Get The App

ડીપસીક પર પ્રતિબંધની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, કહ્યું- જો એ જોખમી હોય તો ના વાપરો

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
ડીપસીક પર પ્રતિબંધની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, કહ્યું- જો એ જોખમી હોય તો ના વાપરો 1 - image


Delhi HighCourt Refuse Urgent Hearing For DeepSeek: દિલ્હી હાઇકોર્ટમાં ડીપસીકને બેન કરવા માટેની પબ્લિક ઇન્ટરેસ્ટ લેટિગેશન (PIL) દાખલ કરવામાં આવી છે. એને અર્જનટમાં હિયરિંગ મળે એ માટે વિનંતી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ડીપસીક એક ચાઇનિઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે. આ ચેટબોટની દુનિયાભરમાં ખૂબ જ વાહવાહી થઈ હતી, પરંતુ ઘણાં દેશમાં એને બેન કરી દેવામાં આવી છે.

કોણે PIL દાખલ કરી?

એડ્વોકેટ ભાવના શર્મા દ્વારા આ PILને ફાઇલ કરવામાં આવી હતી. સાઇબર અટેક અને ડેટા બ્રીચથી ભારતના નાગરીકો અને સરાકરી સિસ્ટમને બચાવવાના હેતુથી ડીપસીકને બેન કરવાની અપીલ કરવામાં આવી છે. આ PILમાં કહેવામાં આવ્યું છે કે એપ સ્ટોર પર એને લોન્ચ કરવાના એક મહિનાની અંદર જ એમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. આ ચેટબોટ દ્વારા પર્સનલ ડેટાની સાથે ચેટ હિસ્ટ્રી અને બેક-એન્ડ ડેટા પણ હેકર્સ મેળવી શકે છે.

ડીપસીક પર પ્રતિબંધની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, કહ્યું- જો એ જોખમી હોય તો ના વાપરો 2 - image

જજે અર્જન્ટ હિયરિંગ માટેની અરજી ફગાવી

દિલ્હી હાઇકોર્ટના જજની બેન્ચમાં દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને તુષાર રાવ ગદેલાનો સમાવેશ થાય છે. આ અરજી ફાઇલ કરનાર વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મેટર ખૂબ જ સેન્સિટીવ છે અને એના પર તાત્કાલિક ઘોરણે ધ્યાન આપવું જરૂરી છે. આ વિશે જજ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘જો એ જોખમી હોય તો ઉપયોગ કરવાનું બંધ કરી દો. શું એનો ઉપયોગ કરવું તમારા માટે ફરજિયાત છે?’

આ વિશે વધુ જણાવતા જજ તુષાર રાવ ગદેલાએ કહ્યું હતું કે ‘AI ખૂબ જ ખતરનાક ટૂલ છે પછી એ કોઈના પણ હાથમાં કે ન હોય. ચાઇનિઝ હોય કે અમેરિકા એનાથી કોઈ ફરક નથી પડતો.’

આ પણ વાંચો: અમેરિકાના બેન છતાં ચીનમાં NVIDIAના પ્રોસેસર ડિમાન્ડમાં, ડીપસીકનો છે કમાલ

એપ્રિલમાં થશે હિયરિંગ

આ અરજીમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, ગૂગલ, એપલ ઇન્ડિયા અને ડીપસિકના મેકર્સનું નામ પણ છે. કોર્ટ દ્વારા અગાઉ આ પ્રકારની અરજી માટે યુનિયન ગવર્નમેન્ટના વકીલને આ વિશે માહિતી એકત્ર કરવા માટે સૂચવ્યું હતું. ઘણાં દેશમાં ડીપસીકનો ઉપયોગ કરવા પર બેન મૂકવામાં આવ્યો છે. ભારતની સરકાર દ્વારા પણ તમામ ડિપાર્ટમેન્ટને એ જણાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી ડિવાઇઝમાં ડીપસીક અને chatGPT જેવી સર્વિસનો ઉપયોગ ન કરવો. દિલ્હી હાઇ કોર્ટ દ્વારા ભાવના શર્માની અરજી માટે 16 એપ્રિલની તારીખ આપવામાં આવી છે.


Google NewsGoogle News