ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને થશે જેલ? ડોનાલ્ડ ટ્રમ્પે તેની બુક ’સેવ અમેરિકા’માં આપી ધમકી
Mark Zuckerberg Lifetime Imprisonment: મેટા કંપનીના માલિક માર્ક ઝકરબર્ગને ઉંમરકેદ થઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની બુક ‘સેવ અમેરિકા’ 3 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ બુકમાં તેણે માર્ક ઝકરબર્ગ સાથેની મીટિંગ વિશે વાત કરી છે. આ સાથે જ 2020ના ઇલેક્શનમાં તેણે દખલગીરી કરી હોવાનો આરોપ પણ મૂક્યો છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ઘમકી આપી છે કે મેટા કંપનીના ચીફ એક્સિક્યુટીવ ઓફિસર કે પછી કોઈએ પણ 2024ના ઇલેક્શનમાં કોઈ પણ છેડછાડ કે દખલગીરી કરી હશે તો તેને ઉમરકેદની સજા કરવામાં આવશે.
માર્ક ઝકરબર્ગ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ
માર્ક ઝકરબર્ગે હાલમાં જ માફી માગી હતી કે તેણે કોવિડ-19 દરમ્યાન જો બાઇડન અને કમલા હેરિસની સરકારના પ્રેશરમાં આવીને અમેરિકાના કેટલાક કન્ટેન્ટને સેન્સર કર્યું હતું. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માર્ક પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે ઇલેક્શન સાથે પણ છેડછાડ કરે છે. ટ્રમ્પે અગાઉ ગૂગલ પર પણ આરોપ મૂક્યો હતો કે સર્ચ રીઝલ્ટમાં તેમણે ઇલેક્શન દરમ્યાન છેડછાડ કર્યું હતું.
આ પણ વાંચો: ગેમ રમવાનો શોખ છે, તો IIT ગ્રેજ્યુએટ્સ જેટલી જ સેલરી મેળવી શકો છો એ પણ ગેમ રમીને
શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે?
માર્ક ઝકરબર્ગ સાથેની મુલાકાત વિશે બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘માર્ક તેની ખૂબ જ સુંદર પત્ની સાથે ડિનર પર આવ્યો હતો. તે ખૂબ જ સારી રીતે વર્તન કરતો હતો. જોકે તે પ્રેસિડન્ટ સામે જ શરમજનક પ્લોટિંગ કરી રહ્યો હતો. અમે તેના પર આ વખતે ખૂબ જ નજર રાખી રહ્યાં છીએ. જો આ વખતે તેણે કોઈ છેડખાની કરી તો તેને ઉમરકેદ કરવામાં આવશે. તેની સાથે કોઈએ પણ 2024ના ઇલેક્શનમાં છેડખાની કરી તો તેમણે જેલમાં જવું પડશે.’
આ પણ વાંચો: ફાસ્ટ પેમેન્ટ માટે ઇન્ડિયાના UPI સાથે લિંક થઈ શકે છે અમેરિકાની બૅન્ક
માર્ક ઝકરબર્ગ ઇલેક્શનથી દૂર
ઇલોન મસ્ક આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને સંપૂર્ણ સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે માર્ક ઝકરબર્ગ આ વખતે ઇલેક્શનથી દૂર રહ્યો છે. તે જો બાઇડનની સરકાર અને ભૂતપૂર્વ ડોનાલ્ડ ટ્રમ્પ બેમાંથી એકને પણ સપોર્ટ નથી કરી રહ્યો. પાંચ નવેમ્બરે ઇલેક્શનનું વોટિંગ છે અને એ પહેલાં તે એક પણ રૂપિયો એક પણ સરકાર પાછળ ખર્ચ કરવા નથી માગતો.