Get The App

ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય: રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે જાણો તમામ વિગતો

Updated: Jan 25th, 2025


Google News
Google News
ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય: રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે જાણો તમામ વિગતો 1 - image


Artificial-Sun: ચીન દ્વારા રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ મેળવવામાં આવી છે. આ સિદ્ધિ છે કૃત્રિમ સૂર્યની. ફ્યુઝન પાવર જનરેશન માટે આ બહુ મોટી સિદ્ધિ માનવામાં આવી છે. હવે, મનુષ્ય પણ આર્ટિફિશ્યલ બની રહ્યા છે, પરંતુ કોઈએ કલ્પના નહિ કરી હોય કે સૂર્યને પણ બનાવવામાં આવી શકે છે. પરંતુ ચીન દ્વારા એ પણ કરી બતાવવામાં આવ્યું છે અને તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે.

કૃત્રિમ સૂર્ય

એક્સપેરિમેન્ટલ એડ્વાન્સ સુપરકન્ડક્ટિંગ ટોકમાક એટલે કે ચાઇનિઝ કૃત્રિમ સૂર્ય 1,066 સેકન્ડ સુધી સ્થિર રહીને ઉચ્ચ પ્લાઝમાંનું સંચાલન કરી શકે છે. આ ફ્યુઝન પાવર જનરેશન માટે બહુ જ મહત્વનું છે. આનો અર્થ એ થાય છે કે આ કૃત્રિમ સૂર્ય 100-મિલિયન-ડિગ્રીનું તાપમાન પૃથ્વી પર 18 મિનિટ સુધી સહન કરી શકે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા ફિઝિક્સ ઓફ ધ ચાઇનિઝ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ મોટી સિદ્ધિ મેળવી છે. 2023માં તેમના દ્વારા જ 403 સેકન્ડનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, જે હવે 1,066 સેકન્ડ છે.

ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય: રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે જાણો તમામ વિગતો 2 - image

ચીનનો કૃત્રિમ સૂર્ય પ્રોજેક્ટ

ચીનના કૃત્રિમ સૂર્ય પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય સૂર્યની જેમ ન્યુક્લિયર ફ્યુઝન બનાવવાનું છે. એના દ્વારા માનવાયાને સંપૂર્ણ સ્વલભ્ય અને અમર્યાદિત ઉર્જા મળી શકે છે. એના દ્વારા સોલર સિસ્ટમની બહાર જઈને સ્પેસ એક્સપ્લોરેશનમાં કામ કરી શકાય છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ આટલી ગરમી મેળવવા માટેલા 70 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે 100 મિલિયન ડિગ્રીના તાપમાન પર પહોંચ્યા બાદ અને લાંબા ચાલનાર ઓપરેશન બાદ, એના પર સંપૂર્ણ કાબૂ મેળવવો જરૂરી છે. દરમિયાન, ન્યુક્લિયર ફ્યુઝન ડિવાઇસ સાથે સફળતાપૂર્વક ઇલેકટ્રિસિટી પેદા કરી શકાય છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા ફિઝિક્સના ડિરેક્ટર સોંગ યુનટાઓએ જણાવ્યું હતું કે 'સ્ટેબલ ઓપરેશન એક હજાર સેકન્ડ માટે મેળવવું ખૂબ જ જરૂરી છે. ભવિષ્યના વડા ન્યુક્લિયર ફ્યુઝન માટે આ ખૂબ જરૂરી છે.'

આ પણ વાંચો: ‘નાઝી સેલ્યૂટ’ કન્ટ્રોવર્સીમાં ટેલર સ્વિફ્ટને ઘસેડી ઇલોન મસ્કે: યુઝર્સે તેને ટ્રોલ કરી કહ્યું તે સિંગરથી ઓબ્સેસ છે

ચીનનો ભવિષ્યનો પ્લાન

તેમણે એવું પણ કહ્યું હતું કે ફ્યુઝન રિએક્ટરના વિકસાવવા માટે આ રેકોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 403 સેકન્ડના છેલ્લા રેકોર્ડ બાદ કૃત્રિમ સૂર્યના ઘણા ભાગોને સુધારવામાં આવ્યા છે. હીટિંગ સિસ્ટમને પણ બદલવામાં આવી છે. પહેલાં હીટિંગ સિસ્ટમ માત્ર 70,000 ઘરના માઇક્રોનેડ ઓવનને પાવર આપી શકતી હતી, પરંતુ હવે એના પાવર આઉટપુટને ડબલ કરાયું છે. અને તે સ્થિર રહે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સિદ્ધિ પછી, ચીનના જુના ગામમાં અનહૂઈ પ્રોવિન્સમાં હેફેઇ ખાતે આ માટેનું સંશોધન કેન્દ્ર બનાવવા માટે કામગીરી થઈ રહી છે. ફ્યુઝન ઉર્જાને કેવી રીતે વિકસાવવી એ આ સંશોધનલક્ષ્ય છે.'

Tags :
ChinaArtificial-SunNuclear-EnergyClean-EnergyelectricityEnergy

Google News
Google News