શું પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર જ્વાળામુખી વિસ્ફોટ થાય છે? વિજ્ઞાનીઓને મળી ચોંકાવનારી જાણકારી
Image Source: Freepik
અમદાવાદ, તા. 21 ડિસેમ્બર 2023 ગુરૂવાર
જ્વાળામુખી વિસ્ફોટ વિશે તમે સાંભળ્યુ હશે પરંતુ શું તમને ખબર છે કે પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પણ જ્વાળામુખી આવે છે. વિજ્ઞાનીઓ આ વિશે નવી-નવી શોધો કરી રહ્યા છે. વિજ્ઞાનીઓ દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે શું બીજા ગ્રહ પર પણ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. આ સંબંધિત વિજ્ઞાનીઓને પૃથ્વીના પાડોશી ગ્રહ મંગળ પર તાજેતરમાં જ થયેલા જ્વાળામુખી ગતિવિધિઓની જાણકારી મળી છે. આની જાણકારી રડાર અને ઉપગ્રહ ઈમેજરીના ઉપયોગથી મેળવી શકાઈ છે.
જેમાં વિજ્ઞાનીઓને મંગળ પર જ્વાળામુખી ગતિવિધિના સંકેત દેખાયા. વિજ્ઞાનીઓએ આશા વ્યક્ત કરી છે કે આ જ્વાળામુખી ગતિવિધિ તાજેતરમાં જ થયેલી હોઈ શકે છે. જુદા-જુદા જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓને ઉકેલવા માટે લાવા સપાટીઓની ડિટેલ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યુ.
જ્વાળામુખી પ્રવૃત્તિઓની ઓળખ
એક રિપોર્ટ અનુસાર એલીસિયમ પ્લેનિટિયા ગ્રહ પર સૌથી નવો જ્વાળામુખી વિસ્તાર છે અને તેનો અભ્યાસ કરવામાં અમને મંગળના ભૂતકાળની સાથે-સાથે વર્તમાનના હાઈડ્રોલોજિકલ અને જ્વાળામુખીય ઈતિહાસને શ્રેષ્ઠ રીતે સમજવામાં મદદ મળે છે. જે જ્વાળામુખીય પ્રવૃતિઓની ઓળખ કરવામાં આવી છે તેમાંથી અમુક માત્ર 1 મિલિયન વર્ષ પહેલાની છે. ભૂસ્તરશાસ્ત્રીય સ્વરૂપે વિજ્ઞાનીઓને હજુ પણ હકીકતમાં કોઈ જ્વાળામુખી પ્રવૃતિ જોવા મળી નથી.
દંગ રહી ગયા વિજ્ઞાની
જોકે તાજેતરના અભ્યાસ અનુસાર આ મંગળ ગ્રહ પર ક્યાંકને ક્યાંક હાજર હોઈ શકે છે. વિજ્ઞાનીઓ અનુસાર જ્વાળામુખી પ્રવૃતિ તાજેતરમાં જ સામે આવી છે, પરંતુ તેમને એ જાણકારી મેળવવાની જરૂર છે કે આ હકીકતમાં ક્યાં થઈ હતી. વિજ્ઞાની મંગળની સપાટી પર વહેતા અમુક લાવા જે ખૂબ નજીકના લાગી રહ્યા છે તેને જોઈને દંગ રહી ગયા.