ધગધગતા સૂર્યની નજીક કેવી રીતે પહોંચે છે સેટેલાઈટ? આટલા તાપમાનમાં કેમ પીગળતા નથી? NASAએ જણાવ્યું રહસ્ય

સૂર્યનું તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ છે, જેથી તેની નજીક જતા કઈપણ ભસ્મ થઇ જાય છે

તો સૂર્યની નજીક આ સેટેલાઈટ કેમ પીગળતા નથી?

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
ધગધગતા સૂર્યની નજીક કેવી રીતે પહોંચે છે સેટેલાઈટ? આટલા તાપમાનમાં કેમ પીગળતા નથી? NASAએ જણાવ્યું રહસ્ય 1 - image
(Courtesy-NASA)

Why Setellite doesn't melt near sun: સૂર્યની સપાટી પર આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી અને તે એટલો ગરમ છે કે તેનું સાચું તાપમાન પણ માપી શકાય એમ નથી. માનવામાં આવે છે કે સૂર્યનું તાપમાન 1.5 લાખ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે. આપણા સૌરમંડળમાં સૂર્યથી વધુ ગરમ કોઈ જ અવકાશીય પદાર્થ નથી. પણ સૌથી વધુ આશ્ચર્યની બાબત તો એ છે કે આટલું વધુ તાપમાન હોવા છતાં પણ તેની નજીક સેટેલાઈટ કેમ પહોચી શકે છે? તે પીગળતા કેમ નથી? તેમજ ક્યા મટેરિયલથી બનાવવામાં આવે છે? 

ભારતનું સોલાર મિશન આદિત્ય એલ-1

ભારતે તેનું સોલાર મિશન આદિત્ય એલ-1 લોન્ચ કર્યું છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિમીની ઉંચાઈ સુધી પહોંચશે. જયારે સૂર્યની પૃથ્વીનું અંતર 15 કરોડ કિમી છે. જેમાં તે સૂર્યની પ્રવૃત્તિઓ તેમજ તેનું આંતરિક અને બાહ્ય વાતાવરણનું અવલોકન કરશે. 

સાડા ચાર ઇંચ જાડું એક કવચ કરે છે રક્ષા 

NASA મુજબ, પાર્કર સોલર પ્રોબને એક ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે. જેથી તે 10 લાખ ડિગ્રી ફેરનહીટ સુધીનું તાપમાન સહન કરી શકે. જેમાં એક થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ લગાવેલી છે. તેનું સાડા ચાર ઇંચ જાડું કવચ, જે કાર્બનથી બનેલ છે, તે અવકાશયાન અને સાધનોને સૂર્યની અતિશય ગરમીથી બચાવશે. 

તાપમાન અને ગરમી બંને અલગ અલગ વસ્તુ છે 

કોઈ વસ્તુ કેટલી ગરમ હશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાનું તાપમાન કેવું છે. તેમજ ત્યાં કેટલી વસ્તુઓ હાજર છે તે પણ નિર્ભર કરે છે. જો અવકાશની જેમ સાવ ખાલી હોય તો ત્યાંનો કોઈપણ પદાર્થ ઓછો ગરમ થશે, એટલે કે સૂર્યની આસપાસ કોઈ પદાર્થ નથી તેથી ત્યાં તાપમાન વધુ હોવા છતાં પણ ગરમી ઓછી છે. 

ધગધગતા સૂર્યની નજીક કેવી રીતે પહોંચે છે સેટેલાઈટ? આટલા તાપમાનમાં કેમ પીગળતા નથી? NASAએ જણાવ્યું રહસ્ય 2 - image


Google NewsGoogle News