ડીપસીકથી US-AI ડીપ ટ્રબલમાં
- yuykRLku Lkk{u su økksðes ÚkkÞ Au íku{kt ¾hu¾h fux÷ku Ë{ Au?
ગયા અઠવાડિયે અમેરિકાના શેરબજારમાં થયેલી ઉથલપાથલે બતાવી દીધું કે આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ (એઆઇ)ના નામે અત્યારે દુનિયાની મોટી મોટી ટેક કંપની કેવી અંધારામાં
તીર ચલાવી રહી છે. હજી હમણાં અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં એઆઇ ડેવલપમેન્ટમાં આગેવાની જાળવી રાખવા અને એ માટે અમેરિકામાં
જોઈતું એડવાન્સ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે સ્ટારગેટ નામે એક નવા પ્રોજેક્ટની
જાહેરાત કરી. ઓપનએઆઇ, ઓરેકલ, સોફ્ટબેંક વગેરે સાથે મળીને તેમાં ૫૦૦ અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરશે.
તેની સામે ગયે અઠવાડિયે, હજી ઊગીને ઊભા થતા ચીનના એક
સ્ટાર્ટઅપે માંડ ૬૦ લાખ ડોલરના ખર્ચે એક નવું એઆઇ મોડેલ ટ્રેઇન કર્યું. ડીપસીક નામની આ એઆઇ સર્વિસે અત્યારે ઓપનએઆઇ ચેટજીપીટી, ગૂગલ જેમિની, માઇક્રોસોફ્ટ કોપાઇલોટ, મેટા એઆઇ વગેરે હાલની અગ્રેસર ગણાતી એઆઇ સર્વિસનાં બધાં પ્લાનિંગ ખોરવી નાખ્યાં છે.
ક્યાં ૫૦૦ અબજ અને ક્યાં ૬૦ લાખ!
ડીપસીકની બોલબાલા થતાં, અમેરિકાનું એઆઇ તંત્ર જેના
જોર પર ઊભું થયું છે એ હાર્ડવેર-સોફ્ટવેર બનાવતી કંપની એનવીડિયાની માર્કેટ કેપમાં
૬૦૦ અબજ ડોલર જેટલું ધોવાણ થયું છે - અમેરિકાના ઇતિહાસમાં કોઈ એક કંપની માટે આ
સૌથી મોટું નુકસાન છે.
ચીન જેવા દેશ એઆઇ રેસમાં આગળ ન વધે એટલા માટે અમેરિકાએ એનવીડિયા જેવી કંપનીની એડવાન્સ્ડ ચિપ્સની ચીનમાં નિકાસ પર રોક લગાવી દીધી હતી. તો ડીપસીક સ્ટાર્ટઅપે આ એડવાન્સ્ડ ચિપ્સ િવના જ અમેરિકન એઆઇ મોડેલ્સ જેટલી કે તેનાથીય ચઢિયાતી એફિશિયન્સી મેળવી લીધી. અત્યારે તેના આ દાવાને શંકાની નજરે જોવાય છે, પણ વિવિધ પર્ફોર્મન્સ રિવ્યૂ બતાવે છે કે ડીપસીકમાં દમ તો છે!
zeÃkMkef þwt
Au?
ડીપસીક એ હજી ૨૦૨૩માં જ ચીનમાં શરૂ થયેલું એક સ્ટાર્ટઅપ છે. ગયા વર્ષે તેણે પોતાનું
પહેલું એઆઇ લાર્જ લેંગ્વેજ મોડેલ રજૂ કર્યું. ગયા મહિને કંપનીએ આપણે માટે જાણીતા
ચેટજીપીટી જેવું જ કામ આપતું એક નવું એઆઇ મોડેલ લોન્ચ કર્યું. ગયા અઠવાડિયે
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એ જ દિવસે કંપનીએ એક રિસર્ચ પેપર
લોન્ચ કર્યું. એ સાથે લોકોને ગૂગલ અને એપલના એપ સ્ટોર પર આવી ગયેલી ડીપસીક
ચેટબોટની એપમાં ઊંડો રસ પડ્યો.
આ એપ એપલ એપ સ્ટોર પર ફ્રી એઆઇ એપ્સમાં ઓપન એઆઇ કરતાં પણ આગળ નીકળી ગઈ. હવે એઆઇ રેસમાં આ એપ રીતસર ટોપગિઅરમાં આવી ગઈ છે અને અમેરિકન એઆઇ ઇકોસિસ્ટમમાં જબરો ફફડાટ ઊભો થઈ ગયો છે.
fE heíku
y÷øk Au?
