ચાઈનીઝ એપ્સ ફરી ભારતમાં ઘૂસી રહી છે
- [kh-Ãkkt[ ð»ko Ãknu÷ktLkk «ríkçktÄ ÃkAe økkÞçk ÚkÞu÷e
વર્ષ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચેના સંબંધો સાવ તળિયે પહોંચ્યા, એ સમયે ભારત સરકારે એક ઝાટકે ૫૯ ચાઇનીઝ એપ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો હતો.
એ સમયે ટિકટોક, યુસી બ્રાઉઝર, ઝેન્ડર, શેરઇટ, શીન તથા વીચેટ જેવી સંખ્યાબંધ એપ્સ પ્રતિબંધની ઝપટમાં આવી ગઈ હતી. એ સમયે એ
બધી એપ્સ બારતમાં ખાસ્સી પોપ્યુલર થઈ ગઈ હતી. ત્યાર પછી વર્ષ ૨૦૨૨માં ભારત સરકારે
ફરી પ્રતિબંધનું હથિયાર ઉગામ્યું અને પબજી જેવી પ્રચંડ લોકપ્રિય ગેમિંગ એપ પર
પ્રતિબંધ મુકાયો. એ અરસામાં કુલ ચાર તબક્કે,
ભારતમાં ૨૫૦થી વધુ
ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ ઝીંકાયો હતો.
પરંતુ હવે ભારતમાં પ્રતિબંધિત થયેલી ઘણી ચાઇનીઝ એપ નવા સ્વરૂપે ભારતમાં એપલ એપ
સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે - અલબત્ત, ભારતની કાયદાકીય જોગવાઈઓના પાલન પછી.
જેમ કે પોપ્યુલર ફેશન એપ શીન હવે શીન ઇન્ડિયા ફાસ્ટ ફેશન નામે રિલોન્ચ કરવામાં આવી છે. શીન એક ઓનલાઇન શોપિંગ એપ છે, જેના પર જાતભાતની ફેશન, બ્યુટી, એક્સરસાઇઝ સંબંધિત ચીજવસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરવામાં આવે છે. હવે આ એપ પર
વેચાતી તમામ ચીજવસ્તુ ભારતના કાયદાઓ અનુસાર ભારતમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચર્ડ
હોય તેવી શક્યતા છે.
એ જ રીતે ટીન્ડર જેવી એક ડેટિંગ એપ ટેનટેન પણ ભારતમાં પ્રતિબંધિત હતી, તે હવે ટેનટેન એશિયન ડેટિંગ એપ નામે એપલ એપ સ્ટોર અને ગૂગલ
પ્લે સ્ટોરમાં આવી ગઈ છે.
આવી રીતે, પ્રતિબંધ પછી રીએન્ટ્રી
કરવામાં સફળતા મેળનારી એપ્સમાં સૌથી મોખરે છે પ્લેયર્સ અનનોન બેટલગ્રાઉન્ડ, જેણે પબ્જી નામે ભારતમાં ધૂમ મચાવી હતી. ૨૦૨૦માં તેના પર પ્રતિબંધ મુકાયો હતો. પછીના
વર્ષે તે બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ
ઇન્ડિયા નામે રિલોન્ચ થઈ, ૨૦૨૨માં તેના પર પણ પ્રતિબંધ મુકાયો અને ભારત સરકાર સાથેની વાટાઘાટો પછી
૨૦૨૩માં આ એપ ફરી ભારતમાં ઉપલબ્ધ થઈ.
હવે પ્રતિબંધિત ટિકટોક પણ ફરી ભારતમાં આવશે કે કેમ એ વિશે ચર્ચા જાગી છે. ભારતમાં પ્રતિબંધ મુકાયા
પહેલાં આ એપ ચીન પછી ભારતમાં સૌથી વધુ યૂઝર્સ ધરાવતી હતી. પરંતુ આ એપ રાષ્ટ્રીય
સલામતી સામે જોખમરૂપ હોવાના કારણ સાથે તેના પર પ્રતિબંધ મુકાયો હતો. પબ્જી ગેમ
બનાવનારી કંપની ભારતમાં ફરી એન્ટ્રી મેળવવા માટે વચલો રસ્તો કાઢી શકી, પરંતુ ટિકટોકની મૂળ કંપનીએ ભારતમાં રિએન્ટ્રી માટે વારંવાર પ્રયાસો કર્યા હોવા
છતાં તેને હજી સફળતા મળી નથી!