Get The App

ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ બન્યું ટુરિસ્ટ પ્લેસ: મુલાકાતીઓ યાદગીરી રૂપે લઈ જઈ રહ્યાં છે પથ્થર

Updated: Mar 13th, 2025


Google News
Google News
ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ બન્યું ટુરિસ્ટ પ્લેસ: મુલાકાતીઓ યાદગીરી રૂપે લઈ જઈ રહ્યાં છે પથ્થર 1 - image


DeepSeek Founder's Village Turns Tourist Place: ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. ત્યાં માત્ર તેના દાદા રહે છે અને લોકો ત્યાં સતત મુલાકાતે જઈ રહ્યાં હોવાથી તેમના માટે આ ઉંમરે એક નવી મુશ્કેલી વધી ગઈ છે. AI ડીપસીકને કારણે લિઆંગ રાતોરાત દુનિયાભરમાં ફેમસ થઈ ગયો હતો. તેની આ લોકપ્રિયતાની અસર તેના દાદા ભોગવી રહ્યાં છે. તેમણે હવે તેમના ઘરનું આગળનો દરવાજો બંધ રાખીને બેસવું પડે છે.

લિઆંગનો જન્મ અને પ્રાઇમરી સ્કુલનું ભણતર

લિઆંગનો જન્મ ચીનની દક્ષિણમાં આવેલા મિલિલિંગ ગામમાં થયો હતો. આ ગામનો આજે પણ વિકાસ નથી થયો. લિઆંગનો જન્મ ત્યાં થયો હતો અને પ્રાઇમરી સ્કુલનું ભણતર તેણે ત્યાં લીધું હતું. આ સ્કુલમાં લિઆંગના માતા-પિતા શિક્ષક હતા. આ ગામ હવે એક પર્યટકનું સ્થાન બની ગયું છે.

કેટલું મોટું છે ગામ?

લિઆંગનું જન્મસ્થળ અને એ ત્યાંનો હોવાથી લોકો એ ગામની મુલાકાતે જઈ રહ્યાં છે. આ ત્યાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. ત્યાંના સત્તાધિકારીઓ માટે તેમને સેવા પૂરી પાડવામાં પણ તકલીફ પડી રહી છે. આ ગામમાં અંદાજે 700 જેટલા ઘર છે. મોટાભાગના યુવાનો ત્યાં બૂટ-ચંપલનો બિઝનેસ કરે છે અને ઉંમરલાયક વ્યક્તિ ખેતી કરે છે. આ ગામમાં લોકો વધુ આવી રહ્યાં હોવાથી ત્યાં હવે આવક થઈ રહી છે. તેમ જ લોકલ વહિવટદારો પણ હવે વિકાસ કરવા માટે બંધાયેલા છે. આથી ત્યાં હવે ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે.

રોજના દસ હજાર પ્રવાસીઓ લે છે મુલાકાત

લિઆંગ વેનફેન્ગની સિદ્ધિને દુનિયાભરના લોકોના ધ્યાનમાં આવતાં ઘણાં લોકો મિલિલિંગની મુલાકાત લઈ રહ્યાં છે. 29 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચીનમાં સ્પ્રિંગ ફેસ્ટિવલ હોલીડે ચાલતો હતો. આ દરમ્યાન ગામમાં રોજના દસ હજારથી વધુ લોકો મુલાકાત લેતા હતા. એમાં ઘણાં વ્યક્તિ ગ્રુપમાં, ફેમિલી અને બાળકો સાથે તેમ જ કંપનીના યુનિફોર્મ પહેરીને સીધા નોકરીથી પણ આવે છે.

ટુરિસ્ટને કારણે થઈ રહ્યો છે વિકાસ

ટુરિસ્ટમાં વધારો થતાં અને ઘણાં લોકોએ ત્યાં લોકો માટે વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરી છે. આથી ત્યાંના અધિકારીઓ દ્વારા ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 29 ઘરની બહારની દિવાલનું મરામતનું કામ કરીને એના પર નવો કલર કરવામાં આવ્યો છે. ભંગાર થઈ ગયેલા ઘરને જમીનદોસ કરી નાખવામાં આવ્યાં છે. રસ્તાઓ પણ પહોળા કરી દેવામાં આવ્યાં છે. ગટરલાઇન બનાવવામાં આવી છે અને સાફ સફાઈ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓ અને ઘણી જગ્યાએ ઝાડ પણ રોપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: હાર્ટ પેશન્ટ માટે નવી ટેક્નોલોજી: હાર્ટ ફેલ થતાં આર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન

લિઆંગ વેનફેન્ગના દાદા થઈ રહ્યાં છે હેરાનગતિનો શિકાર

ગામમાં લિઆંગ વેનફેન્ગના ઘરને જોવા માટે લોકો આવે છે. તેમનું ઘર ચાર માળનું છે અને એમાં એકલા તેના દાદા રહે છે. તેમની હેરાનગતી થઈ રહી હોવાથી તેઓ હવે તેમના ઘરનો આગળનો દરવાજો હંમેશાં બંધ રાખે છે. તેમના ઘરે આવનાર વ્યક્તિઓ ત્યાંથી પથ્થર, માટી અને ઝાડના પત્તા તેમની યાદગિરી રૂપે લઈ જઈ રહ્યાં છે.

Tags :
DeepSeekLiang-WenfengVillageTourist-PlaceAIArtificial-Intelligence

Google News
Google News