પહેલી નજરે ડીપસીક ચેટબોટ અને ચેટજીપીટી કે ગૂગલ જેમિની જેવા ચેટબોટમાં ખાસ કોઈ ફર્ક નથી. પરંતુ ડીપસીક મુખ્ય ત્રણ વાતે તેના અમેરિકન હરીફો કરતા બહુ અલગ છે. અત્યંત ઓછો ખર્ચઃ ઓપન એઆઇમાં દસ લાખ ઇનપૂટ ટોકન માટે ૧૫ ડોલર જેટલો ખર્ચ થાય છે. જ્યારે એટલું જ કામ ડીપસીક પર ૦.૫૫ ડોલરમાં થઈ જાય છે! આ જ કારણે તેણે અમેરિકન હરીફોને જબરજસ્ત ચકરાવે ચઢાવી દીધા છે. બિલકુલ ફ્રી, અનલિમિટેડ: અમેરિકન એઆઇ ચેટબોટ્સનો મર્યાદિત ફ્રી ઉપયોગ થઈ શકે. પછી આકરું સબસ્ક્રિપ્શન ચૂકવવું પડે. પછી પણ તેનો ઉપયોગ મર્યાદિત છે. ડીપસીકમાં બધું ફ્રી છે ને કોઈ લિમિટ નથી. ઓપનસોર્સઃ ડીપસીકનો આ માસ્ટર સ્ટ્રોક છે. અન્ય કંપનીઓ ડીપસીકના મોડેલને ડાઉનલોડ કરી પોતાની રીતે ઉપયોગ કરી શકે છે!
US {kfuox{kt fu{ fzkfku?
ડીપસીક આવતાંવેંત યુએસના સ્ટોક માર્કેટમાં એઆઇ કંપનીઓની માર્કેટ કેપમાં એક સાથે એક ટ્રિલિયન અબજ ડોલર જેટલું જંગી ધોવાણ થઈ ગયું. પાછલા એક બે વર્ષમાં જબરજસ્ત ઊંચી આવેલી એનવીડિયા કંપનીને જબરજસ્ત ફટકો પડ્યો. આ કંપની એઆઇ પ્રોસેસિંગ માટે જરૂરી આધુનિક ચીપ્સ બનાવે છે. તેની સાથો સાથ એઆઇ ઇકો સિસ્ટમને સપોર્ટ કરતી બધી કંપનીના શેર ગગડ્યા. કેમ કે ડીપસીક કંપનીએ એનવીડિયાની આધુનિક ચીપ્સ વિના જ અત્યંત સસ્તું મોડેલ ડેવલપ કર્યું છે. આ કારણે એઆઇ ઇકો સિસ્ટમ માટે સોફ્ટવેર અને હાર્ડવેર બનાવતી અનેક કંપનીના અબજો ડોલરના રોકાણની જરૂરિયાત ખરેખર છે કે નહીં અને અબજો ડોલર રોક્યા પછી વળતર મળશે કે નહીં એવા મોટા સવાલ ઊભા થઈ ગયા છે.
[eLk {kxu
Lkðwt nrÚkÞkh?
લાંબા સમયથી ચીને નવી ટેકનોલોજીના ડેવલપમેન્ટ અને તેનો ઉપયોગ બંને રીતે બાકીની આખી દુનિયા સામે બાંયો ચડાવી છે. એક તરફ કંપનીએ સર્ચ એન્જિન, સોશિયલ એપ્સ, ગેમિંગ એપ્સ, ઇ-કોમર્સ, પેમેન્ટ એપ્સ વગેરે દરેક સેકટરમાં દુનિયાની અગ્રગણ્ય સર્વિસ અને એપ્સને ચીનમાં ઘૂસવા દીધી નથી. એ દરેક સેકટર માટે ચીને પોતાની આગવી, એટલી જ સ્પર્ધાત્મક એપ્સ ઊભી કરી છે. હવે ચીને પોતાની વિવિધ એપ્સથી બાકીની દુનિયા પર વળતો હુમલો શરૂ કર્યો છે. ભારતમાં ટિકટોક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો, પછી યુએસમાં નામજોગ પ્રતિબંધ મુકાયો છે, પણ યુએસના યૂઝર્સ જે રીતે ડીપસીક એપ ડાઉનલોડ કરવા લાગ્યા છે એ જોતાં કહી શકાય કે ચીનનું આક્રમણ નવી રીતે સફળ થવા લાગ્યું છે.
US-AI Mkk[u ¾íkhk{kt?
