Get The App

જાણો જ્વાળામુખી અંગેની રોચક જાણકારી

Updated: Jul 19th, 2019

GS TEAM


Google News
Google News
જાણો જ્વાળામુખી અંગેની રોચક જાણકારી 1 - image


નવી દિલ્હી, 19 જુલાઈ 2019, શુક્રવાર

તમે જ્વાળામુખી અંગે તો સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે ખરેખર એક જ્વાળામુખીને જોયો છે ? કદાચ મોટાભાગના લોકોએ જ્વાળામુખી જોયો નહીં હોય. તો ચાલો આજે જાણો જ્વાળામુખી અંગેની કેટલીક રોચક વાતો.

જ્વાળામુખી પૃથ્વીના ક્રસ્ટ ભાગમાં જોવા મળતું એક છિદ્ર હોય છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે તેમાં ગેસ, ગરમીથી ઓગળેલા પથ્થર એટલે કે લાવા, ધુમાડો ખુબ જ ઝડપથી બને છે અને એકસાથે બહાર આવવા લાગે છે જેના કારણે એક ભયંકર વિસ્ફોટ થાય છે. આ છિદ્ર એવા ભાગમાં જોવા મળે છે જ્યાં પથ્થર નબળા હોય છે. જ્વાળામુખીના વિસ્ફોટના આધારે જ વિવિધ પ્રકારના ભૂ ભાગોનું નિર્માણ થાય છે. એટલે કે જો વિસ્ફોટ હળવો હોય તો પઠારનું નિર્માણ થાય છે અને જો વિસ્ફોટ ભયાનક હોય તો પર્વતનું નિર્માણ થઈ જાય છે. જ્વાળામુખીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. 

1. શીલ્ડ જ્વાળામુખી

આ જ્વાળામુખી વધારે તીવ્ર અને ઢાળવાળા નથી હોતા પરંતુ તે દૂર સુધી પ્રસરે છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે તેનો લાવા હવામાં ઊંચો ઊડે છે. 

2. રાખ શંકુ

આ જ્વાળામુખી આકારમાં નાના હોય છે અને તેની અંદર વધારે પ્રમાણમાં રાખ અને લાવા ઓછો હોય છે. 

3. સંયુક્ત જ્વાળામુખી

શંકુ આકારના અને મધ્યમ ઢાળવાળા જ્વાળામુખી હોય છે જેના શિખર પર ખાડા હોય છે. તેની અંદર કડક લાવા હોય છે. તેમાં રેતી જેવા કણ પણ હોય છે તેથી તેને સંયુક્ત જવાળામુખી કહેવાય છે. 

4. કેલ્ડેરા

આ જ્વાળામુખી સૌથી વિસ્ફોટક જ્વાળામુખી હોય છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે તેની સંરચનાનું નિર્માણ થતું નથી તે એક જ જગ્યાએ ઢગલો થઈ જાય છે. 


Tags :