BRICS સમિટ દરમિયાન રશિયા પર સાઇબર હુમલો: રશિયાની પ્રવક્તા મારિયા ઝખરોવાએ પુષ્ટિ કરી
Cyber Attack on Russia: રશિયાનું કહેવું છે કે BRICS સમિટ દરમિયાન તેમના પર સાઇબર હુમલો થયો હતો. BRICS સમિટ રશિયામાં યોજાઈ હતી અને એ દરમિયાન બુધવારે તેમની ફોરેન મિનિસ્ટ્રી પર અણધાર્યો સાઇબર આક્રમણ કરવામાં આવ્યું. આ વાતની પુષ્ટિ રશિયાની પ્રવક્તા મારિયા ઝખરોવાએ આપી.
સાઇબર હુમલો
રશિયા પર ઘણી વાર સાઇબર હુમલાઓ થતાં રહે છે અને તેઓ આ પ્રકારના આક્રમણોને હેન્ડલ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. જોકે, આ વખતે ખૂબ જ મોટા પાયે આક્રમણ કરવામાં આવ્યું હતું. મારિયાએ જણાવ્યું, "રશિયાની ફોરેન મિનિસ્ટ્રીના પોર્ટલ, એટલે કે સત્તાવાર વેબસાઇટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ મોટો સાઇબર આક્રમણ કરવામાં આવ્યું છે. આ એક અન્ય દેશ દ્વારા કરવામાં આવેલો આક્રમણ હતો.
અડિખમ મોસ્કો
રશિયાના કઝાનમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, પરંતુ BRICS સમિટ દ્વારા એ દેખાડવામાં આવ્યું હતું કે મોસ્કો હજી પણ એટલું જ અડિખમ છે. આ સમિટમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાના લીડર્સે હાજરી આપી હતી. આ સમિટમાં આર્થિક અને રાજકીય સપોર્ટ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
વેબસાઇટ પુનઃસ્થાપન
મારિયાના જણાવ્યા મુજબ આ આક્રમણ અગાઉ થયેલા આક્રમણો કરતાં ખૂબ જ વધુ નુક્સાનકારક હતું. તેઓ હાલમાં તેમની વેબસાઇટને પુનઃસ્થાપિત કરવા અને તેમના ડેટાની સુરક્ષા માટે ધ્યાન આપી રહ્યા છે.
સુરક્ષા
આ આક્રમણ દ્વારા દુનિયાના દરેક દેશોની સિક્યોરિટીને ફરી વિચારમાં મૂકી દીધા છે. આ પ્રકારની હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ દરમિયાન આ પ્રકારના સાઇબર આક્રમણોને હેન્ડલ કરવા માટે દરેક દેશ કેટલો સક્ષમ છે તે એક વિચારવાનું છે. આ પ્રકારના આક્રમણોથી રાજનૈતિક સંચારમાં અવરોધ આવી શકે છે અને દેશની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા કરે છે.
કોણે આક્રમણ કર્યું?
રશિયા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ આક્રમણ ક્યાંથી કરવામાં આવ્યું છે તે શોધીને રહેશે. તેઓ આ વાતનો ચોક્કસ જવાબ મેળવશે કે આ હુમલો કોણે કર્યો છે. આથી ભવિષ્યમાં કોઇ પણ આક્રમણની કોશિશ કરનારને એનો ડર રહેશે કે રશિયા તેમના સુધી પહોંચશે.