અત્યારે ઓપન એઆઇ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા વગેરે બધી જ કંપની એઆઇમાં પોતાની આણ ઊભી કરવા માટે માથાપછાડ પ્રયત્નો કરી રહી છે. આવક કેવી રીતે ઊભી થશે તેની ખાસ સ્પષ્ટતા ન હોવા છતાં આ કંપનીઓ એઆઇમાં તોતિંગ રોકાણ કરી રહી છે. એ સમયે ડીપસીક કંપનીએ ખર્ચ અને આવક બંને છેડા મેળવી દીધા છે. એક તરફ કંપનીએ તદ્દન નજીવા રોકાણે અમેરિકન કંપનીઓની બરાબરીની એઆઇ વિકસાવી લીધી છે, તેના પર તાત્કાલિક આવક ઊભી કરવાનું દબાણ નથી. બીજી તરફ કંપનીએ આ ટેકનોલોજીનો અમુક ભાગ ઓપન સોર્સ કર્યો હોવાથી દુનિયાભરની અનેક નાની કંપનીઓ ડીપસીકના મોડેલ્સનો મફત ઉપયોગ કરી શકશે. અમેરિકન કંપનીઓને આવકનાં ફાંફાં છે ત્યારે ડીપસીક તેમને મરણતોલ ફટકો મારી શકે છે.
ykÃkýu {kxu
WÃkÞkuøke?
આ બધી તો, ડીપસીકની દુનિયાભરની નાની મોટી એઆઇ કંપનીઓ પર શી અસર થશે તેની વાત થઈ. આપણી પોતાની વાત કરીએ તો આપણે પોતાના એપલ કે એન્ડ્રોઇડ ફોનમાં ડીપસીકની એપ ડાઉનલોડ કરીને ચેટજીપીટી કે ગૂગલ જેમિની જેમ જ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ચેટબોટ સવાલોના જવાબ આપે છે, વેબ-સર્ચ કરે છે, કોડિંગ કરે છે. અત્યંત મોટી ફાઇલ્સ વાંચીને તેમાંથી જવાબો આપે છે. તેમજ આપણે સવાલ પૂછીએ એ પછી સિસ્ટમ શું વિચારે છે એ જોવાની પણ આપણને તક આપે છે! એ બધું જોતાં ડીપસીક પર પ્રતિબંધ ન મુકાય ત્યાં સુધી પબજી કે ટિકટોકની જેમ આ ચાઇનીઝ એપનો ઉપયોગ દુનિયાભરમાં જબરજસ્ત વધે તેવી પૂરી શક્યતા છે. આપણે તેનાં મોડેલ ડાઉનલોડ કરીને, પ્રાઇવેટ રીતે પણ તેનો ઉપયોગ કરી શકીએ.
zuxk
«kRðMkeLkwt þwt?
આપણે ડીપસીકનો ઉપયોગ શરૂ કરીએ ત્યારે આંખ મીંચીને તેની પ્રાઇવસી ટર્મ્સને મંજૂરી આપી દઇશું પરંતુ તેમાં થોડા ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે કંપની સ્પષ્ટપણે કહે છે કે તે આપણો પાર વગરનો ડેટા કલેક્ટ કરે છે અને બધો જ ડેટા ચીનમાંનાં સર્વરમાં મોકલે છે. ચાઇનીઝ ગવર્નમેન્ટ આ બધો જ ડેટા ગમે ત્યારે જોઈ તપાસી કે એનેલાઇઝ કરી શકે છે (ચીન વિશેના સવાલો આ ચેટબોટમાં સેન્સર થતા હોવાનો લોકોનો અનુભવ છે!). આપણે આ ચેટબોટ સાથે જે કંઈ વાતચીત કરીએ એ બધો જ ડેટા કલેક્ટ થાય એ સ્વાભાવિક છે, એ સિવાય આપણા નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ, લોકેશન, ડિવાઇસ સંબંધિત વિગતો, એપલ કે ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઈએ તો એમાંની ઘણી વિગતો વગેરે બધું જ આ કંપનીના ચીનના સર્વરમાં પહોંચી શકે છે.
¼rð»Þ{kt
fuðe þõÞíkk?
આપણે સામાન્ય યૂઝર માટે અને અમેરિકન એઆઇ કંપનીઓ માટે એમ બંને રીતે ડીપસીકની
અસર તપાસીએ. અમેરિકા અને અન્ય વિવિધ દેશોની સરકારો ડીપસીકનો કોઈ તોડ કાઢે નહીં
ત્યાં સુધી યૂઝર તરીકે આપણને મજા પડી જવાની છે (પ્રાઇવસીની ચિંતા તો આપણે આમ પણ
ક્યાં કરીએ છીએ?). ચેટજીપીટી, જેમિની કે કોપાયલોટ જેવી એઆઇ સર્વિસમાં જે માટે આકરી ફી ચૂકવવી પડે એ બધું જ
ડીપસીકમાં તદ્દન મફત કરી શકાશે. પરંતુ એ જ કારણે અમેરિકા-કેન્દ્રિત એઆઇ ઇકોનોમી
તદ્દન ડામાડોળ થઈ જવાની સંભાવના છે. ચાઇનીઝ એપ્સની સરખામણીમાં અન્ય દેશોની
સર્વિસિસને આપણે ચોક્કસપણે વધુ જવાબદાર અને સલામત ગણી શકીએ, તેમનું અર્થતંત્ર ખોરવાઈ જશે તો તેની અસર આપણને થયા વગર રહેશે નહીં.