વોટ્સએપમાં ડુ-નોટ ડિસ્ટર્બ મોડ
ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે કોઈ મહત્ત્વના કામ પર ફોકસ કરી રહ્યા હોઇએ અને એ સમયે કોઈ ફોન લેવા માગતા ન હોઇએ તો એવી સ્થિતિમાં ફોનમાં ‘ડુ નોટ ડિસ્ટર્બ’ મોડ ઇનેબલ કરી શકાય છે. પરંતુ જો કામ પૂરું થયા પછી ડુ નોટ ડિસ્ટર્બ મોડ ડિસેબલ કરવાનું ભૂલી જઇએ તો એ પછી આપણા પર આવતા કોલ રીસિવ કરવાનું આપણે ચૂકી જઇએ - આવું વોટ્સએપ કોલ માટે પણ થઈ શકે છે.
હવે વોટ્સએપમાં એવું ફીચર ઉમેરાઈ રહ્યું છે જેમાં આપણે કોઈ વોઇસ કોલ રીસિવ કરવાનું ચૂકી જઇએ તો એ સમયે ડુ નોટ ડિસ્ટર્બ ઓન હોવાને કારણે આવું થયું છે એવી આપણને જાણ કરવામાં આવશે. આવી જાણ માત્ર કોલ રીસિવ ન કરી શકનારી વ્યક્તિને થાય છે. આપણને કોલ કરનારી વ્યક્તિને એની જાણ થતી નથી કે ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન હોવાને કારણે આપણે ફોન રીસિવ કર્યો નથી.