9864 Mbpsની સ્પીડ ધરાવતું 10G ઇન્ટરનેટ ચીનમાં લોન્ચ: બે કલાકની ફિલ્મ બે સેકન્ડમાં ડાઉનલોડ થશે!
China Launch 10G Internet: ચીને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. Huawei અને China Unicorn દ્વારા દુનિયાની પહેલી 10G ઇન્ટરનેટ સેવા શરુ કરવામાં આવી છે. ચીનના હેબેઈ પ્રાંતની સુનાન કાઉન્ટીમાં આ સેવા કાર્યરત છે. અહીં 50G પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ઇન્ટરનેટની ગતિમાં ઘણો વધારો થયો છે.
9864 Mbps ડાઉનલોડ સ્પીડ
આ 10G સેવાના ડેમો દરમિયાન ઘરોમાં 9864 Mbpsની ડાઉનલોડ સ્પીડ અને 1008 Mbps અપલોડ સ્પીડ નોંધાઈ હતી. નેટવર્ક લેટન્સી માત્ર ત્રણ મિલિસેકન્ડ હતી, જે ફાઇબર નેટવર્કની અગિયારમી સિદ્ધિ સાબિત થાય છે. પર્સનલ તેમજ એન્ટરપ્રાઇઝ નેટવર્ક્સ બંને માટે આ ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું છે.
ફાઇબર ઓપ્ટિકલ નેટવર્કનું ભવિષ્ય
પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક ફાઇબર ઓપ્ટિકલ નેટવર્કમાં રિવોલ્યુશનરી ફેરફારો થયા છે. પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક ગિગાબિટને મલ્ટિ-ગિગાબિટ સ્પીડમાં બદલવા માટે પ્રભાવી છે. આ ઇન્ટરનેટ માટે ક્લાઉડ ગેમિંગ, રિમોટ સર્જરી, 8K સ્ટ્રીમિંગ અને AI આધારિત સ્માર્ટ હોમ ક્ષેત્રે અપાર શક્યતાઓ છે.
ચીનના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ એક મક્કમ પગલું
ચીનના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમા આ નવી સેવા વૈશ્વિક ઇન્ટરનેટ સ્પીડ ઇનોવેશનમાં નવા અહેવાલો સ્થાપિત કરી રહી છે. 10G નેટવર્કને રિયાલિટી બનાવતા ચીન સ્માર્ટ સિટીઝ અને ઓટોમેટેડ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી રહ્યું છે.
ભારતમાં 2030 સુધીમાં આવશે 6G
જે સમયે ચીન 10Gની શરુઆત કરી છે, ત્યારે ભારતે 2030 સુધીમાં 6G લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6G દિશામાં સંશોધન માટે રિસર્ચર્સ અને ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપ્યું હતું. 6G માટે 400-4800 MHz અને 7125-8400 MHz સ્પેક્ટ્રમ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વર્લ્ડ રેડિયોકોમ્યુનિકેશન કોન્ફરન્સ 2027માં નિર્ણય લઈ શકે છે.