Get The App

ભારતમાં એપલ સામે એન્ટી-ટ્રસ્ટ કેસની તૈયારી: માર્કેટમાં હરીફાઇ નહીં કરવા દેતું હોવાની ફરિયાદ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ભારતમાં એપલ સામે એન્ટી-ટ્રસ્ટ કેસની તૈયારી: માર્કેટમાં હરીફાઇ નહીં કરવા દેતું હોવાની ફરિયાદ 1 - image


Apple On Radar: ભારત સરકાર દ્વારા એપલ કંપની પર એન્ટી-ટ્રસ્ટનો કેસ કરવામાં આવી શકે છે. એપલ પણ માર્કેટમાં ખોટી રીતે કામ કરે છે અને એના કારણે માર્કેટમાં હરીફાઇ નથી રહી. માર્કેટમાં દરેકને બિઝનેસ કરવા માટેનો સમાન અધિકાર હોવો જોઈએ, પરંતુ એપલ એ નથી કરી રહ્યું. આ સાથે, યુઝરને પણ પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઈએ, અને એપલ એ પણ ન આપી રહી હોવાનો આરોપ છે. આથી, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એપલ પર એન્ટી-ટ્રસ્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કાયદાનો ભંગ

એપલ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે. એપલ ઇન-એપ પેમેન્ટને લઈને 2021ના ડિસેમ્બરમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું હતું. પેઇડ એપ્સ અને ઇન-એપ પર્ચેઝ માટે એપલ દ્વારા પોતાની પેમેન્ટ સિસ્ટમને ફોલો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ કારણસર, ડેવલપર્સને પણ પેમેન્ટ સિસ્ટમ માટે અન્ય વિકલ્પો પસંદ કરવામાં મુશ્કેલી પડે છે અને યુઝર્સને પણ પોતાની પસંદગીનું પેમેન્ટ કરવાનો વિકલ્પ નથી મળતો. આ એક ખોટી પ્રેક્ટિસ છે અને એથી જ એપલ પર એન્ટી-ટ્રસ્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પેમેન્ટને લઈને મતભેદ

એપલ પર ઇન-એપ પેમેન્ટ માટે પણ વધુ પડતું કમિશન ચાર્જ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ એપ્લિકેશનમાં યુઝર્સ દ્વારા પેઇડ વર્ઝન અથવા તો કોઈ કન્ટેન્ટની ખરીદી કરવામાં આવે છે, તો એ માટે પણ એપલ દ્વારા કમિશન લેવામાં આવે છે. આ કમિશન 30 ટકા સુધીનું હોય છે. આ પ્રેક્ટિસને પણ ગેરકાયદેસર ગણવામાં આવી છે. તેમ જ, ભારતીય કાયદા વિરુદ્ધનું એને ગણવામાં આવી રહ્યું છે.

ભારતમાં એપલ સામે એન્ટી-ટ્રસ્ટ કેસની તૈયારી: માર્કેટમાં હરીફાઇ નહીં કરવા દેતું હોવાની ફરિયાદ 2 - image

યુરોપિયન યુનિયનનો પણ આ જ આરોપ હતો

એપલ પર ફક્ત ભારતે જ નહીં, પરંતુ યુરોપિયન યુનિયન દ્વારા પણ આ આરોપ મૂકવામાં આવ્યો હતો. યુરોપિયન યુનિયન દ્વારા 2024ના માર્ચમાં એપલને 1.8 બિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો. એપલ તેમના સ્ટોરમાં મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ્લિકેશનનું જે રીતે ડિસ્ટ્રિબ્યુશન કરતા હતા એના પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. યુરોપિયન યુનિયન દ્વારા એ શોધવામાં આવ્યું હતું કે એપલ દ્વારા ડેવલપર પર લગામ ખેંચીને રાખવામાં આવી છે. એ લગામ એવી હતી કે જેમાં યુઝરને એ વાતની જરા પણ સમજ નહોતી આવતી કે યુઝર એપ સ્ટોરની બહારથી પણ સસ્તામાં સબસ્ક્રિપ્શન ખરીદી શકે છે.

આ પણ વાંચો: ગાર્મિન inReachનો ઉપયોગ કરવાથી દિલ્હીમાં સ્કોટલેન્ડની એક હાઇકરને કરવામાં આવી અરેસ્ટ: આ GPS ડિવાઇઝમાં એવું તો શું છે જે ભારતમાં પ્રતિબંધ છે?

એપલ કરી રહ્યું છે કેસની તૈયારી

એપલ દ્વારા હાલ એ કહેવામાં આવ્યું છે કે તેમની એપ સ્ટોરની જે ગાઇડલાઇન છે એમાં કોઈ ખોટી રીતે કામ કરવામાં નથી આવી રહ્યું અને કોઈ કાયદાનો ભંગ નથી થયો. તેમણે એ પણ કહ્યું છે કે આ સિસ્ટમ યુઝર્સની સેફ્ટી અને સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે. યુઝરના ફાયદા માટેની જે વસ્તુ છે એમાં એપલ કોઈ બાંધછોડ નથી કરવા માગતું એવું તેમણે જણાવી દીધું છે.


Google NewsGoogle News