AC ચાલુ હોય તો કારની માઈલેજ પર અસર પડે? જાણો ઊભેલી ગાડીમાં કેટલું પેટ્રોલ પીવે છે AC
Image Source: Freepik
અમદાવાદ, તા. 10 જૂન 2023 શનિવાર
ઉનાળામાં કારમાં બેસ્યા બાદ સૌથી પહેલા એસી જ ઓન કરવામાં આવે છે કારણ કે એસી વિના મુસાફરી કરવી ખૂબ મુશ્કેલભર્યું કામ છે. કારમાં એસી ચાલુ રહેવાથી ઓછી માઈલેજ પણ મળે છે એવુ એટલા માટે કારણ કે એસી ડાયરેક્ટ કારના એન્જિન સાથે કનેક્ટ હોય છે. કારના એસીનું કોમ્પ્રેસર એન્જિનના
બેલ્ટ સાથે જોડાયેલુ હોય છે એસીને ચલાવવાના એન્જિન પર વધુ પ્રેશર પડે છે જેનાથી ફ્યૂલ વધુ ખર્ચ થાય છે. શું તમે જાણો છો કે જો કારના એસીને 1 કલાક સુધી ઓન રાખવામાં આવે તો કેટલુ પેટ્રોલ વપરાય છે અને આનાથી માઈલેજ પર કેટલી અસર પડે છે.
કહેવાય છે કે એસી ઓન રાખવાથી માઈલેજ પર 5-6 ટકા સુધીની અસર પડે છે. જોકે આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કારને ક્યાં ચલાવી રહ્યા છો. જો કાર હાઈવે પર ચાલી રહી છે તો માઈલેજ પર વધુ ફરક પડતો નથી પરંતુ જો કાર ઓછી સ્પીડમાં ભીડ વાળા સ્થળે ચાલી રહી છે તો પેટ્રોલ વધુ વપરાય છે અને માઈલેજમાં 7-8 ટકા સુધીનો ફરક જોઈ શકાય છે.
AC ઓન હોવાથી કારની માઈલેજ પર અસર
કારનું એસી ક્યારેય પણ માઈલેજ પર એટલી અસર નહીં નાખે કે તમને એસી બંધ કરવુ પડે. જો તમારી કાર 14kmpl નું માઈલેજ આપે છે તો એસી ઓન રાખવાથી આ તમને 13kmpl અથવા 12kmpl ની માઈલેજ આપશે.
ઊભેલી ગાડીમાં કેટલું પેટ્રોલ પીવે છે AC
ઘણી વખતે લોકો ઊભેલી કારમાં એસી ચાલુ રાખવાથી અચકાય છે. એક અનુમાન અનુસાર જો તમારી ગાડીનું એન્જિન 1000 CCનું છે અને તમે એન્જિનને સ્ટાર્ટ ઓન કરી દો છો તો ગાડી એક કલાકમાં લગભગ 0.7 લીટરનું પેટ્રોલ પીશે. જો તમે સ્ટાર્ટ ગાડીમાં એસી ઓન કરો છો તો લગભગ 1.2 કે પછી 1.3 લીટર પેટ્રોલ વપરાશે.
ગાડીમાં AC ઓન હોવાથી કેટલી માઈલેજ મળશે એ કારની સ્પીડ, વિસ્તાર અને તમારી ગાડી ચલાવવાની રીત પર નિર્ભર કરે છે. ઊભેલી ગાડીમાં એસી ઓન હોવાથી કેટલુ પેટ્રોલ વપરાશે તે ગાડીના એન્જિન પર નિર્ભર કરે છે. પેટ્રોલ વપરાશનું પ્રમાણ જુદી-જુદી ગાડીઓમાં જુદુ-જુદુ હોય છે.