Get The App

પીસી કે લેપટોપ ચાલુ-બંધ કરવાના વિવિધ રસ્તા

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
પીસી કે લેપટોપ ચાલુ-બંધ કરવાના વિવિધ રસ્તા 1 - image


- ykÃkýk fBÃÞqxhLkwt ÃkVkuo{oLMk MkwÄkhíke yLku çkuxhe Ãkh yMkh fhíke fux÷e çkkçkíkku òýe ÷Eyu

આપણે પોતાના પીસી કે લેપટોપને ત્રણ-ચાર રીતે બંધ કરી શકીએ છીએ. આ બધી રીતોના તફાવત બરાબર સમજી લઇએ તો આપણું પીસી કે લેપટોપ લાંબો સમય સરસ રીતે કામ કરતું રહે. યાદ રહે કે આપણા સ્માર્ટફોનમાં પણ આ પ્રકારે રિસ્ટાર્ટ કે પાવર ઓફના વિકલ્પો હોય છે અને તેમાં પણ મૂળ કન્સેપ્ટ લગભગ સરખો જ છે.

સ્લીપ

 લેપટોપ કે કમ્પ્યૂટર સ્લીપ મોડમાં હોય ત્યારે તે પાવરનો ઓછામાં ઓછો વપરાશ કરે છે, એ સાથે જ આપણે ઇચ્છીએ ત્યારે ફટાક દઇને કામ કરવા પણ તે તૈયાર રહે છે. કમ્પ્યૂટર સ્લીપ મોડમાં જાય ત્યારે આપણે ઓપન કરેલા બધાં ડોક્યુમેન્ટ્સ અને પ્રોગ્રામ્સ કમ્પ્યૂટરની સિસ્ટમ મેમરી (રેમ)માં રહે છે. મતલબ કે બધું પૂરેપૂરું શટડાઉન થતું નથી. આથી કમ્પ્યૂટર સ્લીપ મોડમાંથી બહાર આવે એ સાથે તરત જ તે સ્લીપ મોડ પહેલાની સ્થિતિમાં આવી જાય છે.

આપણે લેપટોપના સ્ક્રીનને બંધ કરી દઇએ એ સાથે તે સ્લીપ મોડમાં જાય છે. એ સિવાય વિન્ડોઝ ૧૦ અને વિન્ડોઝ ૧૧માં સેટિંગ્સમાં સિસ્ટમ અને તેમાં પાવર બેટરીના ઓપ્શન્સમાં જઇને કેટલો સમય ઇનએક્ટિવ રહ્યા પછી કમ્પ્યૂટર આપોઆપ સ્લીપ મોડમાં જતું રહે તે નક્કી કરી શકાય છે.

યાદ રાખશો કે લેપટોપમાં આપણું કામ ચાલુ હોય ત્યારે, ઓપન ફાઇલ્સને સેવ કર્યા વિના સ્ક્રીન બંધ કરીએ અને લેપટોપ સ્લીપ મોડમાં હોય એ દરમિયાન તેની બેટરી પૂરી ખાલી થઈ જાય તો આપણી ફાઇલમાં સેવ ન કરેલું કામ ગુમાવવાનો વારો આવી શકે.

રિસ્ટાર્ટ

 કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરીએ ત્યારે તેની ટેમ્પરરી મેમરીમાં સ્ટોર થયેલી બધી બાબતો ક્લિન થાય છે. આપણે જે કોઈ ડોક્યુમેન્ટ્સ કે પ્રોગ્રામ ઓપન કર્યા હોય તે બધા સદંતર બંધ થાય છે અને કમ્પ્યૂટર નવેસરથી સ્ટાર્ટ થાય છે. આ કારણે કમ્પ્યૂટરમાં કોઈ પ્રોગ્રામ રન થવામાં મુશ્કેલી આવી રહી હોય કે સોફ્ટવેર અપડેટ થયું હોય એ પછી તેને રિસ્ટાર્ટ કરવાથી કમ્પ્યૂટર કોરી પાટીની જેમ નવેસરથી કામ કરવા માટે તૈયાર રહે છે.

શટડાઉન

જ્યારે આપણે લાંબા સમય માટે કમ્પ્યૂટરનો ઉપયોગ ન કરવો હોય ત્યારે તેને શટડાઉન કરવું હિતાવહ છે. આ સ્થિતિમાં કમ્પ્યૂટરમાંની બધી એક્ટિવ પ્રોસેસ સદંતર બંધ થાય છે. એ સાથે તેની ટેમ્પરરી મેમરી એટલે કે રેમમાં રહેલી બાબતો પણ ક્લિયર થાય છે.

હાઇબરનેટ

આ પણ એક પ્રકારે સ્લીપ મોડ જેવો જ મોડ છે. તમારા વિન્ડોઝ ૧૦ કે ૧૧ પીસીમાં આ મોડ જોવા ન પણ મળે. તેમાં સ્લીપ મોડ કરતાં પણ ઓછો પાવર યૂઝ થાય છે. જ્યારે આપણે લાંબા સમય માટે કમ્પ્યૂટરનો ઉપયોગ ન કરવો હોય પરંતુ તેને ઝડપથી ફરી કામ કરવા માટે તૈયાર રાખવું હોય ત્યારે આ ઓપ્શન બહેતર રહે છે.

આપણને સૌને મોટા ભાગે દિવસના અંતે કમ્પ્યૂટરને શટડાઉન કરવાની આદત હોય છે. પરંતુ ઘણા લોકો તેઓ લાંબી રજા પર જવાના હોય ત્યારે જ કમ્પ્યૂટર શટડાઉન કરે છે. ત્યાં સુધી તેઓ સ્લીપ કે હાઇબરનેટ જેવા મોડથી કામ ચલાવી લે છે. બંને પદ્ધતિમાં ખાસ કંઈ વધુ લાભ કે નુક્સાન નથી. પરંતુ ઓછામાં ઓછું દર અઠવાડિયે એક વાર કમ્પ્યૂટર કે લેપટોપને સદંતર શટડાઉન અને પછી ફરી ઓન કરવાથી એ બહેતર પર્ફોર્મન્સ આપે છે.


Google NewsGoogle News