Get The App

ભારતમાં 44 ટકા વધ્યા સાઇબર અટેક્સ, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ પર

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News


ભારતમાં 44 ટકા વધ્યા સાઇબર અટેક્સ, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ પર 1 - image

Cyber Attacks: દુનિયાભરના અન્ય દેશો કરતાં ભારતમાં સાઇબર અટેક્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સાઇબર અટેક્સ ફક્ત ભારતનો જ પ્રોબ્લેમ નથી, પણ સમગ્ર વિશ્વના બધાં દેશોમાં મળી આવે છે. જો કે, ભારત માટે આ પ્રોબ્લેમ હવે વધી ગયો છે કારણ કે સૌથી વધારે અટેક ભારતીયો પર થાય છે. આ અટેક સામાન્ય માણસથી લઈને કંપનીઓ પર પણ થાય છે. એવું નથી કે ફક્ત સામાન્ય વ્યક્તિના જ પૈસા લૂંટવામાં આવે છે; કંપનીઓ પર પણ અટેક કરીને તેમના ડેટા ચોરી કરવામાં આવે છે.

44 ટકા વધુ સાઇબર અટેક

જાણીતી સાઇબર સિક્યોરિટી સોલ્યુશન સર્વિસ પૂરી પાડતી કંપની ચેક પોઇન્ટ સોફ્ટવેર ટૅક્નોલૉજીસ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટનું નામ 'ધ સ્ટેટ ઑફ ગ્લોબલ સાઇબર સિક્યોરિટી 2025' છે. આ રિપોર્ટ મુજબ, એક અઠવાડિયામાં ભારતમાં જે કંપનીઓ સામે સાઇબર અટેક થાય તેની સંખ્યા ઘણી  વધારે છે. એક અઠવાડિયામાં અંદાજે 3,291 સાઇબર અટેકની ઘટના બને છે. તેની સામે, વિશ્વમાં એવરેજ સાઇબર અટેકની સંખ્યા અઠવાડિયામાં ફક્ત 1,847 છે. આથી, ભારતમાં 44% વધારે અટેક થાય છે.

સૌથી વધારે ટાર્ગેટ હેલ્થકેર સેક્ટર

ભારતમાં હેલ્થકેર સેક્ટર સૌથી વધારે ટાર્ગેટ બને છે. મેડિકલ ઇન્સ્યોરન્સથી લઈને હૉસ્પિટલ સુધીની તમામ કંપનીઓ ટાર્ગેટ બને છે. આ કંપનીઓ પર અઠવાડિયામાં 8,614 અટેક થાય છે. એજ્યુકેશન અને ગવર્નમેન્ટ સેક્ટર પર પણ ઘણું જ ટારગેટિંગ થાય છે. એજ્યુકેશન સેક્ટર પર અઠવાડિયામાં 7,983 અટેક્સ થાય છે જ્યારે ગવર્નમેન્ટ સેક્ટર પર 4,731 અટેક્સ થાય છે. આ આંકડાઓને કારણે, ભારતમાં સાઇબર અટેક્સ ચિંતાનો વિષય છે.

ભારતમાં 44 ટકા વધ્યા સાઇબર અટેક્સ, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ પર 2 - image

જનરેટિવ AI દ્વારા અટેક

ભારતમાં જે-જે સાઇબર અટેક્સ થાય છે તેમાં ઘણા મેલવેર અને વાયરસનો સમાવેશ થાય છે. રિમોટ એક્સેસ ટ્રોજન સૌથી કોમન મેલવેર છે. આ મેલવેર યૂઝરના ડેટા ચોરી કરે છે. ફોર્મબુક અને રેન્સમવેરનો પણ સમાવેશ થાય છે. જો કે, હાલમાં જનરેટિવ AI દ્વારા ઘણાં સ્કેમ થાય છે. એનાથી ડીપફેક વીડિયો બનાવી લોકોને છેતરવામાં આવે છે. અન્ય વ્યક્તિનો અવાજ કાઢીને છેતરામણી થાય છે. માહિતી ચોરીના એટેક્સમાં 58%નો વધારો થયો છે. એમાંથી 70% એ ફક્ત પર્સનલ ડિવાઇઝ પર થાય છે. અટેક્સ ધીમે-ધીમે વધુ એડ્વાન્સ થાય છે અને સિસ્ટમ પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરે છે. હેલ્થકેર સેક્ટેર પર 47% ટકાનો વધારો થયો છે.

OpenAIને ટક્કર આપવા બનાવેલું DeepSeek એપલ એપ સ્ટોરમાં નંબર-1, જાણો કોણ છે તેનો સ્થાપક

VPNનો ઉપયોગ કરનારા જોખમમાં

હેકર્સ હવે અટેક કરવા માટે વિવિધ એન્ટ્રી પોઇન્ટ શોધે છે. એડ્વાન્સ બોટનેટ્સ દ્વારા હવે 200,000થી વધુ ડિવાઇઝ કંટ્રોલ થાય છે. એનો અર્થ એ છે કે પબ્લિક રાઉટર્સ અને VPNનો ઉપયોગ કરનારા વધુ ઝડપથી હેક થાય છે. 2024માં જેટલી ડિવાઇઝ હેક થાય છે તે 2023ની સરખામણીમાં વધારે છે અને તે ચિંતાનો વિષય છે.


Google NewsGoogle News