Get The App

તારાના ઇટેનગ્લેડ ફોટોનનો ઉપયોગ એલિયન સીક્રેટ મેસેજ માટે કરતા હોવાનો દાવો

આ ફોટોન અબજો પ્રકાશવર્ષ સુધી ટ્રાવેલ કરી શકતા હોવાની થિએરી

આ ટ્રાવેલિંગ દરમિયાન એક બીજા પર અસર પેદા કરે છે

Updated: Aug 9th, 2021


Google NewsGoogle News
તારાના ઇટેનગ્લેડ ફોટોનનો ઉપયોગ એલિયન  સીક્રેટ મેસેજ માટે કરતા હોવાનો દાવો 1 - image


ન્યૂયોર્ક,૯ ઓગસ્ટ,૨૦૨૧,સોમવાર 

બ્રહ્માંડના કોઇ ગ્રહ પર એલિયન રહેતા હોવાની કલ્પના અને માન્યતા વર્ષો જુની છે. છેલ્લા કેટલાક દાયકામાં અનેક સંશોધન થિયેરી પણ રજુ થઇ છે. મહાન ફિઝિસિસ્ટ સ્ટીફન હોકિંગ તો એલિયન પૃથ્વીવાસીઓ કરતા પણ એડવાન્સ હોઇ શકે છે એવો મત રજૂ કર્યો હતો. હમણાં થયેલા એક સ્ટડીંમાં પણ અડવાન્સ એલિયન્સની થિએરી રજૂ આપવામાં આવી છે. એ મુજબ એલિયન એક બીજા સાથે વાતો કરવા માટે તારાનો ઉપયોગ કરતા હોય તેવું બની શકે છે.ઇમ્પીરિયલ કોલેજ ઓફ લંડનના કોવોન્ટમ ફિઝિસિસ્ટ ટેરી રુડોલ્ફે આ થિએરી આપી છે કે એલિયન તારાના ઇટેનગ્લેડ ફોટોનનો ઉપયોગ સીક્રેટ મેસેજ આપવા માટે કરી શકે છે.

તારાના ઇટેનગ્લેડ ફોટોનનો ઉપયોગ એલિયન  સીક્રેટ મેસેજ માટે કરતા હોવાનો દાવો 2 - image

ઇંટેનગ્લેડ ફોટોન કે કવોન્ટમ ઇંટેનગ્લેમેંટ પ્રકાશના લિંકેડ પાર્ટિકલ એક બીજા પ્રભાવ પાડે ત્યારે ઉભા થાય છે આ સમયે ગમે તેટલું અંતર હોય તેનું કોઇ જ મહત્વ રહેતું નથી. આ પ્રકારનું કોમ્યૂનિકેશન જે તેની સાથે જોડાયેલા ના હોય તેમને ધ્યાનમાં આવતું નથી. આથી જ તો આપણે પૃથ્વી ગ્રહ બહારના જીવનને સમજી શકતા નથી. એક માહિતી મુજબ પરગ્રહવાસીઓની માન્યતાને ઘણા વૈજ્ઞાાનિકો નકારે પણ છે પરંતુ પ્રયાસ કરવામાં વિજ્ઞાાન જગત હજુ પણ જોતરાયેલું છે. 

લાઇવ સાયન્સમાં પ્રગટ માહિતી મુજબ એટેંગલ્ડ લેઝર બીમને પસાર કરવામાં આવે ત્યારે થાય છે તેનાથી ફોટોન વહેંચાઇ જાય છે જે એક બીજાથી દૂર હોય છે છતાં જોડ બનાવે છે. ટેરીએ પોતાના સંશોધન અભ્યાસમાં જણાવ્યું છે કે આ ફોટોન અબજો પ્રકાશવર્ષ સુધી ટ્રાવેલ કરે છે. આ ટ્રાવેલિંગ દરમિયાન એક બીજા પર અસર પેદા કરે છે. આ રીતે એડવાન્સ એલિયન બ્રહ્માંડમાં સંપર્ક રાખતા હોઇ શકે છે. તારામાંથી નિકળતા પ્રકશમાં ફોટોનનો ઉપયોગ હોય છે. કોઇ આ સંકેતોને સમજી ના શકે તે માટે છુપાવી પણ શકાય છે. બહારથી જોનારાને આ સાવ જ સામાન્ય લાગે છે.



Google NewsGoogle News