બાઈક-ટ્રેનમાં હોર્ન હોય છે, પરંતુ શું પ્લેનમાં પણ હોર્ન હોય છે? હા, તો ક્યારે વગાડે છે પાયલોટ
સાયકલના સમયથી એક્સીડેન્ટથી બચવા માટે હોર્નનો ઉપયોગ કરવામાં આવતો હતો
શું પ્લેનમાં લાગેલા હોર્નનો ઉપયોગ પણ એક્સીડેન્ટને ટાળવા માટે કરવામાં આવે છે?
Image Envato |
તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર
Aeroplane horn: હાલમાં રસ્તાઓ પર વાહનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. પહેલા વાહનો ઓછા હતા તો એક્સીડેંન્ટ પણ ઓછા થતા હતા. પરંતુ હવે રસ્તા પર વાહનોની ભીડ વધી છે તેથી એક્સીડેન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. સાયકલના સમયથી એક્સીડેન્ટથી બચવા માટે હોર્નનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે બાઈક હોય કે કાર દરેકમાં હોર્ન જરુર હોય છે. જો તેમાં ટ્રકની વાત કરવામાં આવે તો તેમા બહુ મોટા હોર્નનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એક્સીડેન્ટની સંભાવના ઘટી શકે.
શું પ્લેનમાં લાગેલા હોર્નનો ઉપયોગ પણ એક્સીડેન્ટને ટાળવા માટે કરવામાં આવે છે?
હોર્નના અવાજથી લોકોને વાહન વિશે ખ્યાલ આવી જાય છે અને સતર્ક થઈ જાય છે, નાની બાઈક હોય કે મોટી ગાડી દરેકમાં હોર્નનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આવામાં સવાલ એ આવે છે કે શું આટલા મોટા વિશાળ એરોપ્લેનમાં પણ હોર્ન હોય છે ? શું પ્લેનમાં લાગેલા હોર્નનો ઉપયોગ પણ એક્સીડેન્ટને ટાળવા માટે કરવામાં આવે છે? અને જો પ્લેનમાં હોર્ન હોય છે તો આખરે તેનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે.??
વિમાન જમીન પર હોય ત્યારે હોર્ન વગાડે છે પાયલોટ
પ્લેનનું હોર્ન વગાડવા માટેનો નિયમ જાણીને તમને નવાઈ લાગશે. નિયમ પ્રમાણે પ્લેન જયારે આકાશમાં ઉડતું હોય ત્યારે હોર્ન વગાડવાની મંજુરી નથી હોતી. જોકે, જ્યારે પ્લેન લેન્ડ કરવામાં આવે છે ત્યારે જ પાયલોટ હોર્નનો ઉપયોગ કરે છે. પ્લેનના હોર્નનો ઉપયોગ વિમાન જ્યારે માત્ર જમીન પર હોય ત્યારે જ કરવામાં આવે છે. હોર્નનો ઉપયોગ ગ્રાઉંડ એન્જીનિયર અને સ્ટાફ સાથે કોન્ટેક્ટ કરવા માટે જ કરવામાં આવતો હોય છે. જો પાયલોટને લેડિંગ દરમ્યાન કોઈ પણ પ્રકારનો ખતરો મહેસુસ થાય અથવા ગ્રાઉંડ સ્ટાફને તેનાથી સાવધાન કરવા હોય ત્યારે હોર્ન વગાડવામાં આવે છે, જેથી કરીને ગ્રાઉંડ સ્ટાફ સતર્ક થઈ જાય.