હિમાલય ઉપર દેખાયો વિચિત્ર પ્રકાશ...વાદળોમાથી અંતરિક્ષ તરફ જતી રંગબેરંગી વીજળી દેખાઈ

Updated: Jun 24th, 2024

હિમાલય ઉપર દેખાયો વિચિત્ર પ્રકાશ...વાદળોમાથી અંતરિક્ષ તરફ જતી રંગબેરંગી વીજળી દેખાઈ 1 - image
Image NASA 


Colorful lightning from clouds going into space: આકાશમાંથી જમીન પર પડતી વીજળી તો તમે ઘણી જોઈ હશે. પરંતુ વાદળોમાંથી અંતરિક્ષમાં જતી વીજળી તમે ક્યારેય નહીં જોઈ હોય. ઉપરની તસવીરમાં જે વીજળી જોઈ શકાય છે તે, કોઈ સામાન્ય (Lightening Strike) વીજળી નથી. આ વીજળી ક્યારેક લાલ, જાંબલી, નારંગી અને ગુલાબી રંગમાં જોવા મળે છે.  આ પ્રકારની વીજળી ભાગ્યે જ જોવા મળે છે. તે વાદળોમાંથી નીચે પડતું નથી પડતી પરંતુ ઉપર જાય છે. વાદળોથી લગભગ 80 કિલોમીટર ઉપર આયનોસ્ફિયર (Ionosphere) સુધી જાય છે. 

એવું લાગે છે કે, જાણે કોઈ વાદળોમાંથી પેઈન્ટ બ્રશ લઈને અંતરિક્ષમાં પેઈન્ટિંગ બનાવતુ હોય. અથવા તેની સફાઈ માટે ઝાડુ લગાવતુ હોય. પરંતુ આ અસામાન્ય ઘટનાને નાસાના વિજ્ઞાનીઓએ પકડી લીધી છે. આ વીજળી વાયુમંડળની ઉપર પડે છે. તમને ખબર છે કે, અંતરિક્ષમાં જતી આ દુર્લભ વીજળી સામાન્ય વીજળી કરતાં 50 ગણી વધુ શક્તિશાળી છે.

સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં આ દુર્લભ વીજળી ભાગ્યે જ જોવા મળે છે. અહીં જે તસવીર બતાવવામાં આવી છે,  તેમાં ચાર વીજળી જોવા મળી રહી છે. વિજ્ઞાનીઓ આ વીજળી વિશે વધુ જાણતા નથી. આની શોધ 20 વર્ષ પહેલા જ કરવામાં આવી હતી, તેને સ્પ્રાઈટ (Sprite) કહેવામાં આવે છે. તેનું નિર્માણ ખૂબ જ સંવેદનશીલ અને તીવ્ર વાવાઝોડાના કારણે થાય છે. 

આ કોઈ સામાન્ય વીજળી નથી, તે ભાગ્યે જ જોવા મળે છે 

જ્યાં સામાન્ય વીજળી વાદળોમાંથી પૃથ્વી તરફ પડે છે. સ્પ્રાઈટ્સ અવકાશમાં દોડે છે. આ વાયુમંડળના ઉપરના ભાગમાં પહોંચે છે. તેની તાકાત અને તીવ્રતા ખૂબ વધારે હોય છે. લાલ રંગના કડાકા કરતી વીજળી એટલે કે લાઈટનિંગ સ્પ્રાઈટ્સ માત્ર થોડી મિલીસેકન્ડ માટે જ દેખાય છે. એટલા માટે તેને જોવી અને તેના પર અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ વિજ્ઞાનીઓએ અત્યાર સુધી જે પણ જાણ્યું અને સમજ્યા તે અમે તમને જણાવીશું.

હિમાલય ઉપર દેખાયો વિચિત્ર પ્રકાશ...વાદળોમાથી અંતરિક્ષ તરફ જતી રંગબેરંગી વીજળી દેખાઈ 2 - image
Image NASA 

સ્પ્રાઈટ્સ શું છે?

આ લાઈટનિંગ બોલ્ટ્સની પ્રક્રિયાના કારણે તેને સ્પ્રાઈટ્સ કહેવામાં આવે છે. આ સ્ટ્રેટોસ્ફેયરમાંથી નીકળતા ઊર્જા કણો છે, જે તીવ્ર વાવાઝોડા દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહમાંથી પેદા થાય છે. અહીં, જ્યારે વધારે પ્રવાહ વાદળોની ઉપરના આયનોસ્ફિયરમાં જાય છે, ત્યારે આવો પ્રકાશ જોવા મળે છે. એટલે કે જમીનથી લગભગ 80 કિલોમીટર ઉપર આ વીજળીનું દ્રશ્ય જોવા મળે છે. 

વીજળીની સરેરાશ લંબાઈ અને પહોળાઈ 48 કિમી સુધી

સામાન્ય રીતે આ વીજળીનો આકાર જેલીફિશ અથવા ગાજર જેવો હોય છે. તેની સરેરાશ લંબાઈ અને પહોળાઈ 48 કિમી સુધીની હોય છે. ઓછી કે વધુ તીવ્રતા પર આધાર રાખે છે. ધરતી પરથી તેને જોવી સરળ નથી, પરંતુ તે ઊંચાઈએ ઉડતા પ્લેન અને સ્પેસ સ્ટેશન પરથી આ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અંતરિક્ષમાં બનતી સ્પ્રાઈટ્સ

એવું જરૂરી નથી કે પૃથ્વીના વાતાવરણને કારણે માત્ર લાલ રંગની વીજળી દેખાય છે. તે વાયુમંડળ ધરાવતા તમામ ગ્રહો અને તારાઓમાં પણ જોવા મળી શકે છે. ગુરુ ગ્રહના વાયુમંડળમાં સમાન સ્પ્રાઈટ્સની તસવીર 1979માં નાસાના વોયેજર-1 અવકાશયાન દ્વારા લીધી હતી. આ બ્લુ જેટ્સ હતા.

અવકાશમાંથી સ્પ્રાઈટ્સ જોવા મળ્યા હતા

સૌથી પહેલા સ્પ્રાઈટ્સને વર્ષ 1950 માં કેટલાક નાગરિકોએ વિમાનમાંથી જોયુ હતું. અને તેનો પહેલો ફોટો વર્ષ 1989માં લેવામાં આવ્યો હતો. આ તસવીરમાં આકસ્મિક રીતે લેવાયો હતો. મિનેસોટા યુનિવર્સિટીના સંશોધકો ઓછા પ્રકાશવાળા કેમેરાનું પરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ આકસ્મિક રીતે વાદળોની ઉપરના તેના પ્રકાશનો ફોટો કેપ્ચર કર્યો હતો. આ પછી સ્પેસ સ્ટેશનમાંથી કેટલાક અવકાશયાત્રીઓએ આ લાઈટનો વીડિયો પણ બનાવ્યો હતો. 

Gujarat