જાણો Gmailમાં જોવા મળતા To, Cc અને Bccનો શું થાય છે અર્થ
નવી દિલ્હી, 20 જૂન 2019, ગુરુવાર
જીમેલનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે. આજકાલ તો ઓફિસમાં મોટાભાગના કામ મેલથી થાય છે. જીમેલને સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે. જીમેલમાં કેટલીક ખાસિયતો પણ છે જો કે આજે અહીં તમને જાણવા મળશે કે જીમેલમાં જોવા મળતા કેટલાક અક્ષરોનો અર્થ શું થાય છે. આ અક્ષરો તમે જોયા તો હશે પરંતુ તેનો અર્થ શું થાય છે તે આજ સુધી જાણ્યું નહીં હોય.
To
જો કોઈ વ્યક્તિને મેલ મોકલવાનો હોય તો તેને ટુ મેલ આઈડીમાં મોકલવામાં આવે છે. મેલના સબજેક્ટમાં કંટેંટ વિશે લખવામાં આવે છે. મેલ વડે ટેક્સ્ટ ફાઈલ, ફોટો અને વીડિયો મોકલી શકાય છે. મેલ સેન્ડ કરતી વખતે ટુ નીચે સીસી અને બીસીસી વિકલ્પ જોવા મળે છે. સામાન્ય રીતે તો ટુમાં જીમેલ એડ્રેસ ભરી અને મેલ સેન્ડ કરી દેવામાં આવે છે.
Cc
આ વિકલ્પમાં એ વ્યક્તિનું જીમેલ એડ્રેસ લખવામાં આવે છે જેને મેલ અને તેના કંટેંટ વિશે જાણકારી હોવી જરૂરી છે. તેનો અર્થ કાર્બન કોપી થાય છે. મેલમાં ટુ અને સીસીમાં જેના ઈમેલ એડ્રેસ હોય તે બંને આ મેલ જોઈ શકે છે.
Bcc
બ્લાઈંડ કાર્બન કોપી એટલે બીસીસી. જો કોઈને તમે મેલ સેન્ડ કરતી વખતે કોઈને બીસીસીમાં રાખો તો ટુ અને સીસીમાં જેના મેલ આઈડી હોય છે તે જોઈ શકતા નથી. પરંતુ બીસીસીમાં જેનું મેલ આઈડી હોય તે વ્યક્તિ ટુ અને સીસીમાં કોણ છે તે જોઈ શકે છે.