Get The App

સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર માટે ડિઝની + હોટસ્ટાર થયું ડાઉન

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
સ્માર્ટ ટીવી અને કોમ્પ્યુટર માટે ડિઝની + હોટસ્ટાર થયું ડાઉન 1 - image


Disney + Hotstar Down: ડિઝની + હોટસ્ટારની સર્વિસ ડાઉન થઈ હતી. આ સર્વિસ કોમ્પ્યુટર અને સ્માર્ટ ટીવી માટે જ ડાઉન થઈ હતી. ડિઝની + હોટસ્ટાર ભારતના મેજર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંનું એક છે. દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદરાબાદના યૂઝર્સ દ્વારા સર્વિસ બંધ થઈ હોવાના રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. આ સર્વિસ બપોરે સાડા બારની આસપાસ બંધ થઈ હતી. મેચ જોવા માટે આ પ્લેટફોર્મનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે.

એરર મેસેજ આવી રહ્યો હતો

યૂઝર જ્યારે પણ આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં હતાં ત્યારે એક એરર મેસેજ આવી રહ્યો હતો. ‘સમથીંગ વેન્ટ રોગ, વી આર હેવિંગ ટ્રબલ પ્લેઇંગ ધીસ વીડિયો રાઇટ નાઉ’ની એરર યૂઝરને આવી રહી હતી. આ પ્લેટફોર્મ દ્વારા એ સમયે યૂઝરને તેમના એકાઉન્ટને ફરી રીએક્ટિવેટ કરવાની અથવા તો સર્વિસ સપોર્ટ લેવા માટે કહેવામાં આવી રહ્યું હતું. જોકે આ ટેકનિકલ એરરને કારણે યૂઝર્સ ગૂસ્સે ભરાયા હતાં અને તેમણે રિપોર્ટ કરવાની સાથે સોશિયલ મીડિયામાં ભડાશ કાઢ્યો હતો.

ડાઉનડિટેક્ટરે પણ કરી પુષ્ટિ

આઉટેજ અને સર્વિસ ડાઉન થાય એ જણવવા માટેની જાણીતી સર્વિસ ડાઉનડિટેક્ટર દ્વારા પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે ડિઝની + હોટસ્ટારની સર્વિસ બંધ થઈ હતી. આ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસને લઈને ઘણા રિપોર્ટ ડાઉનડિટેક્ટર પણ કરવામાં આવ્યા હતા. 98 ટકા રિપોર્ટ વીડિયો સ્ટ્રીમિંગને લઈને કરવામાં આવ્યા હતા. આ સાથે જ યૂઝરને સર્વિસનો ઉપયોગ કરવામાં શું-શું તકલીફ પડી હતી એ વિશે પણ કહ્યું હતું.

આ પણ વાંચો: એપલના બે એકાઉન્ટ વચ્ચે હવે સબસ્ક્રિપ્શન ટ્રાન્સફર શક્ય છે, જાણો કેવી રીતે કરશો…

મોબાઇલ યૂઝરને કોઈ તકલીફ નહીં

આ સર્વિસનો ઉપયોગ વેબ એટલે કે કોમ્પ્યુટર અને સ્માર્ટ ટીવી પર કરનારા યૂઝર્સને જ તકલીફ પડી હતી. ડિઝની + હોટસ્ટારનો ઉપયોગ મોબાઇલ પર કરનારા યૂઝર્સને કોઈ સમસ્યા નહોતી આવી. આ સર્વિસ કેમ બંધ થઈ હતી અને એનું કારણ શું એ વિશે કંપની દ્વારા કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. જોકે સર્વિસ ફરી ચાલું થઈ ગઈ છે.


Google NewsGoogle News