Get The App

ચીન 2026માં ચંદ્ર પર ફ્લાઇંગ રોબોટ મોકલશેઃ બરફમાં થીજી ગયેલા જળની શોધ કરશે

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
ચીન 2026માં ચંદ્ર પર ફ્લાઇંગ રોબોટ મોકલશેઃ બરફમાં થીજી ગયેલા જળની શોધ કરશે 1 - image


- 2030માં ચંદ્રની ધરતી પર અવકાશયાત્રીઓ ઉતારવાની તૈયારી 

બિજિંગ : ચીન ૨૦૨૬માં ચંદ્રના અંધકારભર્યા હિસ્સામાં (દક્ષિણ ધુ્રવ)બરફમાં થીજી ગયેલા જળની શોધ માટે ફ્લાઇંગ રોબોટ મોકલવા આયોજન કરી રહ્યું છે. 

ચીનના સ્ટેટ મિડિયાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ચીન તેના ચાંગ મિશન --૭ અંતર્ગત ફ્લાઇંગ ડિટેક્ટર નામનો રોબોટ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પ્રદેશમાં મોકલશે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે ચીન આવતા પાંચ વર્ષ દરમિયાન (૨૦૩૦) તેના અવકાશયાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતારવા ઇચ્છે છે. ચીન  ચંદ્રની ધરતી પર પોતાના અવકાશયાત્રી ઉતારવાના મિશનમાં અમેરિકા બાદ બીજો દેશ બનવા ઇચ્છે છે.

ચીન છેલ્લાં થોડાં વર્ષોથી અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે મહત્વની સફળતા મેળવવા પ્રયાસ કરે છે.

આમ તો ચંદ્ર પર જળના અંશ છે એ સંશોધન હવે નિશ્ચિત થઇ ગયું છે. ભારતના પહેલા ચંદ્રયાન -૧ અવકાશયાન દ્વારા આ સંશોધનને સમર્થન મળ્યું છે. ૨૦૨૪માં ચંદ્ર પર ગયેલા  ચીનના ચાંગ--૫ લ્યુનાર પ્રોબને ચંદ્રની માટીના નમૂનામાં જળના અંશ મળ્યા છે.

 ચીનના વિજ્ઞાાનીઓના કહેવા મુજબ  ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર જળનું અસ્તિત્વ હોવાના સંશોધનના પગલે ત્યાં ભવિષ્યમાં માનવ વસાહત બનાવી શકાશે. ઉપરાંત, પૃથ્વી સિવાયના અન્ય ગ્રહ કે આકાશીપીંંડ પર રહેવા જવાનું આયોજન પણ થઇ શકશે.

 આ જ હેતુને ધ્યાનમાં રાખીને ચીનના ધ ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને છેલ્લાં થોડાં વરસોમાં રોબોટિક લ્યુનાર મિશનની સંખ્યા વધારી છે.આવાં મિશનમાં ચીનની અંધારીબાજુ પરથી ચીનની ધરતી પરથી માટીના અને ખડકોના નમૂના લાવવાના મિશનનો પણ સમાવેશ થાય છે. 

ચીનનો ફ્લાઇંગ રોબોટ  ચંદ્રની ધરતી પર માનવીની જેમ  કૂદકો મારને ઉતરશે. એટલે કે માનવી ઉંચાઇવાળી જગ્યાએથી કે સ્થળ પરથી જમીન પર કૂદકો મારે ત્યારે તે તેના પગ વાંકા વાળી દે છે અને બંને હાથની મદદ લઇને સ્થિર થાય છે.  જોકે ફ્લાઇંગ રોબોટને ચોક્કસ કેટલા પગ છે તેની કોઇ વિગત મળી નથી. 

ચંદ્રના અંધકારભર્યા હિસ્સામાં(જે હિસ્સો આપણે પૃથ્વી પરથી જોઇ શકતા નથી) બરફનો વિપુલ જથ્થો છે. સાથોસાથ આ ભાગમાં માઇનસ(--) ૨૫૦ ડિગ્રી  સેલ્સિયસ જેટલી  અસહ્ય ઠંડી પણ હોય છે.વળી, ચંદ્રના આ જ પ્રદેશમાંના અસંખ્ય ઉલ્કાકુંડોમાં તો સૂર્યનું કિરણ પણ પહોંચી શકતું નથી. ફ્લાઇંગ રોબોટ માટે આ પરિસ્થિતિ અને કામગીરી બંને પડકારરૂપ બની રહેશે.


Google NewsGoogle News