Get The App

કોવિડ-19એ બદલી નાખ્યું ચંદ્રનું તાપમાન? જાણો આખરે શું થયું હતું...

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
કોવિડ-19એ બદલી નાખ્યું ચંદ્રનું તાપમાન? જાણો આખરે શું થયું હતું... 1 - image


Moon Temperature: ચાંદનું તાપમાન અચાનક ઠંડુ થઈ જતાં દુનિયાભરમાં એ ચર્ચાનો વિષય બન્યું હતું. 2024માં કરવામાં આવેલી એક સ્ટડી મુજબ કોવિડ-19ની અસર ફક્ત પૃથ્વી પર નહીં, પરંતુ ચંદ્ર પર પણ હતી. પૃથ્વી પર કોવિડ-19ને કારણે કોઈ પણ ચહલપહલ નહોતી થઈ રહી હોવાથી વાતાવરણ શાંત થઈ ગયુ હતુ. એને કારણે પૃથ્વીની સાથે ચંદ્રના તાપમાન પર પણ ફરક પડ્યો હતો.

આ સ્ટડીને રિસર્ચરો દ્વારા ફરી સ્ટડી કરવામાં આવી છે. તેઓ એ વાતને ચોક્કસ કરવા માગતા હતા કે પૃથ્વી પર મનુષ્યની ચહલપહલ બંધ થઈ ગઈ હતી શું એ જ કારણ છે કે ચંદ્ર પર તાપમાન ઠંડુ થઈ ગયું હતું. આ સ્ટડી ફરી કરતાં તેઓ એક મંતવ્ય પર પહોંચ્યા છે.

મિસોરીની S&T યુનિવર્સિટી અને ટ્રિનિદાદ અને ટોબાગોના સેન્ટ ઓગસ્ટાઇનમાં આવેલી યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇન્ડીઝના રિસર્ચરો દ્વારા એક નવું રિસર્ચ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેમણે એ વાતની ખાતરી આપી છે કે ચંદ્રના તાપમાનમાં 2020ની એપ્રિલ અને મે મહિનામાં ઘટાડો થયો હતો. જોકે આ ઘટાડો 2018માં પણ નોંધાયો હતો. એ સમયે કોવિડ-19નો દૂર દૂર સુધી કોઈ અણસાર નહોતો. આ વિશે રિસર્ચરો પેપરમાં લખે છે કે, ‘2020ની એપ્રિલ-મે મહિનામાં ચાંદના તાપમાનમાં જે ઘટાડો થયો હતો એની શરૂઆત 2019ની શરૂઆતમાં થઈ ગઈ હતી. એ પણ કોવિડ-19ની શરૂઆત પહેલાં, જેને કારણે દુનિયાભરના દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જોકે એની અસર પૃથ્વીના પોલ્યુશનમાં ઘટાડો થયો હતો.’

કોવિડ-19એ બદલી નાખ્યું ચંદ્રનું તાપમાન? જાણો આખરે શું થયું હતું... 2 - image

આ રિસર્ચરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ચંદ્રના તાપમાનમાં જે ઘટાડો થયો હતો એની શરૂઆત 2020 એપ્રિલ-મે મહિનામાં જ થઈ હતી એવું નથી. આ સાથે જ મનુષ્યની એક્ટિવિટીના કારણે ચંદ્રના તાપમાનમાં ઘટાડો થયો હતો એવા પણ કોઈ પુરાવા નથી.’

નાસાના ડિવાઇનર લુનાર રેડિયોમીટર એક્સપેરિમેન્ટના ગયા વર્ષના ડેટાને રિસર્ચરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ ડેટા 2017થી 2023 સુધીના છે. આ ડેટાને કારણે તેમને અહેસાસ થયો હતો કે કોવિડ-19 દરમિયાન તાપમાનમાં ઘટાડો થયો હતો. આ વિશે મિસોરીની S&T યુનિવર્સિટીના પ્રોફેસર અને સિવિલ એન્જિનિયર ડોક્ટર વિલિયમ શોનબર્ગ કહે છે, ‘અમે એમ નથી કહેતાં કે કોવિડ-19 દરમિયાન જે સમયગાળો છે, એ દરમ્યાન તાપમાન ઓછું થયું નહોતું. જોકે અમે એ વિશે દલીલ તો જરૂર કરીએ છીએ કે પૃથ્વી પર જે એક્ટિવિટીઓ થાય છે એની અસર કેવી રીતે ચાંદ પર થાય છે.’

આ પણ વાંચો: ફેન્સને સરપ્રાઇઝ આપી શકે છે એપલ: આગામી અઠવાડિયે લોન્ચ કરી શકે છે આઇફોન SE 4

જોકે આ ટીમ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે પૃથ્વીની ગરમી અને રેડિએશન ચંદ્રના તાપમાનને અસર કરી શકે એવી માત્રા ખૂબ જ ઓછી છે. જો એના પર કોઈ અસર થઈ હોય તો પણ એની માત્રા એટલી ઓછી છે કે એને નોટિસ કરી શકાય અને માપી શકાય એવી શક્યતા નથી.


Google NewsGoogle News