ગુગલ પે, ફોન પે અને પેટીએમની ચિંતા વધી, 'X' પર આવી રહ્યું છે નવું પેમેન્ટ ફીચર

માઈક્રો- બ્લોગિંગ પ્લેટફોર્મ પર એક નવું Google Pay જેવું ફિચર જોડવા માટેની તૈયારી કરી રહ્યું છે

એક્સના યુજર્સ હવે સીધા તેના પ્લેટફોર્મના માધ્યમથી પૈસાની ચુકવણી કરી શકશે

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ગુગલ પે, ફોન પે અને પેટીએમની ચિંતા વધી, 'X' પર આવી રહ્યું છે નવું પેમેન્ટ ફીચર 1 - image
Image Twitter 

તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

X (Twitter)ના પ્લેટફોર્મ પર યુજર્સને વધુ સારી સેવા પુરી પાડવા માટે તેના પ્લેટફોર્મ પર નવા- નવા ફિચર્સ લાવી રહ્યા છે. એક નવા અપડેટમાં X (એક્સ) ના સીઈઓએ માહિતી આપતા કહ્યું હતું કે, માઈક્રો- બ્લોગિંગ પ્લેટફોર્મ પર એક નવું Google Pay જેવું ફિચર જોડવા માટેની તૈયારી કરી રહ્યું છે.

X આટલી સારી સુવિધાઓ કેમ આપી રહ્યું છે

ટ્વિટર (હવે  X)ને હસ્તગત કર્યા પછી તરત એલન મસ્કે જાહેરાત કરી હતી કે તેમનું લક્ષ્ય માઈક્રો- બ્લોગિંગ પ્લેટફોર્મને  'એવરીથિંગ એપ્લિકેશન' બનાવવી છે. આ સાથે તેણે કેટલીયે નવી નવી સુવિધાઓ X પર લાવી દીધી છે. અને હજુ તો ઓડિયો અને વીડિયો કોલ સહિતની કેટલીક મહત્વની સુવિધાઓ પાઈપલાઈનમાં છે. એટલે થોડા સમયમાં આ સુવિધા પણ આવી જશે. પહેલા ટ્વિટરમાં માત્ર એક માઈક્રો- બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ હવે યુજર્સ લાંબી પોસ્ટ અને મોટા વીડિયો પણ મુકી શકે છે, બ્લૂ ટિક પણ મેળવી શકે છે. 

કેવુ છે X નું નવુ Google pay જેવુ ફિટર 

નવા ફિચર વિશે એક્સના સીઈઓ લિંડે માહિતી આપતાં નવા ફિચરનો બે મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા ખ્યાલ આવે છે કે એક્સના યુજર્સ હવે સીધા તેના પ્લેટફોર્મના માધ્યમથી પૈસાની ચુકવણી કરી શકશે અને લોકો સાથે વીડિયો કોલ પણ કરી શકશે. એટલે કે એક્સ એકજ પ્લેટફોર્મ પર નવા નવા ફિચરનો ઉમેરો કરી રહ્યો છે. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News