‘ઇન્ડિયા પસંદ નથી તો અહીં કામ કરવાની જરૂર નથી’, વિકિપીડિયાને દિલ્હી હાઇકોર્ટની ફટકાર
Wikipedia Case In Delhi HighCourt: દિલ્હી હાઇકોર્ટે હાલમાં જ વિકિપીડિયાને ફટકાર લગાવી છે. ન્યુઝ એજન્સી ANI દ્વારા વિકિપીડિયા પર કેસ કરવામાં આવ્યો છે. વિકિપીડિયા ઇન્ફોર્મેશન આપનારી વેબસાઇટ છે. મોટાભાગની દરેક વસ્તુની માહિતી આ વેબસાઇટ પરથી મળી જાય છે. સ્કૂલ અને કોલેજના બાળકોના એસાઇમેન્ટથી લઈને ઓફિસના પ્રેઝન્ટેશન જેવી દરેક વસ્તુ માટે વિકિપીડિયાનો ઉપયોગ થાય છે.
શું કેસ છે?
વિકિપીડિયા એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. આ વેબસાઇટનું કામ લોકો સુધી માહિતી પહોંચાડવાનું છે. જોકે દરેક દેશની દરેક જગ્યાની અને દરેક લોકોની માહિતી તેઓ મેળવી શકે એમ નથી. આથી વિકિપીડિયાએ યુઝર્સ દ્વારા માહિતી એડિટ કરી એને ફાઇલ કરવાની સગવડ પૂરી પાડી છે. જોકે આ દરમ્યાન કોઈએ ન્યુઝ એજન્સી ANIના વિકિપીડિયા પેજ પર ખોટી માહિતી ફાઇલ કરી હતી. આ માહિતીમાં લખવામાં આવ્યું હતું કે ANI સેન્ટ્રલ ગવર્નમેન્ટ માટે ખોટા સમચારા ફેલાવે છે અને તેમનો પ્રચાર કરે છે. આથી ANI દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કોર્ટ કેસ કર્યો છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો કે વિકિપીડિયાનું પેજ જેણે એડિટ કર્યું હતું એ વિશે માહિતી આપવામાં આવે. જોકે કોર્ટના એ ઓર્ડરને વિકિપીડિયા માનવામાં નિષ્ફળ રહ્યું છે. વિકિપીડિયાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘આ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયામાં કામ નથી કરી રહ્યું એથી કોર્ટમાં હાજરી આપતાં તેમને સમય લાગી રહ્યો છે.’ જોકે આ વકીલની વાત દિલ્હી હાઇ કોર્ટના જજને યોગ્ય ન લાગી. તેમણે સરકારને આ વેબસાઇટને બ્લોક કરવામાં આવે એ ઓર્ડર આપવાની પણ તૈયારી દેખાડી છે. આથી કોર્ટે કહ્યું કે ‘આ હવે વધુ ચલાવી લેવામાં આવે એમ નથી. જો તમને ઇન્ડિયા પસંદ ન હોય, તો અહીં કામ કરવાની જરૂર નથી.’
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર હવે કરી શકાશે કમેન્ટ, જુઓ કેવી રીતે કામ કરે છે આ ફીચર
ANIની ડિમાન્ડ
ANI દ્વારા બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. કોણે માહિતી ફાઇલ કરી હતી એ જણાવવાની સાથે હવે બે કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો પણ કર્યો છે. આ સાથે જ આ માહિતીને બને એટલું જલદી એ પેજ પરથી કાઢવાની પણ ડિમાન્ડ કરી છે.