આવી ગયું ડિજિલોકર જેવું એન્ટિટી લોકર
- ¼khíkLkk rðrðÄ rçkÍLkuMk fu MktMÚkkykuLkwt fk{fks Mknu÷wt çkLkþu
કોવિડ મહામારી પૂરી થવામાં હતી એ અરસાનો પેલો કિસ્સો કદાચ તમે પણ જાણતા હશો -
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતે એ વાત કહી હતી. જયશંકર અમેરિકાના પ્રવાસે
હતા એ દરમિયાન, એક વાર, તેઓ અમેિરકામાં રહેતા પોતાના પુત્ર સાથે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા. એન્ટ્રી
વખતે બંને પાસે કોવિડની વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું.
જયશંકરના પુત્રે ખિસ્સામાંથી પેપર સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું, જ્યારે જયશંકરે પોતાના સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઓપન કરી, તેમાં ડિજિટલ સર્ટિફિકેટ બતાવ્યું!
ભારતમાં વિવિધ રીતે ડિજિટલ ટેક્નોલોજી વિસ્તારવાના ભાગરૂપે અને પેપરલેસ
ગવર્નન્સ તરફ આગળ વધવા માટે દસ વર્ષ પહેલાં,
૨૦૧૫માં ડિજિલોકર વ્યવસ્થા લોન્ચ થઈ હતી.
વ્યક્તિગત ઓળખ અને અન્ય હેતુ માટેનાં સત્તાવાર ડોક્યુમેન્ટ્સ આપણે ડિજિલોકરમાં
સાચવી શકીએ છીએ અને ત્યાંથી શેર કરી શકીએ છીએ. બરાબર એ જ પ્રકારનું ડિજિટલ લોકર
હવે ભારતમાં રજિસ્ટર્ડ વિવિધ એન્ટિટી એટલે કે કંપની, સંસ્થા, સોસાયટી, ટ્રસ્ટ વગેરે માટે પણ લોન્ચ થઈ ગયું છે.
તમારી આવી કોઈ એન્ટિટી હોય, તો આ સગવડ તમારે કામની છે.
yuÂLxxe
÷kufh fkuLkk {kxu, fE heíku fk{ fhu Au?
હવે આપણે સૌ ડિજિલોકર’ (www.digilocker.gov.in) વ્યવસ્થાથી ખાસ્સા પરિચિત છીએ. આપણા સૌના વિવિધ પ્રકારના સત્તાવાર દસ્તાવેજો
ડિજિટલ સ્વરૂપે સાચવવા માટેની આ એક ઘણી સરળ,
ઝડપી અને સ્માર્ટ
વ્યવસ્થા છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં હજી ડિજિલોકર એપ ઇન્સ્ટોલ ન કરી હોય તો
હવે કરી લેવા જેવી છે.
આપણા વ્યક્તિગત ડિજિલોકરમાં આપણે આધારકાર્ડ, પાનકાર્ડથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનની આરસી બુક, સ્કૂલ બોર્ડનાં સર્ટિફિકેટ વગેરે જેવાં વિવિધ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે
સાચવી શકીએ છીએ. રેલવે કે હવાઈ મુસાફરી દરમિયાન કે અન્ય કોઈ પણ જગ્યાએ આવા કોઈ
દસ્તાવેજ બતાવવાના હોય ત્યારે ડિજિલોકરમાંનાં ઇસ્યૂડ (આપણે સેવ કરેલી કોપી નહીં, જે તે સત્તાવાર સંસ્થા તરફથી ઇસ્યૂ થયેલ) ડોક્યુમેન્ટ્સ બતાવીએ તો તે કાયદેસર
માન્ય ગણાય છે.
હવે ટૂંક સમયમાં ડિજિલોકરની જેમ એન્ટિટી લોકર શબ્દ પણ ગાજવાનો છે. ડિજિલોકર વ્યવસ્થા આપણા વ્યક્તિગત ઉપયોગ માટે છે, તેમ એન્ટિટી લોકર આપણા બિઝનેસ કે કંપની સંબંધિત દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે
સાચવવા માટેની વ્યવસ્થા છે.
એન્ટિટી લોકર શું છે?
એન્ટિટી લોકર એક ડિજિટલ પ્લેટફોર્મ છે,
જે ભારતમાંના બિઝનેસ
કે ઓર્ગેનાઇઝેશનને સંબંધિત ડોક્યુમેન્ટ્સના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને વેરિફિકેશન માટે ઉપયોગી છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫ની શરૂઆતમાં
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળ નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝનએ સત્તાવાર રીતે એન્ટિટી લોકર લોન્ચ કર્યું.
આ એક સલામત ક્લાઉડ-બેઝ્ડ સોલ્યુશન છે. તેની મદદથી મોટાં ઓર્ગેનાઇઝેશન્સ, કોર્પોરેશન્સ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ), ટ્રસ્ટ, સ્ટાર્ટઅપ્સ તથા સોસાયટી
વગેરે વિવિધ પ્રકારની એન્ટિટી એટલે કે સંસ્થાઓ તેમના કામકાજને સંબંધિત
ડોક્યુમેન્ટ્સ, તેને જારી કરનાર સંસ્થા તરફથી
ડિજિટલ સ્વરૂપે મેળવીને ક્લાઉડમાં સ્ટોર
કરી શકે છે, ત્યાંથી તેને શેર કરી શકે છે
તથા ત્યાંથી જ તેનું વેરિફિકેશન કરાવી શકે છે.
કન્સેપ્ટની રીતે ડિજિલોકર અને એન્ટિટી લોકર લગભગ એક જ પ્રકારની વ્યવસ્થા છે.
