Get The App

Netflix બાદ હવે આ પોપ્યુલર OTT પ્લેટફોર્મએ કરી પાસવર્ડ શેરીંગ ફેસેલીટી બંધ , જાણો કારણ

ઘણા લોકો વિવિધ OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. પણ હકીકતમાં એમાંથી ઘણા ઓછા લોકો જ સબસ્ક્રીપ્શન લેતા હોય છે

જેથી હવે OTT કંપનીઓ પાસવર્ડ શેરીંગ ફેસેલીટી બંધ કરી રહી છે

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
Netflix બાદ હવે આ પોપ્યુલર OTT પ્લેટફોર્મએ કરી પાસવર્ડ શેરીંગ ફેસેલીટી બંધ , જાણો કારણ 1 - image


Disney Stop Password Sharing: જો તમે OTT જોવાના શોખીન છો તો તમારા માટે સારા સમાચાર નથી. Netflix બાદ હવે લોકપ્રિય OTT પ્લેટફોર્મ Disney+ એ પાસવર્ડ શેરીંગ ફેસેલીટી બંધ કરવાની જાહેરાત કરી છે. જો કે કંપની એ હાલમાં કેનેડા યુઝર્સને તેમના પાસવર્ડ અન્યને શેર ન કરવા કહ્યું છે. આવનાર સમયમાં અન્ય દેશ માટે પણ આ જાહેરાત કરવામાં આવશે. 

Netflix ની રાહે હવે Disney+

ભારતમાં OTT કન્ટેન્ટને ખુબ પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધી યુઝર્સ એક જ સબસ્ક્રીપ્શન લઈને વિવિધ ડિવાઈસમાં તેમના ફ્રેન્ડસ અને રીલેટીવ્સને શેર કરીને વાપરતા હતા. જેના લીધે ઘણા લોકો વિવિધ OTT સર્વિસનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ તેમાંથી બઉ ઓછા લોકો દ્વારા સબસ્ક્રીપ્શન લઈને પૈસા ખર્ચવામાં આવે છે. 

જેથી હવે OTT કંપનીઓએ આ પ્રથા બંધ કરવા પ્રયત્નો કરી રહી છે. આ વર્ષમાં જુલાઈ માસમાં Netflix દ્વરા ભારતીય યુઝર્સ માટે પોતાના ઘર સિવાય પાસવર્ડ શેરીંગની ફેસેલીટી બંધ કરવામાં આવી હતી. ત્યારે Disney+ પણ આજ રસ્તો અપનાવવા જઈ રહી છે.

Disney+ એ આ યુઝર્સ માટે બંધ કરી આ ફેસેલીટી

1 નવેમ્બરથી કેનેડાના યુઝર્સ હવે તેમનો પાસવર્ડ તેમના ઘરની બહારના લોકો સાથે શેર નહિ કરી શકે. આ બદલાવની જાહેરાત તેમને તેમના યુઝર્સને ઈ-મેઈલ મોકલીને કરી હતી. 

'ધ વર્જ'ના એક રિપોર્ટ અનુસાર કંપની દ્વારા એક મેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, અમે તમારા ઘરની બહાર લોગીન ફ્રેન્ડેશિયલ શેરીંગની ફેસેલીટી બંધ કરીએ છીએ. આ ઉપરાંત કંપનીના અપડેટેડ હેલ્પ સેન્ટરમાં પણ આ લખાઈને આવે છે કે તમે તમારી મેમ્બરશીપ તમે તમારા ઘરની બહાર શેર નહિ કરી શકો. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News