્યારે સૌથી ઉપર એ બિઝનેસના નામ પછી બ્લૂ ટિક જોવા મળી શકે છે. એ ટિક, એ બિઝનેસ વોટ્સએપ દ્વારા વેરિફાઇડ હોવાનું દર્શાવે છે. આ બ્લૂ ટિક માર્ક કંપનીના નામ પછી હોવો જોઈએ, પહેલાં નહીં!


Google NewsGoogle News