ફક્ત બંનેના હેતુ અલગ અલગ છે. ડિજિલોકર વ્યક્તિગત ઉપયોગ માટે છે જ્યારે એન્ટિટી
લોકર સંસ્થાકીય ઉપયોગ માટે છે.
ડિજિલોકરની જેમ જ એન્ટિટી લોકરમાં વિવિધ સત્તાવાર સંસ્થાઓ દ્વારા જારી કરવામાં
આવતા ડોક્યુમેન્ટ્સ સાચવી શકાય છે. આ માટે તેમની પહેલી વાર પ્રાથમિક માહિતી આપવાની
રહે છે.
અગાઉ આપણે કોઈ પણ સરકારી કચેરીમાં પોતાની સંસ્થાની ઓળખ સાબિત કરવી હોય તો એ
માટે વિવિધ સરકારી દસ્તાવેજોની ફિઝિકલ કોપી રજૂ કરવી પડતી હતી. એ કામ ડિજિલોકર કે
એન્ટિટી લોકર વ્યવસ્થાને કારણે એકદમ સરળ બની જાય છે.
એન્ટિટી લોકરનો કોણ ઉપયોગ કરી શકશે?
વિવિધ કંપની કે સંસ્થા તરફથી અધિકૃત વ્યક્તિ એન્ટિટી લોકરનો ઉપયોગ કરી શકશે.
જેમ કોઈ વેબસાઇટ પર સરેરાશ યૂઝર, કન્ટેન્ટ મેનેજર કે એડમિન
જેવા વિવિધ રોલ મુજબ લોકો પોતાના એકાઉન્ટથી લોગઇન થઈને તેમને મળતી સગવડોનો લાભ લઈ
શકે છે, બરાબર એ જ રીતે એન્ટિટી
લોકરમાં રોલ-બેઝ્ડ એક્સેસ મેનેજમેન્ટનો ઉપયોગ થશે. અહીં પણ આધાર વ્યવસ્થાની મદદથી
જે તે વ્યક્તિનું ઓથેન્ટિકેશન થશે.
જે તે કંપની કે સંસ્થાની અધિકૃત વ્યક્તિ એન્ટિટી લોકરમાં એ કંપની કે સંસ્થાના
નોડલ પર્સન તરીકે રજિસ્ટ્રેશન કરીને લોકરમાં કંપનીનું એકાઉન્ટ સંભાળી શકશે. એ માટે
એ વ્યક્તિએ કંપની તરફથી ઓથોરાઇઝેશન લેટર રજૂ કરવો પડશે. એ પછી તે એન્ટિટી લોકર
વ્યવસ્થામાં જે તે કંપની કે સંસ્થાના પ્રાથમિક પ્રતિનિધિ બનશે તથા એકાઉન્ટના એડમિન
બનશે. આ નોડલ પર્સન એન્ટિટી લોકરમાં કંપનીના અન્ય લોકોને યૂઝર તરીકે ઉમેરી શકશે.
આ પછી એન્ટિટી લોકરમાં વિવિધ ઓથોરિટીનાં ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરી શકાશે. જે તે એન્ટિલી લોકરના યૂઝર્સ લોગઇન થઈને અન્ય ઓથોરિટી કે કંપનીઓને પોતાની કંપનીના જીએસટીએન કે પાન જેવા ડોક્યુમેન્ટ્સ શેર કરી શકશે. એન્ટિટી લોકરમાંથી શેર થતા આવા ડિજિટલ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે માન્ય ગણાશે.
yk
ÔÞðMÚkkLkk ¾kMk {wÆk
બિઝનેસ ડોક્યુમેન્ટ્સના ક્લાઉડ સ્ટોરેજ તથા મેનેજમેન્ટ માટે એકાઉન્ટ દીઠ ૧૦
જીબીની સ્ટોરેજ.
દરેક પ્રકારના ડોક્યુમેન્ટનું એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સલામત સ્ટોરેજ.
વિવિધ સરકારી સંસ્થાઓના ડેટાબેઝ સાથે સીધું ઇન્ટિગ્રેશન.
મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ
નેટવર્ક (જીએસટીએન), ડિરેકટરેટ જનરલ ઓફ ફોરેન
ટ્રેડ વગેરે સંસ્થાઓના ડેટાબેઝમાં રહેલા આપણા બિઝનેસ સંબંધિત ડોક્યુમેન્ટ્સ
એન્ટિટી લોકરમાં સાચવી શકાય તથા અહીંથી તેનું વેરિફિકેશન કરાવી શકાય.
વિવિધ કંપનીઓમાં આપણા બિઝનેસનું વેન્ડર તરીકે રજિસ્ટ્રેશન કે વેરિફિકેશન
કરવાનું હોય, બિઝનેસ માટે બેંકમાંથી લોન
મેળવવાની હોય, એફએફએસએઆઇ જેવી સંસ્થાઓની
કાયદાકીય જોગવાઇનું પાલન કરવાનું હોય કે કોર્પોરેટ કંપનીઓનાં એન્યુઅલ રિટર્ન્સ
ફાઇલ કરવાનાં હોય ત્યારે એન્ટિટી લોકરમાંનાં ડોક્યુમેન્ટ્સની મદદથી સહેલાઈથી
ઓનલાઇન વેરિફિકેશન શક્ય બનશે.
ડિજિલોકરની જેમ જ એન્ટિટી લોકરનો ઉપયોગ સ્વૈચ્છિક છે. આથી આપણે ઇચ્છીએ તો હજી
પણ જૂની કાગળિયાં આધારિત પદ્ધતિનો ઉપયોગ ચાલુ રાખી શકીએ છીએ!
યાદ રહે કે એન્ટિટી લોકર વ્યવસ્થા ભારતના સરેરાશ વ્યક્તિઓ માટે નથી, એ માત્ર કોર્પોરેટ ઉપયોગ માટે છે.