Get The App

શાંઘાઈનું AI ક્લોન કેમ બનાવ્યું ચીને? તેમનાં પ્લાન વિશે જાણવા માટે આ વાંચો...

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News


શાંઘાઈનું AI ક્લોન કેમ બનાવ્યું ચીને? તેમનાં પ્લાન વિશે જાણવા માટે આ વાંચો... 1 - image

China Clone Shanghai City: ચીને તાજેતરમાં જ શાંઘાઈનું AI ક્લોન તૈયાર કર્યું છે, જે તેમના પોલીસને ટ્રેન કરવા માટે બનાવવામાં આવ્યું છે. ચીનના વિજ્ઞાનીઓએ અલ્ટ્રા-એડવાન્સ ડિજિટલ ક્લોન તૈયાર કર્યું છે. આટલી મહેનતનો હેતુ છે કે તેમના પોલીસ પરિસ્થિતિ વધુ સારી રીતે હેન્ડલ કરી શકે.

કેવી ટ્રેનિંગ આપવામાં આવશે?

ચીન દ્વારા શાંઘાઈની વર્ચ્યુઅલ સિટી બનાવવામાં આવી છે, જે પરિસ્થિતિઓનું અનુકરણ કરશે. આ સિટીના માધ્યમથી કેટલીક પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવશે. આ પરિસ્થિતિઓમાં પોલીસ શું કરવું તેની જાણ આપવામાં આવશે. ઇમરજન્સીમાં કઇ રીતે પ્રતિસાદ આપવો, ભીડને કેવી રીતે કન્ટ્રોલ કરવી અને અન્ય શહેરી મુદ્દાઓનો ઉકેલ કઇ રીતે લાવવો એ વિશે ટ્રેનિંગ મળશે. શાંઘાઇ સર્વે અને મેપિંગ ઇન્સ્ટિટ્યુટ અને મિનિસ્ટ્રી ઓફ નેચરલ રિસોર્સીસ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

શાંઘાઈનું AI ક્લોન કેમ બનાવ્યું ચીને? તેમનાં પ્લાન વિશે જાણવા માટે આ વાંચો... 2 - image

કઇ ટેક્નોલોજીનો ઉપયોગ થયો?

આ પ્રોજેક્ટમાં એરિયલ લેઝર સ્કેનર અને સ્ટ્રીટ-લેવલ લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. આમાં AI 3D ટેક્નોલોજી દ્વારા શહેરનું મોડલ બનાવવામાં આવ્યું છે. બેડરૂમની સાથે આગ લાગી હોય ત્યારે કે કેવી સલામતી જરૂરી છે તે બધા પ્રકારના પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેટ્રોલ પોલીસ ઓફિસર બિલ્ડિંગના પ્લાન જોઈને એમાં દાખલ થઈ શકે એવું મોડલ પણ રજૂ થયું છે. આ પ્રોજેક્ટ રિયલ અને ડિજિટલ દુનિયા વચ્ચેનો ભેદ ઓછી કરી રહ્યો છે.

આ પણ વાંચો: 155 બિલિયન ડોલરની સંપત્તિ: બાળકોને ફક્ત એક ટકા મિલકત વારસામાં આપશે બિલ ગેટ્સ

શહેરીકરણ માટે પણ ઉપયોગી

ઇમરજન્સી દરમિયાન કેવો પ્રતિસાદ આપવો એ માટે જ નહીં પરંતુ શહેરીકરણ અને કુદરતી આફતમાં કેવી રીતે સામનો કરવો તે શીખવામાં પણ આ પ્રોજેક્ટ મદદરૂપ છે. સંકટના સમયે મેટ્રોપોલિટન પોલીસ હેડક્વાર્ટરથી લાઇવ સર્વેલન્સ ફીડ જોવા, કયું વાહન ક્યાં જઈ રહ્યું છે તેની માહિતી મેળવવા અને સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવા માટે પણ આ પ્રોજેક્ટ ઉપયોગી છે. સર્વેલન્સ ટીમ અને સ્થળ પર હાજર ટીમ વચ્ચે સંચાર સુગમ બનાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જે સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવવામાં મદદરૂપ થશે.

Tags :